જયપુરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની આ ફ્લાઈટમાંથી હાઈજેકનો મેસેજ આવતા દોડધામ મચી ગઈ. વિમાન હાઈજેકના એલર્ટ બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. તમામ મુસાફરોને જયપુર એરપોર્ટ પર ઉતારી દેવાયા. જો કે તપાસ બાદ તે માત્ર એક અફવા નીકળી.
અફવા નીકળી હાઈજેકની વાત
જો કે તપાસ બાદ પ્લેન હાઈજેક થયાની વાત અફવા નીકળી છે. એર ઈન્ડિયાની AI 2030 ફ્લાઈટનું હાઈજેક એલર્ટના પગલે જયપુરમાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહી હતી. પાયલટે અમદાવાદ એટીએસને એલર્ટ મોકલી હતી. જયપુરમાં પ્લાનની તપાસ બાદ હાઈજેક ન થયું હોવાનું ખુલાસો થયો છે.
અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલને મળ્યું હતું એલર્ટ
મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-2030 કે જે જર્મનીના ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહી હતી તેને બુધવારે સવારે જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને વિમાન અંગે એલર્ટ મળ્યું હતું. એવું કહેવાય છે કે સવારે લગભગ 9.10 વાગે પાયલટ તરફથી સ્ક્વાક 7500 કોડ સક્રિય કરાયો હતો. આ કોડનો ઉપયોગ વિમાન હાઈજેક થાય તે સ્થિતિમાં ઉપયોગમાં લેવાય છે.
જો કે પાયલટે આ સિગ્નલ કયા કારણસર આપ્યું તે અંગે હજુ કોઈ પુષ્ટિ થઈ નથી. એ પણ સ્પષ્ટ નથી કે પાયલટને વિમાનના હાઈજેક અંગે કોઈ શંકા ગઈ હતી કે નહીં.
હાલ શું છે વિમાનની સ્થિતિ
આ એલર્ટ મળ્યા બાદ વિમાનને જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું અને સવારે 9.45 વાગે વિમાનને આઈસોલેશન વે પર રાખવામાં આવ્યું. ઈમજન્સી સ્થિતિમાં વિમાનની સુરક્ષા તપાસ કરવાની હોય ત્યારે આવી જગ્યાએ રાખવામાં આવે છે. ત્યારબાદ સીઆઈએસએફએ આ વિમાનને ઘેરામાં લઈ લીધુ અને સુરક્ષા સંબંધિત કામગીરી શરૂ કરી હતી.
ગૃહ મંત્રાલય પણ એલર્ટ મોડ પર
આ ઘટનાની જાણકારી મળ્યા બાદ દેશનું ગૃહ મંત્રાલય પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. એસીએસ હોમ ભાસ્કર એ સાવંત, કમિશનર સચિન મિત્તલ, સંભાગીય આયુક્ત વી સરવન અને જિલ્લા કલેક્ટર સંદેશ નાયક જયપુર એરપોર્ટ પહોંચી ગયા હતા.
વિમાનમાં 300 મુસાફરો?
પ્રાથમિક માહિતી મુજબ આ વિમાનમાં લગભગ 300 લોકો સવાર હોવાનું કહેવાય છે. તમામ સુરક્ષિત હોવાનું જણાવાઈ રહ્યું છે. જો કે હાલ કોઈ પણ મુસાફરને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા નહતા.
આખરે હાઈજેક સિગ્નલ કઈ રીતે મળ્યું
ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી આખરે હાઈજેક સંબંધિત સિગ્નલ કઈ રીતે આવ્યું તે અંગે સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. તપાસ પૂરી થયા બાદ સામે આવશે.
શું કહે છે ફ્લાઈટ રડારના ડેટા
ફ્લાઈટરડાર 24 ના ડેટા મુજબ વિમાન 13 ઓક્ટોબરના રોજ રાતે પોણા દસ વાગે ફ્રેન્કફર્ટથી ઉપડ્યું હતું. જે 14 ઓક્ટોબરના રોજ સવારે પોણા અગિયાર આસપાસ દિલ્હી પહોચવા માટે નિર્ધારિત હતું. પરંતુ પહોંચે તે પહેલા જ જયપુર ડાયવર્ટ થઈ ગઈ.