SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી: પોલીસ-બોમ્બ સ્ક્વોડ એલર્ટ, બાળકોને સુરક્ષિત ઘરે મોકલાયા

Ahmedabad Schools Bomb Threat: અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ફરી એકવાર ધમકી મળી છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, સેટેલાઈટની વિધા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન વિધાલયને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Written By Kinjal Patel
Published: Oct 27, 2026, 11:32 AM IST | Updated: Oct 27, 2026, 11:58 AM IST
Join

Ahmedabad Schools Bomb Threat: અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. શહેરની પ્રખ્યાત શાળાઓને ઈમેઈલ મારફતે આ ધમકી આપવામાં આવી છે, જેના પગલે પોલીસ પ્રશાસન, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક હરકતમાં આવી ગયા છે.

ઈ-મેઈલમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટ અને ખાલિસ્તાન નેશનલ આર્મીનો ઉલ્લેખ
આ ધમકીભર્યા મેઈલમાં એક ચોંકાવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેઈલમાં 'ખાલિસ્તાન નેશનલ આર્મી' ના નામે મોકલવામાં આવ્યો છે. ઈમેઈલમાં પ્રખ્યાત પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટનો ઉલ્લેખ કરીને ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ પોતાના બાળકને આ કોન્સર્ટમાં ન મોકલે. મેઈલમાં બપોરે 1:11 વાગ્યેશાળામાં બોમ્બ બ્લાસ્ટ થશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: અમદાવાદની શાળાઓને ફરી બૉમ્બની ધમકી, CM દિલ્લી જવા રવાના, રાધનપુરમાં એક જ પરિવારના 12 લોકોને ફૂડ પોઈઝનિંગ

કઈ-કઈ શાળાઓને મળ્યા ધમકીભર્યા ઈમેઈલ?

ધમકી મેળવનારી શાળાઓમાં નીચે મુજબની શાળાઓનો સમાવેશ થાય છે. સેટેલાઇટ, જોધપુર, બોડકદેવ અને ચાંદખેડા, ચાંદખેડા સ્થિત પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યાભારતી સ્કૂલ, સી.એન. વિદ્યાલય જેવા વિસ્તારોની જાણીતી શાળાઓને લક્ષ્ય બનાવવામાં આવી છે.

તમામ શાળાઓ ખાલી કરાવી, વાલીઓ મુકાયા ચિંતામા

ઈમેઈલ મળતાની સાથે જ શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. શાળાના બિલ્ડિંગોને ત્વરિત ખાલી કરાવવામાં આવ્યા હતા. વાલીઓને તાત્કાલિક જાણ કરીને બાળકોને શાળાએથી લઈ જવા માટે બોલાવવામાં આવ્યા હતા. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને સહીસલામત ઘરે રવાના કરવામાં આવ્યા હતા, જેના કારણે શાળા પરિસરમાં વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી.

તબાહી મચાવવા તૈયાર છે ખૂંખાર વાવાઝોડું 'અર્નબ', દેશના 4 રાજ્યોમાં મોટો ખતરો, શું ગુજરાતમાં વરસાદ પડશે?

તમામ શાળાઓના ખૂણે-ખૂણાની તપાસ હાથ ધરવામાં આવી

સ્થાનિક પોલીસને જાણ કરાતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તમામ શાળાઓના ખૂણે-ખૂણાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા મજબૂત કરી દેવામાં આવી છે.

11 મહિનામાં 8મી વખત બની આવી ઘટના

અમદાવાદ શહેર માટે આ પ્રકારની ધમકી કોઈ નવી વાત નથી. છેલ્લા 11 મહિનામાં આ 8મી વખત છે જ્યારે અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેઈલ કે મેસેજ મળ્યા હોય. વારંવાર બનતી ઘટનાઓને કારણે વાલીઓ અને શાળા પ્રશાસનમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. અત્યારે આ ધમકીભર્યા ઈમેઈલના મૂળ સુધી પહોંચવા માટે તપાસ ચલાવી રહી છે.

કેનેડામાં રોડ અકસ્માતમાં ગાંધીનગરના યુવક સહિત 4નાં મોત; મૃતદેહ વતન લાવવા પિતાની સરકારને કરૂણ અપીલ

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES