Navratri Hair Care: નવરાત્રી શરુ થઈ ચુકી છે અને ધીરે ધીરે ખેલૈયાઓનો ઉત્સાહ પણ ચરમસીમાએ પહોંચતો જાય છે. નવરાત્રીમાં યુવતીઓ અવનવા કપડા પહેરવાની સાથે મેકઅપ અને હેર સ્ટાઈલ પણ કરતી હોય છે. વાળમાં હેર સ્ટાઈલ દરમિયાન અલગ અલગ વસ્તુઓ લગાડવામાં આવે છે અને ગરબા રમતી વખતે પરસેવો પણ થાય છે. તેવામાં જો હેર વોશ કરવામાં હેર કેર કરવામાં ન આવે તો વાળ ડ્રાય થઈ શકે છે.
આજે તમને કેટલીક એવી ઘરેલુ ટીપ્સ જણાવીએ જેની મદદથી વાળની માવજત કરી શકો છે. આ ઘરેલુ ઉપાયથી પાર્લરમાં જઈને હેર સ્પા કરાવ્યું હોય તેવું રિઝલ્ટ મળશે અને વાળ ડ્રાય પણ નહીં થાય. હેર વોશ તો નવરાત્રીમાં રોજ કરવા પડે છે. પણ નવરાત્રી દરમિયાન 2 કે 3 દિવસે હેર વોશ આ રીતે કરી શકો છો. આ રીતે હેર વોશ કરવાથી વાળનું ડીપ કન્ડીશનીંગ થશે, વાળની ડ્રાયનેસ ઓછી થઈ જશે.
નવરાત્રી 2026 હેર કેર ટીપ્સ
ઓઈલ મસાજ
સપ્તાહમાં 2 વખત હેર વોશ કરો તે પહેલા વાળમાં તેલ લગાડો. ગરબા રમ્યા પછી રાત્રે તેલ લગાડવાનું ટાળવું. સવારે વાળના મૂળમાં તેલ લગાડી મસાજ કરો જેથી તેલ સ્કેલ્પ સુધી જાય. ત્યારબાદ હળવા હાથે મસાજ કરો. વાળમાં તેલ 30 થી 40 મિનિટ રાખો અને ત્યારબાદ સ્ટીમ લો.
સ્ટીમ લેવા માટે એક વાસણમાં ગરમ પાણી કરો. તેમાં ટુવાલ ભીનો કરો. ટુવાલમાંથી વધારાનું પાણી કાઢી અને ભીનો ટુવાલ વાળ પર બાંધી લો. 10 થી 15 મિનિટ પછી ટુવાલ કાઢો અને પછી માઈલ્ડ શેમ્પૂથી હેર વોશ કરો.
ઘરે સ્પા કરવા માટે હેર માસ્ક
હેર વોશ કરવાની રીત તો તમે જાણી લીધી. હવે તમને એક એવા માસ્ક વિશે જણાવીએ જે તમારા વાળની કાયાપલટ કરી દેશે. પાર્લરમાં સ્પા કરાવ્યું હોય તેવી ઈફેક્ટ આ હેર માસ્કથી મળશે. હેર માસ્ક બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી મધ, થોડું દૂધ, એલોવેરા જેલ મિક્સ કરો. હવે આ માસ્કને વાળમાં લગાવી 30 મિનિટ રહેવા દો. 30 મિનિટ બાદ હુંફાળા પાણીથી હેર વોશ કરો. સપ્તાહમાં 2 થી 3 વખત આ માસ્ક લગાડી શકો છો. તેનાથી વાળની ડ્રાયનેસ દુર થઈ જશે.
નવરાત્રી દરમિયાન ઘરે આ રીતે વાળની માવજત કરવાથી વાળ શાઈની અને સોફ્ટ રહેશે. વાળની ચમક જળવાઈ રહેશે અને ગરબામાં તમે સુંદર વાળ લહેરાવી શકશો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)