• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /દિવાળી પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: સિંગતેલનો ડબ્બો રૂ. 3,000ને પાર, જાણો કપાસિયા અને પામતેલનો લેટેસ્ટ ભાવ

દિવાળી પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: સિંગતેલનો ડબ્બો રૂ. 3,000ને પાર, જાણો કપાસિયા અને પામતેલનો લેટેસ્ટ ભાવ

Rajkot Groundnut Oil Prices: રાજકોટના તેલિયા રાજાઓએ ફરી એકવાર દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં ભડકો કરાવ્યો છે. 15 કિલોનો ડબ્બો રૂ.3 હજારની સપાટી વટાવી ચૂક્તા મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે. છેલ્લા 3 દિવસમાં ડબ્બે રૂ. 75નો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3 હજારથી લઈને 3080 સુધી પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ.2620થી 2680, પામતેલ રૂ.2315થી 2320 થયો છે. ઓછો વરસાદ અને નવી મગફળીની આવક બજારમાં નહીં હોવાના કારણે ભાવ સત્તત વધતો જાય છે.

Written ByKinjal Patel
Published: Oct 14, 2026, 11:57 AM IST|Updated: Oct 14, 2026, 12:08 PM IST
joinshare
દિવાળી પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: સિંગતેલનો ડબ્બો રૂ. 3,000ને પાર, જાણો કપાસિયા અને પામતેલનો લેટેસ્ટ ભાવ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Health Tips: માથાનો દુખાવો સામાન્ય કે પછી માઈગ્રેન ? આ 5 સંકેતોથી પરથી સમજો બંને વચ્ચેના તફાવતને

Health Tips: માથાનો દુખાવો સામાન્ય કે પછી માઈગ્રેન ? આ 5 સંકેતોથી પરથી સમજો બંને વચ્ચેના તફાવતને

2

ટેક્નોલોજીનો આવો ઉપયોગ? 16 વર્ષની સગીરાની છેડતીના આરોપમાં પોલીસે રોબોટને પકડ્યો

3

Navratri Hair Care: ગરબામાં લહેરાશે સુંદર વાળ, દર 3 દિવસે આ રીતે હેર વોશ કરજો, પાર્લરમાં સ્પા કરાવ્યું હોય તેવો લુક મળશે

4

દિવાળી પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: સિંગતેલનો ડબ્બો રૂ. 3,000ને પાર, જાણો કપાસિયા અને પામતેલનો લેટેસ્ટ ભાવ

5

Navratri Health Tips: નવરાત્રીમાં દિવસ દરમિયાન, ગરબા વચ્ચે અને ગરબા રમ્યા પછી કેટલું પાણી પીવું ? જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rajkot Groundnut Oil Prices: દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મોંઘવારીની માર ઝીલતી મહિલાઓ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. રાજકોટ તેલબજારમાં દિવાળી પહેલા જ સિંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવમાં મોટો ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.

3 દિવસમાં 75 રૂપિયાનો ઉછાળો: સિંગતેલનો ડબ્બો 3,080 રૂપિયે પહોંચ્યો
છેલ્લા ત્રણ જ દિવસમાં સિંગતેલના ભાવમાં 75 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે. આ ભાવવધારા સાથે જ 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ 3,000 રૂપિયાની સપાટી વટાવી ચૂક્યો છે. હાલ બજારમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3,000થી વધીને રૂ. 3,080ની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે.

6 હજારનું બ્લાઉઝ, 11 હજારની કુર્તી'ને લાખોનું સોના-ચાંદી: નીરજા ગુપ્તાના વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ

કપાસિયા અને પામતેલમાં પણ ભાવવધારો
માત્ર સિંગતેલ જ નહીં, પરંતુ મધ્યમવર્ગીય પરિવારોમાં વપરાતા અન્ય ખાદ્યતેલોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ વધીને 2,620 રૂપિયા થી 2,680 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. પામતેલના ડબ્બાનો ભાવ રૂ. 2,315 થી રૂ. 2,320 સુધી બોલાઈ રહ્યો છે.

ખાદ્યતેલમાં ભાવવધારા પાછળ બે મુખ્ય કારણો જવાબદાર
ખાદ્યતેલમાં ભાવવધારા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર માનવામાં આવી રહી છે. ચાલુ વર્ષે કેટલાક વિસ્તારોમાં અનિયમિત અને ઓછો વરસાદ થવાના કારણે પાક પર માઠી અસર પડી છે. બજારમાં હજુ સુધી નવી મગફળીની પૂરતી આવક શરૂ થઈ નથી. ડિમાન્ડ સામે પુરવઠો ઓછો હોવાથી ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે.

રાજકોટમાં માથે સળગતી ઇંઢોણી અને હાથમાં મશાલ સાથે બાળાઓનો રોમાંચક રાસ: અદ્ભુત ભક્તિ અને શૌર્યનો સંગમ

દિવાળી સુધી ખાદ્યતેલના ભાવ ઘટવાની શક્યતા નહિવત
તહેવારોના દિવસોમાં ફરસાણ અને મિઠાઈઓ બનાવવાની હોવાથી ખાદ્યતેલની માંગ સૌથી વધુ હોય છે. નિષ્ણાતોના મતે, નવી આવક હાલ થઈ નથી અને તહેવારોની માંગ ચાલુ હોવાથી દિવાળી સુધી ખાદ્યતેલના ભાવમાં કોઈ મોટા ઘટાડાની શક્યતા નહિવત છે. આમ, દિવાળીએ મોંઘા તેલના કારણે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધારાનો બોજ પડવો નક્કી છે.

સમાચારનો ટૂંકમાં સાર:

  • રાજકોટ - દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં ભડકો
  • 15 કિલોનો ડબ્બો રૂ.3 હજારની સપાટી વટાવી ચૂક્યા
  • 3 દિવસમાં રૂ. 75નો વધારો થયો
  • સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3 હજારથી લઈને 3080 સુધી પહોંચ્યો
  • કપાસિયા તેલના ભાવ રૂ.2620થી 2680
  • પામતેલ રૂ.2315થી 2320
  • વરસાદ ઓછો અને નવી મગફળીની આવક બઝારમાં નહીં હોવાના કારણે ભાવમાં સત્તત વધતો
  • દિવાળી સુધી ખાદ્યતેલના ભાવ ઘટવાની શકયતા નહિવત


 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News