• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /બગદાણા ગુરુ આશ્રમ ખાતે ફરી એકવાર વિરોધના સૂર ઉઠ્યા: રોજીરોટી છીનવાઈ રહી હોવાના આક્ષેપ સાથે હવે મહિલાઓ મેદાને...

બગદાણા ગુરુ આશ્રમ ખાતે ફરી એકવાર વિરોધના સૂર ઉઠ્યા: રોજીરોટી છીનવાઈ રહી હોવાના આક્ષેપ સાથે હવે મહિલાઓ મેદાને...

Bagdana Guru Ashram Controversy: ભાવનગરમાં આસ્થાના પ્રતિક સમાન સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમ ફરી એકવાર વિવાદોના ઘેરાવામાં આવ્યો છે, જ્યારે ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમ સામે સ્થાનિક મહિલાઓ અને આસપાસ રોજીરોટી મેળવતા નાના વેપારીઓ ખુલ્લેઆમ વિરોધમાં ઉતરી આવ્યા. આંદોલનકારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આશ્રમ પરિસરમાંથી નાના વેપારીઓના વેપાર કરવાના અધિકારો છીનવી લેવામાં આવી રહ્યા છે.

Written ByKinjal Patel
Published: Nov 12, 2026, 06:00 PM IST|Updated: Nov 12, 2026, 06:07 PM IST
joinshare
બગદાણા ગુરુ આશ્રમ ખાતે ફરી એકવાર વિરોધના સૂર ઉઠ્યા: રોજીરોટી છીનવાઈ રહી હોવાના આક્ષેપ સાથે હવે મહિલાઓ મેદાને...

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bagdana Guru Ashram Controversy: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આસ્થાના પ્રતીક સમાન સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમ ફરી એકવાર વિવાદોમાં આવ્યો છે. આશ્રમ પરિસરની બહાર નાનો-મોટો ધંધો કરીને ગુજરાન ચલાવતી સ્થાનિક મહિલાઓએ ટ્રસ્ટી મંડળ સામે મોરચો માંડ્યો છે. મહિલાઓના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાઓ તેજ બની છે.

શક્તિપીઠ પાવાગઢ બન્યું આજીવિકાનું મોટું કેન્દ્ર: તહેવારો અને રજાઓમાં ભક્તોના ઘોડાપૂરથી સ્થાનિક અર્થતંત્રને મળ્યો મોટો ટેકો

યોગેશ સાગર સામે મહિલાઓ પોતાનો રોષ ઠાલવતી જોવા મળી

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં સ્થાનિક મહિલાઓ આશ્રમના ટ્રસ્ટી અને મુંબઈના ધારાસભ્ય યોગેશ સાગર સામે પોતાનો બળાપો કાઢતી જોવા મળી રહી છે. મહિલાઓનો આક્ષેપ છે કે જ્યારથી યોગેશ સાગર આશ્રમના ટ્રસ્ટી બન્યા છે, ત્યારથી સ્થાનિક ગરીબ પરિવારોને ધંધો-રોજગાર કરવા દેવામાં આવતો નથી.

 

વિરોધ કરી રહેલી મહિલાઓની દર્દનાક વ્યથા

નાનો-મોટો ધંધો કરીને ગુજરાન ચલાવતી મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ રોડ પર પથારણાં પાથરીને નાનો-મોટો વેપાર કરી પોતાના પરિવારનું પેટ ભરે છે, પરંતુ હવે તેમને ત્યાં બેસવા પણ દેવામાં આવતા નથી અને વારંવાર રોકવામાં આવે છે. મહિલાઓના જણાવ્યા પ્રમાણે, અગાઉ માત્ર પૂનમ કે ખાસ પ્રસંગે એક દિવસ પૂરતો ધંધો બંધ કરાવવામાં આવતો હતો, પરંતુ હવે કોઈપણ કારણ વગર વારંવાર ધંધો બંધ કરાવી દેવામાં આવે છે, જેના કારણે તેમની રોજીરોટી છીનવાઈ રહી છે.

મોબાઈલ રિકવરીમાં ગુજરાત પોલીસની સૌથી મોટી સિદ્ધિ: દેશભરમાં મેળવ્યું બીજું સ્થાન, જાણો જિલ્લાવાર આંકડા

કોળી સમાજની બેઠક બાદ રાજકીય ગરમાવો

બીજી તરફ, બગદાણા ધામમાં આશ્રમ વહીવટ સામે માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ સ્થાનિક સમાજમાં પણ નારાજગી જોવા મળી રહી છે. તાજેતરમાં બગદાણા ખાતે કોળી સમાજની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં આશ્રમ દ્વારા સમાજના સભ્યોને સતત અન્યાય થઈ રહ્યો હોવાના ગંભીર મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરવામાં આવી હતી. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, બાપાની તિથિની ભવ્ય ઉજવણી દરમિયાન પણ કોળી સમાજની જાણી જોઈને ઉપેક્ષા કરવામાં આવી છે, જેને લઈને સમાજમાં ભારે રોષ ફેલાયો છે.

સમાચારનો સાર:-

  • મહુવાના બગદાણા ગૃરૂ આશ્રમ ખાતે ફરી એકવાર વિરોધના સૂર ઉઠ્યા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • ટ્રસ્ટી યોગેશ સાગર અને મુંબઈના ધારાસભ્ય સામે મહિલાઓનો વિરોધ
  • યોગેશ સાગર ટ્રસ્ટી બન્યા બાદ ધંધો કરવા દેવામાં આવતો હોવાનો મહિલાઓનો આક્ષેપ
  • રોડ પર પથારણાં પાથરી ધંધો કરવા બેસીએ તો પણ રોકવામાં આવતા હોવાનો આક્ષેપ
  • પહેલા માત્ર એક દિવસ ધંધો બંધ કરાવામાં આવતો હતો હવે વારંવાર ધંધો બંધ કરાવાતો હોવાનો દાવો
  • રોજીરોટી છીનવાઈ રહી હોવાની મહિલાઓની રજૂઆત
  • મહિલાઓ દ્વારા વિરોધ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • બગદાણા ગૃરૂ આશ્રમના ટ્રસ્ટી નો વિવાદ ફરી ચર્ચામાં આવતા અનેક સવાલો ઊભા થયા
Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News