• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /6 હજારનું બ્લાઉઝ, 11 હજારની કુર્તી'ને લાખોનું સોના-ચાંદી: નીરજા ગુપ્તાના વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ

6 હજારનું બ્લાઉઝ, 11 હજારની કુર્તી'ને લાખોનું સોના-ચાંદી: નીરજા ગુપ્તાના વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ

Nirja Gupta Controversy: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી કથિત ગેરરીતિઓ અને નાણાકીય દુરુપયોગનો એક નવો વિવાદ સામે આવ્યો છે. તેમણે પોતાના સત્તાકાળના અંતિમ દિવસોમાં યુનિવર્સિટીના 'સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ'ના નામે મોંઘી બાંધણીઓ, સોનું અને ચાંદી જેવા અંગત સામાનની ખરીદી કરી હતી અને તેના બિલ યુનિવર્સિટીમાંથી પાસ કરાવી લીધા હતા. આ મામલે હવે નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા તપાસ કરવામાં આવશે.

Written ByKinjal Patel
Published: Oct 14, 2026, 10:51 AM IST|Updated: Oct 14, 2026, 12:06 PM IST
joinshare
6 હજારનું બ્લાઉઝ, 11 હજારની કુર્તી'ને લાખોનું સોના-ચાંદી: નીરજા ગુપ્તાના વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Navratri Hair Care: ગરબામાં લહેરાશે સુંદર વાળ, દર 3 દિવસે આ રીતે હેર વોશ કરજો, પાર્લરમાં સ્પા કરાવ્યું હોય તેવો લુક મળશે

Navratri Hair Care: ગરબામાં લહેરાશે સુંદર વાળ, દર 3 દિવસે આ રીતે હેર વોશ કરજો, પાર્લરમાં સ્પા કરાવ્યું હોય તેવો લુક મળશે

2

દિવાળી પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: સિંગતેલનો ડબ્બો રૂ. 3,000ને પાર, જાણો કપાસિયા અને પામતેલનો લેટેસ્ટ ભાવ

3

Navratri Health Tips: નવરાત્રીમાં દિવસ દરમિયાન, ગરબા વચ્ચે અને ગરબા રમ્યા પછી કેટલું પાણી પીવું ? જાણો

4

6 હજારનું બ્લાઉઝ, 11 હજારની કુર્તી'ને લાખોનું સોના-ચાંદી: નીરજા ગુપ્તાના વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ

5

એર ઈન્ડિયાનું પ્લેન હાઈજેક થયાની વાત નીકળી અફવા, જયપુરમાં કરાવવામાં આવ્યું હતું ઈમરજન્સી લેન્ડિંગ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nirja Gupta Controversy: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. પોતાના સત્તાકાળ દરમિયાન કરેલી ગેરરીતિઓ અને યુનિવર્સિટીના નાણાંના દુરુપયોગ સામે આવ્યો છે. પહેલાં લિપસ્ટિક અને અંગત સામાન ખરીદ્યા બાદ હવે સોના-ચાંદી અને મોંઘી બાંધણીઓની ખરીદી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.  પોતાના કાર્યકાળના અંતિમ બે મહિનામાં જ નીરજા ગુપ્તાએ 6 હજારનું બ્લાઉઝ, 11000ની કુર્તી સહિત રૂ. 59,350ની ખરીદી કરી. તેમજ રૂ. 3,19,597નું સોના-ચાંદી ખરીદ્યું હતું. આ સિવાય એપ્રિલ 2025માં ચેન્નાઈના પ્રવાસ દરમિયાન પણ સોનું ખરીદીને યુનિવર્સિટીમાં બિલ મૂક્યા હતા. કોઈને આ ખરીદીઓ સામે શંકા ન જાય તે માટે નીરજા ગુપ્તાએ જે વિભાગ પર પોતાનો સીધો કંટ્રોલ હતો તેવા 'સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ' (SAP) હેઠળ આ તમામ અંગત ખર્ચના બિલ પાસ કરાવી લીધા હતા. તમામ ચોંકાવનારા પુરાવાઓને ધ્યાને રાખીને હવે નિવૃત્ત જજ તપાસ કરશે.

રાજકોટમાં માથે સળગતી ઇંઢોણી અને હાથમાં મશાલ સાથે બાળાઓનો રોમાંચક રાસ: અદ્ભુત ભક્તિ અને શૌર્યનો સંગમ

નવરંગપુરામાંથી રૂ.59,350ની 5 અલગ અલગ બાંધણી ખરીદી
નીરજા ગુપ્તાનો કાર્યકાળ 30 જૂન 2026ના રોજ પૂર્ણ થયો હતો, પરંતુ તે અગાઉ જ નીરજા ગુપ્તાએ મોટી ખરીદી કરી લીધી હતી. 2મે 2026ના રોજ બંધેજ સ્ટોર નવરંગપુરામાંથી રૂ.59,350 ની 5 અલગ અલગ બાંધણી ખરીદી હતી. જેના પૈસા નીરજા ગુપ્તાએ ચૂકવ્યા હોવાથી SAP (સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ)ના ખાતામાંથી તે જ રકમ નીરજા ગુપ્તાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

 ચાંદીધામ નામની દુકાનમાંથી ચાંદીના 3 અલગ અલગ દાગીના ખરીદ્યા
17 જૂન 2026ના રોજ સી.જી રોડ પર આવેલા ચાંદીધામ નામની દુકાનમાંથી ચાંદીના 3 અલગ અલગ દાગીના ખરીદ્યા. જેનું વજન 548 ગ્રામ અને 303 ગ્રામ હતું એટલે કે 851 ગ્રામ ચાંદી ખરીદવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ. 2,29,175 હતી. આ બિલ IKS અને SAPના નામે બનાવવામાં આવ્યું હતું. 22 જૂન 2026ના રોજ આ બિલ સ્ટડી અબ્રોડ પ્રોગ્રામના ખાતામાંથી સિલ્વર પેલેસ પ્રાઇવેટ લિમિટેડના ખાતામાં ચૂકવવામાં આવ્યું હતું.

ummidi શ્રી જવેલર્સ ચેન્નાઈની દુકાનમાંથી પણ 90,422 રૂપિયાનું સોનુ ખરીદ્યું
2025માં નીરજા ગુપ્તા ચેન્નાઈના પ્રવાસે ગયા હતાં ત્યારે Vummidi શ્રી જવેલર્સ ચેન્નાઈની દુકાનમાંથી પણ 90,422 રૂપિયાનું સોનુ ખરીદ્યું હતું. આ સોનુ ખરીદીને પણ બિલ સ્ટડી અબ્રોડ પ્રોગ્રામમાં મૂકાયું હતું. આ તમામ બિલ સીધા યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગ માં ન્હોતા મૂક્યા પરંતુ SAPમાં નીરજા ગુપ્તાનો સીધું નિયંત્રણ હોવાથી ત્યાં બિલ મૂકીને આ રકમ મેળવી લેવામાં આવી છે.

Gujarat News Live: જયપુરમાં એર ઈન્ડિયાના વિમાનનું હાઈજેકનું અલર્ટ, S.G હાઈવે પર એલિવેટેડ ફ્લાયઓવર દિવાળીમાં ખુલ્લો મુકાશે

નીરજા ગુપ્તાએ 6000 હજારનું બ્લાઉઝ, 11000ની કુર્તી સહિત 59,350ની ખરીદી 
મહત્વનું છે કે, પહેલાં લિપસ્ટિક અને અંગત સામાન ખરીદ્યા બાદ હવે સોના-ચાંદી અને મોંઘી બાંધણીઓની ખરીદી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોતાના કાર્યકાળના અંતિમ બે મહિનામાં જ નીરજા ગુપ્તાએ 6000 હજારનું બ્લાઉઝ, 11000ની કુર્તી સહિત 59,350ની ખરીદી કરી તેમજ 3,19,597નું સોના-ચાંદી ખરીદ્યું હતું. એપ્રિલ 2025માં ચેન્નાઈના પ્રવાસ દરમિયાન પણ સોનું ખરીદીને યુનિવર્સિટીમાં બિલ મૂક્યા હતા. નીરજા ગુપ્તાનો કાર્યકાળ 30 જૂન 2026ના રોજ થયો પૂર્ણ થયો હતો, પરંતુ તે અગાઉ જ નીરજા ગુપ્તાએ મોટી ખરીદી કરી લીધી હતી.

2 મે 2026ના રોજ બંધેજ સ્ટોર નવરંગપુરામાંથી 59,350ની 5 અલગ અલગ બાંધણી ખરીદી હતી. જેના પૈસા નીરજા ગુપ્તાએ ચૂકવ્યા હોવાથી SAPના ખાતામાંથી તે જ રકમ નીરજાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી 17 જૂન 2026ના રોજ સી.જી રોડ પર આવેલા ચાંદીધામ નામની દુકાનમાંથી ચાંદીના 3 અલગ અલગ દાગીના ખરીદ્યા હતાં. જેનું વજન 548 ગ્રામ અને 303 ગ્રામ હતું એટલે કે 851 ગ્રામ ચાંદી ખરીદવામાં આવ્યું હતું. જેની કિંમત 2,29,175 હતી. આ બિલ IKS અને SAPના નામે બનાવવામાં આવ્યું હતું. 22 જૂન 2026ના રોજ આ બિલ સ્ટડી અબ્રોડ પ્રોગ્રામના ખાતામાંથી સિલ્વર પેલેસ પ્રાઇવેટ લિમિટેડના ખાતામાં ચૂકવવામાં આવ્યું હતું.

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય! છતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 17 રાજ્યોમાં વરસાદની

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News