• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદના થલતેજના મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં ભીષણ આગ! જીવ બચાવવા લોકોએ બીજા માળેથી લગાવી છલાંગ, જુઓ Video

અમદાવાદના થલતેજના મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં ભીષણ આગ! જીવ બચાવવા લોકોએ બીજા માળેથી લગાવી છલાંગ, જુઓ Video

Magnet Corporate Park Fire: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી એક કોર્પોરેટ પાર્કમાં આગ લાગવાની ઘટાના બની હતી, લોકોએ જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કુદકા માર્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી અને આગની કાબુમાં લેવા સહિત લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.

Written ByChudasama Krushnapalsinh
Published: Nov 02, 2026, 11:07 PM IST|Updated: Nov 02, 2026, 11:13 PM IST
joinshare
અમદાવાદના થલતેજના મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં ભીષણ આગ! જીવ બચાવવા લોકોએ બીજા માળેથી લગાવી છલાંગ, જુઓ Video

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    અમદાવાદના નિકોલમાં ફોર્ચ્યુનર કારનો કહેર! પાથરણાવાળાઓને કચડ્યા, ચાર લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત

    અમદાવાદના નિકોલમાં ફોર્ચ્યુનર કારનો કહેર! પાથરણાવાળાઓને કચડ્યા, ચાર લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત

    2

    વિદેશી સમર્થનથી PM બન્યા અને હજુ પણ લઈ રહ્યા છે મદદ, કોઈપણ પ્લેટફોર્મ પર કરી લો ચર્ચા: રાહુલ ગાંધીનો પલટવાર

    3

    અમદાવાદના થલતેજના મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં ભીષણ આગ! જીવ બચાવવા લોકોએ બીજા માળેથી લગાવી છલાંગ, જુઓ Video

    4

    વાવાઝોડું મુરાસુનું લેન્ડફોલ ક્યારે થશે? IMDએ જણાવ્યો ટાઈમ, તીવ્રતા બની ખતરનાક

    5

    તહેવારો પહેલાં ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં, અમદાવાદમાંથી 61 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Magnet Corporate Park Fire: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી મેગ્નેટ કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે કેટલાક લોકો બિલ્ડિંગની અંદર ફસાયા હોવાની માહિતી મળી છે.

    રાજકોટ: હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, કેટરિંગ કામગીરી સાથે સંકળાયેલા 15થી વધુ કર્મચારીઓની અટકાયત

    ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી

    જો કે આ ઘટનામાં લોકોએ જીવ બચાવવા માટે જોખમ ઉઠાવી બીજા માળેથી નીચે છલાંગ લગાવી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. આગની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવા સાથે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. હાલ સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

     

    આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

    ઘટનાને પગલે બિલ્ડિંગની આસપાસ લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવ્યા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટનાને પગલે કોર્પોરેટ પાર્કમાં કામ કરતા કર્મચારીઓ અને આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હવે ફાયર વિભાગની કામગીરી બાદ જ આગથી થયેલા નુકસાન અને અન્ય વિગતો સામે આવશે.

    ફ્રી ફાયર ગેમ નહીં પરંતુ આ કારણસર થયો હતો ઝઘડો? સુરત ડબલ મર્ડર કેસમાં પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Gujarat News