• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /ટેક્નોલોજીનો આવો ઉપયોગ? 16 વર્ષની સગીરાની છેડતીના આરોપમાં પોલીસે રોબોટને પકડ્યો

ટેક્નોલોજીનો આવો ઉપયોગ? 16 વર્ષની સગીરાની છેડતીના આરોપમાં પોલીસે રોબોટને પકડ્યો

Robot Seized By German Police: ટેકનોલોજીના દુરૂપયોગનો એક ચોંકાવનારો કિસ્સો જર્મનીથી સામે આવ્યો છે. જર્મનીના કોલોન (Cologne) શહેરમાં રોબોટ દ્વારા 16 વર્ષની સગીરાની જાતીય સતામણી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસ પણ અસમંજસમાં મુકાઈ ગઈ છે. જાણો શું છે માહિતી.

Written ByViral Raval
Published: Oct 14, 2026, 12:40 PM IST|Updated: Oct 14, 2026, 12:47 PM IST
joinshare
ટેક્નોલોજીનો આવો ઉપયોગ? 16 વર્ષની સગીરાની છેડતીના આરોપમાં પોલીસે રોબોટને પકડ્યો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ઇન્કમ ટેક્સના નિયમો જાણી લો નહીં તો મુશ્કેલી થશે

ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ઇન્કમ ટેક્સના નિયમો જાણી લો નહીં તો મુશ્કેલી થશે

2

Koffee With Karan 9: કોફી વીથ કરનનો પહેલો એપિસોડ હશે ધમાકેદાર, સલમાન ખાન ખોલશે પર્સનલ લાઈફના સીક્રેટ્સ !

3

ગુજરાતના આ 7 ગામડામાં પ્રદૂષણનો તાંડવ: પાણી ઝેરી, વૃક્ષો સુકાયા અને માછીમારોની રોજીરોટી છીનવાઈ!

4

'ભારતમાં ચાલતા પ્રોટેસ્ટને અમારા દેશથી થઈ રહ્યું છે ફંડિંગ', અમેરિકી સિંગરનો CJP અંગે ચોંકાવનારો દાવો

5

IND vs WI: બેટરો માટે સ્વર્ગ છે હૈદરાબાદની પીચ, આજે ચોથી ટી20મા તૂટશે 3 મોટા રેકોર્ડ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જર્મનીના કોલોન શહેરમાં એક 16 વર્ષની છોકરીએ રોબોટ પર છેડતીનો આરોપ મૂકતા પોલીસ પણ અવઢવમાં પડી ગઈ. જો કે આ રોબટ પર તાબડતોબ કાર્યવાહી કરતા પોલીસે તેને જપ્ત કરી લીધો છે. પોલીસ હાલ એ પણ તપાસ કરી રહી છે કે આ રોબોટ જેમના કંટ્રોલમાં હતો એ બે યુવકો પણ આ ઘટનામાં સામેલ હતા કે નહીં. જો કે હાલ તો આ બંને યુવકો પર કોઈ આરોપ લાગ્યો નથી. પરંતુ તેઓ શંકાના દાયરામાં છે.

રોબોટે છોકરીના પ્રાઈવેટ પાર્ટને કર્યો ટચ?
પોલીસના જણાવ્યાં મુજબ શનિવાર અને રવિવાર દરમિયાન રાતે ઘટેલી આ  ઘટનામાં બે યુવકો દ્વારા નિયંત્રિત થઈ રહેલા રોબોટે 16 વર્ષની છોકરીના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો અને શારીરિક ઉત્પીડન જેવી હરકતો કરી હોવાનો આરોપ છે. એટલું જ નહીં, આ આખી ઘટનાનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ કરીને યુવકો લાઈવ કોમેન્ટ્રી પણ કરી રહ્યા હતા એવો પણ આરોપ લાગ્યો છે.

ઘટનાની જાણ થતાં જ કોલોન સિટી પોલીસે સ્થળ પર પહોંચીને તપાશ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને એક કારની ડીકીમાંથી લાલ અને ગોલ્ડન રંગનો રોબોટ મળી આવ્યો હતો. પોલીસે રોબોટ સહિત બંને યુવકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધા છે.

પહેલેથી આવો પ્રોગ્રામ ફીટ કરેલો હતો?
કોલોન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું છે કે, આ પ્રકારનો કિસ્સો તેમના માટે સાવ નવો છે. રોબોટના મુવમેન્ટ્સ અગાઉથી પ્રોગ્રામ કરેલા હતા કે રિયલ ટાઈમમાં કંટ્રોલ કરવામાં આવી રહ્યા હતા તે અંગે તપાસ ચાલી રહી છે. હાલ પોલીસે બંને યુવકોને શકમંદ માનીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે.

રોબોટ સાથે યુવકોના મોબાઈલ પણ જપ્ત
પોલીસે સોમવારે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું કે ફાસ્ટ ફૂડ રેસ્ટોરેન્ટ પાસે આ ઘટનાની જાણકારી મળતા જ ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી. ત્યાં એક વાહનની ડિકીમાં તેમને રોબોટ મળ્યો હતો. પોલીસે રોબોટની સાથે સાથે બંને યુવકોના મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. અત્રે જણાવવાનું કે આ રોબોટનો માલિક એક 16 વર્ષનો છોકરો છે. જ્યારે તેનો સાથી 19 વર્ષનો યુવક છે. રોબોટની લંબાઈ લગભગ 120 સેન્ટીમીટર ( 3 ફૂટ 11 ઈંચ) છે.

સોશિયલ મીડિયા પર જર્મનીની પોલીસે રોબોટની તસવીર પણ શેર કરી છે. તસવીરમાં રોબોટ લાલ અને સોનેરી રંગનો જોવા મળી રહ્યો છે. તેણે સફેદ ટેંક ટોપ, કાળું ટ્રેક પેન્ટ, ગળામાં સોનાની ચેન અને સનગ્લાસિસ પહેરેલા છે.

મહિલાને ધક્કો પણ માર્યો?
એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થયો છે તેમાં રોબોટ મહિલાઓના એક ગ્રુપ તરફ જઈને એક મહિલાને ધક્કો મારતો અને અન્ય મહિલાઓને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક યુવક રોબોટને પાછળ ખેંચતો અને તેના પર બૂમો પાડતો જોવા મળે છે. 

Add Zee News as a Preferred Source
TAGS:
World News