• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: ગાંધીનગર મનપાના હોદ્દેદારોના નામ નક્કી, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી, ગુજરાતમાં નકલ માફિયાઓ બન્યા બેફામ
Live Now

Gujarat News Live: ગાંધીનગર મનપાના હોદ્દેદારોના નામ નક્કી, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી, ગુજરાતમાં નકલ માફિયાઓ બન્યા બેફામ

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 3 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByKinjal Patel
Published: Nov 03, 2026, 08:32 AM IST|Updated: Nov 03, 2026, 08:49 AM IST
joinshare
Gujarat News Live: ગાંધીનગર મનપાના હોદ્દેદારોના નામ નક્કી, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી, ગુજરાતમાં નકલ માફિયાઓ બન્યા બેફામ
03 Nov 2026 08:49 IST (IST)
share

Gujarat News Live: બોટાદ APMCમા દિવાળીના તહેવાર નિમિત્તે 7 દિવસની રજા જાહેર

બોટાદ APMCમા દિવાળીના તહેવાર નિમિત્તે 7 દિવસની રજા જાહેર. તા. ૭ નવેમ્બર ૨૬ શનિવાર થી ૧૩ નવેમ્બર ૨૬ ને શુક્રવાર સુધી રહેશે રજા. APMC મા ૭ દિવસ તમામ હરાજી નું કામકાજ રહેશે બંધ. તો ૧૪ નવેમ્બર ૨૬ ને શનિવાર થી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે.
 

03 Nov 2026 08:48 IST (IST)

Gujarat News Live: ગુજરાત સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ

ગુજરાત સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ આપવામાં આવી છે. વર્ગ ચારના કર્મચારીઓને ત્રીસ દિવસનું એડહોક બોનસ ચુકવાશે. વર્ગ-4 ના કર્મચારીઓને એડહોક બોનસ પેટે મહત્તમ રૂપિયા 7000ની મર્યાદા રહેશે. સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચના નિયમિત કર્મચારીઓને આ બોનસનો લાભ મળશે. સળંગ છ મહિનાની નોકરી પૂર્ણ કરનાર વર્ગ-4 ના કર્મચારીઓ બોનસને પાત્ર. રાજ્ય સરકારના પંચાયત તેમજ બોર્ડ અને નિગમના કર્મચારીઓને પણ લાભ મળશે.

03 Nov 2026 08:48 IST (IST)

Gujarat News Live: આંધ્ર પ્રદેશમાં 'મુરાસુ' વાવાઝોડાએ વેર્યો વિનાશ; સેંકડો વૃક્ષો ધરાશાયી, 20થી વધુ ફ્લાઈટ્સ રદ, બહાર ન નીકળવા અપીલ

બંગાળની ખાડીમાં સર્જાયું ગંભીર ચક્રવાતી તોફાન. આંધ્ર પ્રદેશના ઓંગોલ નજીક વાવાઝોડાનું લેન્ડફોલ. લેન્ડફોલ સમયે 120 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન. નેલ્લોર અને પ્રકાસમ જિલ્લામાં સેંકડો વૃક્ષો ધરાશાયી. વિજયવાડા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી. તેલંગણા અને ઓડિશામાં પણ ભારે વરસાદની ચેતવણી. વાવાઝોડાના ખતરાને પગલે 20થી વધુ ફ્લાઈટ્સ રદ. ગન્નાવરમ-ચેન્નાઈ એરપોર્ટ પર ખોરવાઈ ફ્લાઈટ્સ. નીચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર. NDRF અને SDRF ટીમની બચાવ કામગીરી યથાવત. CM ચંદ્રાબાબુ નાયડુએ યોજી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક. નાગરિકોને સુરક્ષિત ઘરમાં રહેવા મુખ્યમંત્રીની અપીલ. સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બહાર ન નીકળવા અપીલ.

03 Nov 2026 08:48 IST (IST)

Gujarat News Live: અમેરિકામાં મિડટર્મ ચૂંટણી પહેલાં ભારે તણાવ, અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો

અમેરિકામાં મિડટર્મ ચૂંટણી પહેલાં વધ્યો ભારે તણાવ જોવા મળ્યો છે. ચૂંટણી પહેલાં અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો. અમેરિકાએ ઈરાનના કેશ્મ દ્વીપ પર કર્યા વિસ્ફોટ. કેશ્મ દ્વીપ અને બંદર લેંગેહમાં ધડાકા સંભળાયા. ઈરાને બે અમેરિકી જાસૂસી ડ્રોન પાડ્યાનો દાવો. અમેરિકાના MQM-170 જાસૂસી ડ્રોન તોડી પડાયા.

03 Nov 2026 08:47 IST (IST)

Gujarat News Live: વડોદરામાં બિલ્ડર પાનસુરીયા બંધુ સામે વધુ બે ફરિયાદ નોધાઈ

વડોદરામાં બિલ્ડર પાનસુરીયા બંધુ સામે વધુ બે ફરિયાદ નોધાઈ છે. બોગસ બાનાખત અને ખોટી સહીઓથી મિલકતો અન્યને વેચી માર્યાનો ઘટસ્ફોટ. અમરેલી ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ પાનસૂરિયા સહિત પાંચ ભાગીદારો સામે વધુ બે ગુના. સિદ્ધેશ્વર પેરેડાઇઝ, પેસિફિક અને પ્રાઇમ પ્લસ સ્કીમમાં રોકાણકારોને ફસાવ્યાનો આક્ષેપ. કરોડોનું રોકાણ કરાવ્યા બાદ મલ્ટિપ્લેક્સ અને ફ્લેટ અન્યને વેચી માર્યાનો આરોપ. ફરિયાદીની જાણ બહાર બોગસ દસ્તાવેજો બનાવી બાનાખત એકતરફી રદ કર્યાનો આક્ષેપ. અગાઉની ફરિયાદો બાદ વધુ બે ગુના નોંધાતાં હરણી પોલીસે તપાસ શરૂ કરી.

03 Nov 2026 08:47 IST (IST)

Gujarat News Live: ગુજરાતમાં નકલ માફિયાઓ બન્યા બેફામ: કાલુપુરમાંથી નકલી ચાંદીના વરખનો પર્દાફાશ

ગુજરાતમાં નકલ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે કાલુપુરના જુના ઓકટ્રોય નાકા વિસ્તારમાં દરોડો પાડીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન મીઠાઈના વેપારીઓને સપ્લાય કરવામાં આવતા નકલી ચાંદીના વરખનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ ભેળસેળિયા તત્વો સામે મનપાની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેનાથી અસલીના નામે નકલી વરખ વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

03 Nov 2026 08:47 IST (IST)

Gujarat News Live: ગાંધીનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણીના નામ લગભગ નક્કી: મેયરપદે રૂપસિંહ ઠાકોર અને નેતા પદે અનિલસિંહ વાઘેલાના નામ નક્કી

ગાંધીનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી માટેના નામો લગભગ નક્કી થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે મુજબ મેયરપદ માટે રૂપસિંહ ઠાકોરનું નામ આખરી માનવામાં આવી રહ્યું છે, જ્યારે પક્ષના નેતા તરીકે અનિલસિંહ વાઘેલાનું નામ પણ લગભગ નિશ્ચિત થઈ ગયું છે. બીજી તરફ, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે બે-બે દાવેદારોના નામની ભારે ચર્ચા ચાલી રહી છે. ટૂંક સમયમાં જ તમામ નામોની સત્તાવાર જાહેરાત કરીને નવા હોદ્દેદારોની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
 

03 Nov 2026 08:46 IST (IST)

Gujarat News Live: રાજકોટમાં રખડતા ઢોરનો આતંક યથાવત: જેતલસર પાસે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા એકનું મોત, એકને પહોંચી ઈજા

રાજકોટ જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ અટકવાનું નામ નથી લઈ રહ્યો, જેનું તાજું ઉદાહરણ જેતલસર પાસે સામે આવ્યું છે. વહેલી સવારે એક્ટિવા પર સવાર થઈને જઈ રહેલા બે યુવકોને અચાનક રખડતા ઢોરે ગંભીર રીતે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રખડતા પશુઓના કારણે નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
 

03 Nov 2026 08:46 IST (IST)

Gujarat News Live: અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર: પાથરણાવાળાઓને અડફેટે લેતા 1નું મોત, 3 ઇજાગ્રસ્ત

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી એક બેફામ કારે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. રોડ કિનારે બેસીને વેપાર કરતા પાથરણાવાળાઓને આ અનિયંત્રિત કારે અડફેટે લીધા હતા, જેના કારણે સર્જાયેલી આ કરૂણ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અકસ્માત સર્જનાર બેફામ કાર ચાલકને ઝડપી પાડ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

03 Nov 2026 08:46 IST (IST)

Gujarat News Live: ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ દિવસમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને કર્યા પાયમાલ

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે. અચાનક આવેલા આ માવઠાના કારણે ખેતરોમાં લણણી કરીને રાખેલા મગફળીના પાથરા પલળી જતાં પાક સંપૂર્ણપણે બગડી ગયો છે, જેનાથી ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પોતાની વર્ષભરની મહેનત પાણીમાં જતી જોઈને પાયમાલ થયેલા ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની ઉગ્ર માગ કરી છે.

03 Nov 2026 08:45 IST (IST)

Gujarat News Live: આજે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, દિવાળીના દિવસે પણ રહેશે વાદળછાયું વાતાવરણ

દિવાળીના તહેવારો ટાણે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે, જે મુજબ આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. એટલું જ નહીં, દિવાળીના પાવન દિવસે પણ આકાશમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. આ સાથે આગામી સમયમાં, ખાસ કરીને ૧૨ થી ૧૪ નવેમ્બર દરમિયાન પણ રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું પડવાની શક્યતા છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, તો ગુજરાતમાં પ્રતિબંધ કેમ? સરાઝા પાર્ટી વિવાદ વચ્ચે પીપળીયાએ ખોલી દારૂબંધીની પોલ!

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, તો ગુજરાતમાં પ્રતિબંધ કેમ? સરાઝા પાર્ટી વિવાદ વચ્ચે પીપળીયાએ ખોલી દારૂબંધીની પોલ!

2

અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો

3

Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ, 14 વર્ષના કરિયરનો અંત

4

યુએસ મિડટર્મ ઇલેક્શન વચ્ચે અમેરિકાની ઇરાન પર એરસ્ટ્રાઇક: કેશમ આઇલેન્ડ પર ડ્રોન હુમલો, શું ફરી વધશે તણાવ?

5

અમદાવાદના નિકોલમાં ફોર્ચ્યુનર કારનો કહેર! પાથરણાવાળાઓને કચડ્યા, ચાર લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..