• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /તબાહી મચાવવા તૈયાર છે ખૂંખાર વાવાઝોડું 'અર્નબ', દેશના 4 રાજ્યોમાં મોટો ખતરો, શું ગુજરાતમાં વરસાદ પડશે?

તબાહી મચાવવા તૈયાર છે ખૂંખાર વાવાઝોડું 'અર્નબ', દેશના 4 રાજ્યોમાં મોટો ખતરો, શું ગુજરાતમાં વરસાદ પડશે?

Written ByKinjal Patel
Published: Oct 27, 2026, 08:48 AM IST|Updated: Oct 27, 2026, 08:51 AM IST
joinshare
Cyclone Arnab News: બંગાળની ખાડીમાં નિર્માણ થયેલું ચક્રવાત 'અર્નબ' આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આ વાવાઝોડાની સેટેલાઈટ તસવીરો કેમેરામાં કેદ કરી છે.

Cyclone Arnab News: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 'અર્નબ' વાવાઝોડું 27 ઓક્ટોબર સુધીમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે અને 28 ઓક્ટોબરની સવારે કે બપોરે આંધ્ર પ્રદેશ અને યનમના દરિયાકાંઠાને પાર (લેન્ડફોલ) કરવાની આશંકા છે.

પવનની ગતિ અત્યંત જોખમી સ્તરે પહોંચી જશે1/5

પવનની ગતિ અત્યંત જોખમી સ્તરે પહોંચી જશે

જ્યારે આ ચક્રવાત દરિયા કિનારે પહોચશે ત્યારે પવનની ગતિ અત્યંત જોખમી સ્તરે પહોંચી જશે. IMD મુજબ વાવાઝોડાના લેન્ડફોલ વખતે પવનની ગતિ 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, જે વધીને 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.
કાચા મકાનોને વ્યાપક નુકસાન થઈ શકે2/5

કાચા મકાનોને વ્યાપક નુકસાન થઈ શકે

આટલી તીવ્ર ઝડપના પવનો ભારે તબાહી લાવવાની ક્ષમતા ધરાવે છે. જો આ વાવાઝોડું પૂરતી તીવ્રતા ધારણ કરે, તો વીજળીની લાઈનો અને થાંભલાઓ પડી શકે છે, મોટા વૃક્ષો ઉખડી શકે છે અને કાચા મકાનોને વ્યાપક નુકસાન થઈ શકે છે.
6 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી સાથે ઓડિશામાં એલર્ટ3/5

6 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી સાથે ઓડિશામાં એલર્ટ

આફતના જોખમને ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર સજ્જ બન્યું છે. આંધ્ર પ્રદેશના સંવેદનશીલ વિસ્તારોમાંથી આશરે 6 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. અનેક દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
28 અને 29 ઓક્ટોબરે સ્કૂલો અને કોલેજો બંધ4/5

28 અને 29 ઓક્ટોબરે સ્કૂલો અને કોલેજો બંધ

આ વાવાઝોડાની સૌથી વધુ અસર આંધ્રની નજીક આવેલા ઓડિશા પર પણ થશે. રાજ્યમાં બચાવ અને રાહત કામગીરી માટે ODRAF (ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ) ની 60 ટીમો તૈનાત કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે 6 જિલ્લાઓમાં 28 અને 29 ઓક્ટોબરે સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
માછીમારો માટે ચેતવણી જાહેર, ચાર રાજ્યોમાં અપાયું એલર્ટ5/5

માછીમારો માટે ચેતવણી જાહેર, ચાર રાજ્યોમાં અપાયું એલર્ટ

સંભવિત ખતરાને જોતા માછીમારોને 29 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે. જો દરિયામાં રહેલી બોટો પલટી જાય તો જીવનું મોટું જોખમ સર્જાઈ શકે છે. IMDની ચેતવણી અનુસાર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના રહેવાસીઓએ આગામી ચાર દિવસ સુધી અત્યંત સતર્ક રહેવું પડશે, કારણ કે જરાય બેદરકારી મોટું નુકસાન કરી શકે છે.
TAGS:
Gujarati News

Trending

  • News
  • Photos
  • Videos
હાઇવેની પાસે રહેતા લોકો માટે સરકારની એક મોટી જાહેરાત, 1500ના વાર્ષિક પાસ સાથે મુક્તપણે પાર કરો ટોલ, જાણો

હાઇવેની પાસે રહેતા લોકો માટે સરકારની એક મોટી જાહેરાત, 1500ના વાર્ષિક પાસ સાથે મુક્તપણે પાર કરો ટોલ, જાણો

2

કેનેડામાં રોડ અકસ્માતમાં ગાંધીનગરના યુવક સહિત 4નાં મોત; મૃતદેહ વતન લાવવા પિતાની સરકારને કરૂણ અપીલ

3

જો શરીર બૂમો પાડી પાડીને આપે આ 10 ચેતવણીરૂપ સંકેત, સમજી જજો ડાયાબિટીસ થવાની છે તૈયારી!

4

હું 2027નો વર્લ્ડ કપ રમવા માંગુ છું, તેથી મારે શુભમન ગિલને ખુશ રાખવો પડશે, જાણો રોહિત શર્માએ આવું કેમ કહ્યું

5

તેલ બચાવવા ઝૂક્યું સાઉદી: દુશ્મની ભૂલીને ઈરાન પહોંચ્યા પ્રિન્સ ખાલિદ બિન સલમાન, હૂતિયોને કેમ આપી 1 અબજ ડોલરની ઓફર ?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.