• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /કેનેડામાં રોડ અકસ્માતમાં ગાંધીનગરના યુવક સહિત 4નાં મોત; મૃતદેહ વતન લાવવા પિતાની સરકારને કરૂણ અપીલ

કેનેડામાં રોડ અકસ્માતમાં ગાંધીનગરના યુવક સહિત 4નાં મોત; મૃતદેહ વતન લાવવા પિતાની સરકારને કરૂણ અપીલ

Hiren Asodiya Death Canada Accident: કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગત 18 ઓક્ટોબરે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગર જિલ્લાના દશેલા ગામના યુવક હિરેન આસોડિયા સહિત ચાર ભારતીયોનાં મોત નીપજ્યાં છે. હિરેન છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ અર્થે કેનેડામાં રહેતો હતો. અકસ્માતને અઠવાડિયા કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં તેનો મૃતદેહ હજુ સુધી વતન પરત ન આવતાં પરિવારમાં ભારે ચિંતા અને શોકનું વાતાવરણ છવાયું છે.

Written ByKinjal Patel
Published: Oct 27, 2026, 10:13 AM IST|Updated: Oct 27, 2026, 10:26 AM IST
joinshare
કેનેડામાં રોડ અકસ્માતમાં ગાંધીનગરના યુવક સહિત 4નાં મોત; મૃતદેહ વતન લાવવા પિતાની સરકારને કરૂણ અપીલ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ખાતાધારકો ધ્યાન આપો! 10 નવેમ્બર પછી બંધ થઈ શકે છે PNB બેંક ખાતા, જાણો કેવી રીતે બચાવવા

ખાતાધારકો ધ્યાન આપો! 10 નવેમ્બર પછી બંધ થઈ શકે છે PNB બેંક ખાતા, જાણો કેવી રીતે બચાવવા

2

ટાઈગર શ્રોફ કેસમાં મોટો ખુલાસો, સલમાન ખાન કનેક્શનના કારણે નહીં પરંતુ આ કારણે થયો હતો અભિનેતા પર હુમલો

3

અમદાવાદની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી: પોલીસ-બોમ્બ સ્ક્વોડ એલર્ટ, બાળકોને સુરક્ષિત ઘરે મોકલાયા

4

હાઇવેની પાસે રહેતા લોકો માટે સરકારની એક મોટી જાહેરાત, 1500ના વાર્ષિક પાસ સાથે મુક્તપણે પાર કરો ટોલ, જાણો

5

કેનેડામાં રોડ અકસ્માતમાં ગાંધીનગરના યુવક સહિત 4નાં મોત; મૃતદેહ વતન લાવવા પિતાની સરકારને કરૂણ અપીલ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Hiren Asodiya Death Canada Accident: કેનેડામાં એક અકસ્માતમાં ગાંધીનગરના દશેલા ગામના યુવક સહિત 4 ભારતીયોના કરૂણ મોત નીપજ્યા છે. ગાંધીનગરનો હિરેન આસોડિયા છેલ્લા 5 વર્ષથી અભ્યાસ કરવા માટે કેનેડા ગયો હતો. એટલું જ નહીં, અકસ્માત થયો તેના પહેલાં જ તેણે પોતાની માતા સાથે છેલ્લી વાતચીત કરી હતી અને ત્યારબાદ મિત્રની બર્થ-ડે પાર્ટીમાં જવા નીકળ્યો હતો, જ્યાં આ ગમખ્વાર દુર્ઘટના ઘટી હતી. આજે આ ઘટનાને એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મૃતદેહ વતન ન પહોંચતા પરિવાર ભારે આઘાત અને ચિંતામાં ગરકાવ થઈ ગયો છે.

તબાહી મચાવવા તૈયાર છે ખૂંખાર વાવાઝોડું 'અર્નબ', દેશના 4 રાજ્યોમાં મોટો ખતરો, શું ગુજરાતમાં વરસાદ પડશે?

મર્સિડીઝ અને ટો ટ્રક વચ્ચે ગમખ્વાર ટક્કર
આ ઘટના વિશે જણાવીએ કે કેનેડામાં 18 ઓક્ટોબરના રોજ આ દુર્ઘટના બની હતી, જેમાં એક મર્સિડીઝ પેસેન્જર વાન અને ટો ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. પોલીસ તપાસના પ્રાથમિક અહેવાલ મુજબ, પશ્ચિમ તરફ જઈ રહેલી મર્સિડીઝ વાન સામેથી આવીને ટ્રક સ્ટોપ તરફ ડાબી બાજુ વળી રહેલા ટો ટ્રક સાથે અથડાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ના એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન યુનિટે ઘટનાસ્થળે પહોંચી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

દીકરાના મોતના સમાચારથી ભાંગી પડેલા પરિવારની પીડા છલકાઈ
આ ઘટનાને એક અઠવાડિયાથી વધારેનો સમય વીતી ગયો છે, છતાં કેનેડામાં કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાના કારણે ગાંધીનગરના હિરેનનો મૃતદેહ ભારત લાવી શકાયો નથી. દીકરાના મોતના સમાચારથી ભાંગી પડેલા પરિવારની પીડા અને ચિંતામાં મૃતદેહ મેળવવામાં થઈ રહેલા વિલંબને કારણે સતત વધારો થઈ રહ્યો છે.

Gujarat News Live: અમદાવાદ-રાજકોટમાં ભાજપની પદયાત્રા, 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી પર ફાયરિંગ, અમદાવાદમાં દુર્ઘટનામાં 2નાં મોત

હિરેનના પિતા બાબુભાઈ પરમારે ભારત સરકાર સમક્ષ ભારે હૈયે મદદની કરી અપીલ
હિરેનના પિતા બાબુભાઈ પરમારે ભારત સરકાર સમક્ષ ભારે હૈયે મદદની અપીલ કરી છે. તેમણે માંગ કરી છે કે કેનેડા સ્થિત ભારતીય દૂતાવાસ અને સ્થાનિક અધિકારીઓ સાથે તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય વાતચીત કરી જરૂરી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે.

સમગ્ર દશેલા ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ, અંતિમ દર્શન માટે રાહ જોતો પરિવાર
હિરેનના મોટા મમ્મી પુષ્પાબેને જણાવ્યું હતું કે, "ગત 17 ઓક્ટોબરના રોજ હિરેન સાથે વાત થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે તે પોતાના મિત્રની બર્થ-ડે પાર્ટીમાં જઈ રહ્યો છે. પરંતુ તે પછી તેના અકસ્માતના આઘાતજનક સમાચાર મળ્યા હતા. હાલમાં સમગ્ર દશેલા ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે અને પરિવાર પોતાના દીકરાના પાર્થિવ દેહના અંતિમ દર્શન અને તેની અંતિમવિધિ કરવા માટે અધીરો બન્યો છે. પિતા સહિત સમગ્ર પરિવાર સરકાર પાસે મદદની આશ લગાવીને બેઠો છે.

અમદાવાદમાં ફિલ્મી ઢબે ફાયરિંગ! 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપીના પગમાં વાગી ગોળી

સમાચારના મુખ્ય અંશ:-

  • કેનેડામાં અકસ્માતમાં ગાંધીનગરના યુવક સહિત 4નાં મોત  --
  • ગમખ્વાર અકસ્માતમાં 4 ભારતીયોના થયા હતા મોત  --
  • 18 ઓક્ટોબરે બ્રિટિશ કોલંબિયામાં સર્જાયો હતો અકસ્માત  --
  • અકસ્માતમાં દશેલાના હિરેન આસોડિયાનું થયું હતું મોત  --
  • હિરેન છેલ્લા 5 વર્ષથી અભ્યાસ માટે કેનેડામાં રહેતો હતો  --
  • યુવકનો મૃતદેહ વતન પરત ન આવતાં પરિવાર ચિંતિત  --
  • અઠવાડિયાથી વધુ સમય થયો છતાં મૃતદેહ ન પહોંચતા પરિવાર ચિંતિત --
  • હિરેનના પિતાએ ભારત સરકાર સમક્ષ મદદની અપીલ કરી  --
  • હિરેનનો મૃતદેહ વહેલી તકે ભારતમાં લાવવમાં આવે તેવી માગ  --
  • હિરેનના મોતથી દશેલા ગામમાં શોકનો માહોલ  --

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News