અત્યારના સમયમાં આધુનિક લાઈફસ્ટાઈલ, ભાગદોડવાળી જિંદગી, ખરાબ ખાણીપીણી, અને ખરાબ દિનચર્ચાને પગલે લાઈફસ્ટાઈલ ડિસીઝ થવાના ચાન્સ વધુ રહે છે. જેમાંથી એક ડાયાબિટીસ પણ કહેવાય છે. હાલના સમયમાં ડાયાબિટીસના રોગીઓનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. શરીરમાં બ્લડશુરનું સ્તર વધે ત્યારે આપણું શરીર તે માપી લે છે અને સંકેતો આપતું હોય છે. જો તેને ધ્યાનમાં લઈએ તો અનેક મુસીબતોથી બચી શકાય છે. ડોક્ટરો અને સ્વાસ્થ્ય તજજ્ઞોના જણાવ્યાં મુજબ સતત થાક લાગવો, વધુ ભૂખ લાગવી, વારંવાર પેશાબ માટે જવું, ઘા ભરાતા વાર લાગે વગેરે ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે. જ્યારે બ્લડમાં શુગરનું પ્રમાણ વધે ત્યારે બોડી કેટલાક વોર્નિંગ સાઈન આપે છે જેને જો તમે સમયસર ઓળખી રહેશો તો તમારા માટે સારું રહી શકે છે.
(Disclaimer: પ્રિય વાંચકો આ લેખ ફક્ત સામાન્ય જાણકારી અને સલાહ આપે છે. કોઈ પણ પ્રકારે તે તબીબી મત કે વિકલ્પ નથી. આથી વધુ જાણકારી માટે હંમેશા કોઈ વિશેષજ્ઞ કે તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો. Z 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)