Ahmedabad News: ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા આશરે ચાર લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે.
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર! ફોર્ચ્યુનર કાર ચાલકે પાથરણાવાળાઓને લીધા અડફેટે, એકનું મોત, 3 લોકોને પહોંચી ઈજા #ahmedabad #accident #gujarat #breakingnews https://t.co/Sy2fBvPSoG
— Zee 24 Kalak (@Zee24Kalak) November 2, 2026
બીજી તરફ, અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કારચાલકને પોલીસે ઝડપી લીધો છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અકસ્માત અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસના પીઆઈ એસ.આઈ. સુમરાએ વિગતો આપી હતી. તેમણે અકસ્માતની ઘટના અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે માહિતી આપી હતી.
નિકોલ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર રસ્તા પર રાહદારીઓ અને નાના વેપારીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા કર્યા છે.