ગુજ્જુ અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફ પણ બોલીવુડમાં જાણીતું નામ છે. ટાઈગર શ્રોફની કાર પર હાલમાં જ હુમલો થયો હતો અને હુમલો થયો તે સમયે તે કારમાં સવાર હતો. આ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. તમામ એંગલથી કેસની તપાસ ચાલુ છે. આ બધા વચ્ચે મુંબઈ પોલીસે મોટો ખુલાસો કરતા કહ્યું કે કથિત રીતે વસૂલી, વર્ચસ્વ અને લોકોમાં દહેશત પેદા કરવા માટે ટાઈગર શ્રોફને ટાર્ગેટ કરાયો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાંચની આ તપાસ બાદ અભિનેતા પર હુમલાનું સત્તાવાર કારણ હવે સામે આવ્યું છે.