Glowing Skin Tips: નવરાત્રી શરુ થઈ ચુકી છે. હવે 10 દિવસ સુધી યુવક યુવતીઓ મોડી રાત સુધી ગરબે ઘુમશે. ગરબાનો થાક શરુઆતમાં તો દેખાતો નથી પણ 2 કે 3 દિવસ થાય પછી ચહેરા પર થાક દેખાવા લાગે છે. થાકના કારણે ચહેરો ડલ અને બેજાન થઈ જાય છે. પરંતુ જો તમારે ગરબાના થાક પછી પણ ચહેરાનો ગ્લો જાળવી રાખવો હોય તો તેના માટે આ દેશી ઉપાય કરી શકો છો.
ચહેરા પર ઈન્સ્ટંટ ગ્લો લાવવા માટે બટેટાનો રસ ચહેરા પર લગાડી શકો છો. બટેટાના રસનો ઘરેલુ નુસખો ખૂબ જ કારગર નીવડે છે. બટેટામાં સ્ટાર્ચ ઉપરાંત વિટામીન સી, કૈટેકોલેજ હોય છે જે સ્કિનને ફાયદો કરે છે. તો ચાલો તમને જણાવીએ ચહેરા પર બટેટાનો રસ કેવી રીતે લગાડવો અને તેનાથી કેવો ફાયદો થાય છે.
ચહેરા પર બટેટાનો રસ લગાડવાના ફાયદા
- ચહેરા પર બટેટાનો રસ લગાડવાથી સ્કિનને ઠંડક મળશે અને ચહેરો ફ્રેશ દેખાશે.
- બટેટાના રસથી સ્કિનની ડ્રાયનેસ ઓછી થઈ જાય છે અને સ્કિન બ્રાઈટ દેખાય છે.
- બટેટાના રસથી આંખ નીચેના સોજા ઓછા થાય છે અને થાક ઉતરે છે.
બટેટાનો રસ ચહેરા પર કઈ રીતે લગાડવો?
બટેટાનો રસ ચહેરા પર લગાડવાની રીત ખાસ હોય છે. તેના માટે બટેટાને પાણીથી સાફ કરી છાલ ઉતારી ઝીણું ખમણી લેવું. ત્યારબાદ મલમલના કપડામાં બટેટાનું ખમણ રાખી તેનો રસ અલગ કરી લેવો. હવે ચહેરાને પહેલા સાફ કરી લેવો અને ત્યારબાદ ચહેરા પર બટેટાનો રસ રુની મદદથી લગાડવો. બટેટાનો રસ ચહેરા પર 10 મિનિટ સુધી લગાડી રાખો. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લો.
સ્કિન એક્સપર્ટ અનુસાર જો તમે બટેટાનો રસ પહેલા ક્યારેય નથી લગાડ્યો તો એક પેચ ટેસ્ટ કરી લેવો. જો બટેટાનો રસ લગાડ્યા પછી સ્કિન પર ખંજવાળ આવે કે સ્કિન લાલ થઈ જાય તો બટેટાના રસનો ઉપયોગ ન કરવો. આ સિવાય બટેટાનો રસનો રોજ સ્કિન પર લગાડો તે જરૂરી નથી. તમે સપ્તાહમાં 2 થી 3 વખત રસ લગાડી શકો છો.
ગરબા દરમિયાન સ્કિન પર ગ્લો દેખાય તે માટે ઘરેલુ નુસખા ઉપરાંત સ્કિન કેર અને હાઈડ્રેશન પર પણ ધ્યાન આપવું. સ્કિન કેરમાં ચહેરા પર મોઈશ્ચુરાઈઝર અપ્લાય કરવું અને દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી સહિતનું પ્રવાહી લેતા રહેવું. જેથી ડિહાઈડ્રેશનના કારણે સ્કિન ડ્રાય અને ડલ ન દેખાય.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)