અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો
Ahmedabad Traffic Diversion: અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મેટ્રો પ્રોજેક્ટના બાંધકામ અને ચીમનભાઈ પટેલ બ્રિજને મજબૂત કરવાની કામગીરીને લીધે તા. 3 અને 4 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 12:00થી સવારે 5:00 વાગ્યા સુધી બ્રિજ પર તમામ વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ રહેશે. ટ્રાફિક પોલીસે નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે. બીજી બાજુ મુસાફરીમાં અગવડ ન પડે તે માટે વાહનચાલકોએ અગાઉથી આયોજન કરીને જ બહાર નીકળવું.
Ahmedabad Traffic Diversion: અમદાવાદ શહેરમાં ભારત સરકારના બજેટ હેઠળ મેટ્રો પ્રોજેક્ટના બાંધકામના કામને કારણે સાબરમતીથી વટવા સુધીના પાયાભૂત માર્ગનું કામ તેમજ મેટ્રો લાઇનના બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન ચીમનભાઈ પટેલ બ્રિજ ઉપર રેલિંગ અને બ્રિજ મજબૂત કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી વાહનવ્યવહાર માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat News Live: ગાંધીનગર મનપાના હોદ્દેદારોના નામ નક્કી, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી, ગુજરાતમાં નકલ માફિયાઓ બન્યા બેફામ
વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે
આ કામગીરી દરમિયાન તા. 3 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 12:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી તથા તા. 4 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 12:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી ચીમનભાઈ પટેલ બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહનો માટે અવરજવર બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.
અમદાવાદના નિકોલમાં ફોર્ચ્યુનર કારનો કહેર! પાથરણાવાળાઓને કચડ્યા, ચાર લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત
ભારે વાહનો માટે પણ અલગ વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરાઈ
ટ્રાફિક ડાયવર્ઝન મુજબ હળવા વાહનો, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર તથા ફોર-વ્હીલર વાહનો માટે સાબરમતી, વાડજ, ગાંધીઆશ્રમ, ગાયત્રી મંદિર, ચાંદખેડા અને રાણીપ તરફના વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે. જ્યારે ભારે વાહનો માટે પણ અલગ વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરી સૂચવેલા માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.
અમદાવાદના થલતેજના મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં ભીષણ આગ! જીવ બચાવવા લોકોએ બીજા માળેથી લગાવી છલાંગ, જુઓ Video
ટ્રાફિક ડાયવર્ઝન દરમિયાન નાગરિકોને સહકાર આપવા અપીલ
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા આ ટ્રાફિક ડાયવર્ઝન દરમિયાન નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. વાહનચાલકોએ ટ્રાફિક પોલીસના સૂચનોનું પાલન કરી પોતાની મુસાફરીનું આયોજન અગાઉથી કરવું, જેથી ટ્રાફિકની સમસ્યા ટાળી શકાય અને બાંધકામની કામગીરી સરળતાથી પૂર્ણ થઈ શકે.