)
ગુજરાત સરકારના કૃષિ વિભાગમાં પાંચ અધિકારીઓની બદલીના આદેશ. ગાંધીનગરમાં ફરજ બજાવતા અને અન્ય જિલ્લાઓમાં કાર્યરત કૃષિ વિભાગના પાંચ અધિકારીઓની બદલીના સ્થળે ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂક. મહેસાણા ખેડા વડોદરા અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશ જાહેર. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી અમલ કરવાનો નિર્ણય.
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાં ત્રણ દિવસના હંગામી જામીન મળ્યા છે. બીમાર ભાઈને મળવા માટે અગાઉ જેલમાં બંધ ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ હાઈકોર્ટે એક દિવસના જામીન આપ્યા હતા. જો કે આ હુકમને હાઈકોર્ટમાં ચેલેન્જ કરાયો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે 3 દિવસના હંગામી જામીન મંજૂર કર્યાં છે.
રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના દરોડા. 800 કિલો વાસી નૂડલ્સનો જથ્થો ઝડપાયો. ભારતી ફૂડ એન્ડ બેવરેજીસમાંથી ઝડપાયો વાસી નૂડલ્સનો જથ્થો. 29 પેઢીમાં કરવામાં આવ્યું ચેકીંગ. 841કિલો વાસી જથ્થો ઝડપાયો. 12,500 રૂપિયા વહીવટી ચાર્જ અને 8પેઢીમાંથી નમૂના લેવામાં આવ્યા
કાજુ, બદામ, પિસ્તા, કિસમિસના ભાવમાં 20 ટકાનો વધારો. ભાવ વધવાની અસર ગ્રાહકી ઉપર પાડી . વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે માલની આવક ઓછી. ઓછી આવકની સાથોસાથ ગ્રાહકની સંખ્યા પણ ઓછી. પિસ્તા પ્રતિ કિલોએ 1900 થી 3400 રૂપિયા. કાજુ 800 થી 1600 રૂપિયા કિલો, કિસમિસ 600 થી 1200 રૂપિયા કિલો, જરદાલું 1000 થી 1400 રૂપિયા કિલો, અખરોટ 700 થી 800 રૂપિયા કિલો, બદામ 1200 થી 1480 રૂપિયા કિલો. દરેક વસ્તુઓમાં 5 થી 20 ટકાનો ભાવ વધારો નોંધાયો.
લોરેંસ બિશ્નોઇ છેલ્લા દોઢ વર્ષથી 200 ખોલી બેરેકમા છે આ બેરેક વિસ્તારમા બાકીની 50 ખોલી બેરેક હોય છે એમા એક બેરેકમા અમદાવાદ બોંબ બ્લાસ્ટના આરોપીઓ બીજા 50 બેરેકમા અન્ય બોંબ બ્લાસ્ટના આરોપીઓ રાખવામા આવ્યા છે. એક 50ની ખોલીમા એકલા લોરેંસને રાખવામા આવ્યા છે બાકીની 49 ખોલીઓ ખાલી રાખવામા આવે છે સુરક્ષાના ભાગરૂપે. લોંરેસ પર નજર રાખવા માટે બે સ્તરીય સુરક્ષા. તેમા એક સ્તરમા જેલ તરફથી સુરક્ષા અને બીજા સ્તરમા અમદાવાદ પોલીસ તરફથી નજર રાખવા માટે એક પીએસઆઇ અને ચાર હથિયારધારી પોલીસકર્મી 24 કલાક નજર રાખે છે.
વર્તમાન વિદ્યાસહાયકની ભરતી ને લઈ રિઝર્વ રખાયેલી ૭૭૪ જગ્યાઓ રીલીઝ કરવાની માંગ. વર્તમાન ભરતી માં નિષ્ફળ ગયેલા ઉમેદવારો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન થતા ૭૭૪ જગ્યાઓ રખાઈ છે રીઝર્વ. ૭૭૪ જગ્યાઓ પર પાસ થયેલા ઉમેદવારો નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થયું છે પૂર્ણ. બાકી રહેલી જગ્યાઓ પર જિલ્લા ફાળવણી સુધીની તમામ પ્રક્રિયા થઈ છે પૂર્ણ. સરકાર દ્વારા ૭૭૪ જગ્યાઓ બાબતે હાઈકોર્ટ માં જવાબ રજૂ કરી જિલ્લા ફાળવણી કરવાની માંગ.
પાંચ રાજ્યો ની 100 થી વધુ યુનિવર્સિટીઓના 500 થી ખેલાડીઓએ વેઇટલીફટિંગ ટુર્નામેન્ટ માં જોડાયા છે.મહેસાણા જિલ્લા ના વિસનગર એસ.કે.યુનિવર્સિટીમાં આજ થી પાંચ રાજ્યો ની યુનિવર્સિટીઓના વેઇટલીફટિંગ ના ખેલાડીઓની ટુર્નામેન્ટ યોજવા માં આવી છે.પાંચ રાજ્યો ની યુનિવર્સિટીમાંથી આવેલા મેન્સ અને વુમેન્સ સ્પર્ધકો વિવિધ કેટેગરી ના 500 થી વેઇટલીફટરો એ ટુર્નામેન્ટ માં ભાગ લીધો છે.વેઇટલીફટિંગ માં રમતગમત ક્ષેત્રે રમતવીરો ને પ્રાધાન્ય મળે એવા આશય થી યુનિવર્સિટી કક્ષા એ યોજાયેલી વેઇટલીફટિંગ ટુર્નામેન્ટ રમતવીરો ને વિશ્વકક્ષા એ નામ ના અપાવી શકે છે.
પીપાવાવ પોર્ટ રેલ માર્ગ પર ભમ્મર નજીક રેલવે ટ્રેક પર સિંહ અને સિંહણ સાથે જોવા મળ્યાં. રાત્રિના સમયે રેલવે ટ્રેક પર અચાનક બે સિંહ આવી ચડ્યા. વન રક્ષક નરેશ ધાંધલે તાત્કાલિક સિંહ યુગલને રેલવે ટ્રેક પરથી સુરક્ષિત રીતે દૂર ખસેડ્યાં. મોડી રાતે વન રક્ષકની સતર્કતાથી વધુ એક વખત સિંહ યુગલ ટ્રેન અકસ્માતનો ભોગ બનતાં બચ્યું. સાવરકુંડલા અને લીલીયા પંથકમાં અવારનવાર સિંહો રેલવે ટ્રેક પર આવી ચડવાની ઘટનાઓ બની રહી છે. પીપાવાવ તરફથી ટ્રેન આવે તે સમયે સિંહ સિંહણ ને રેલ ટ્રેક પર થી દૂર કરાયા મોટી દુર્ઘટના ટળી.
મહેસાણા જિલ્લાના વિસનગરના કડા ગામમાં શરદ પૂર્ણિમા એ અનોખી પરંપરા. શરદ પૂર્ણિમા એ પરી દશૅનનો અનોખો ઉત્સવ ઉજવાયો. ૨૦૦ વર્ષ જૂની પ્રાચીન પરંપરા મુજબ 'પરી દર્શન'નું ભવ્ય આયોજન. આ અલૌકિક પરંપરા ને નિહાળવા આસપાસ ના ગામો થી શ્રદ્ધાળુઓ ઉમટ્યા. અગાઉ અંબાજી સુધીનો પદયાત્રા સંઘ જતો અને ત્યાં બ્રાહ્મણના બે દીકરાઓને 'પરી'નો વેશ ધારણ કરાવી દર્શન કરાવાતા, જે બાદ ગામના આગેવાનોએ પરીદર્શન ની પરંપરા કડા ગામમાં જ શરૂ કરી. છેલ્લા ૪૦-૫૦ વર્ષથી તપોધન બ્રાહ્મણ પરિવારના કુંવારા યુવકોને ઊંચાઈ અને દેખાવના આધારે 'પરી' તરીકે પસંદ કરવામાં આવે છે. એવી લોકમાન્યતા છે કે પરી બનનાર યુવકોના લગ્ન એક વર્ષની અંદર થઈ જાય છે. નાયી સમાજના ભાઈઓ દ્વારા કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ દ્વારા યુવકોનો આકર્ષક શ્રૃંગાર કરવામાં આવે છે. નાગર શેરીમાંથી સજ્જ થયેલી રૂપકડી પરીઓને રથમાં બેસાડી આસો પૂનમના ચાંદનીના શીતલ પ્રકાશમાં આખા કડા ગામમાં ભવ્ય નગર પ્રદક્ષિણા કરવામાં આવે છે.
વડોદરામાં ગેસ લાઇન માટે 6 થી 8 મહીનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે. નવા ગેસ કનેક્શન મેળવવા વડોદરાવાસીઓ મારી રહ્યા છે વલખાં. અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ બાદ ગેસ લાઈનની માંગ વધી. છેલ્લા એક વર્ષથી હજારો અરજીઓ હાલમાં છે પેન્ડિંગ. હાલમાં શહેરમાં 3 લાખ લોકો પાઈપલાઈનથી મેળવી રહ્યા છે ગેસ. હાલમાં વડોદરા ગેસ લિમિટેડ કંપની 10 એજન્સી દ્વારા રોજ 250 જેટલા આપી રહી છે કનેક્શન. ગ્રાહકોએ વહેલીતકે ગેસ કનેક્શન આપવા અને કામગીરી ઝડપી કરવા માંગ કરી.
દાહોદમા એકજ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું. નજીવી તકરાર બાદ મામલો ઉગ્ર બનતા મારામારી. ગોધરા રોડ સ્થિત સાંસીવાડ માં બની ઘટના. મારામારી માં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ.
દાહોદમા એકજ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું. નજીવી તકરાર બાદ મામલો ઉગ્ર બનતા મારામારી. ગોધરા રોડ સ્થિત સાંસીવાડ માં બની ઘટના. મારામારી માં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ.
અમદાવાદની શાળાઓને ફરી મળી બૉમ્બની ધમકી મળી છે. જોધપુરમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલને ધમકી મળી. પ્રશાશન દોડતું થયું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્લી જવા રવાના. પાણી માટે દિલ્હીમાં બેઠક મળશે. અછતની સ્થિતિમાં પાણી ને લઈ મહત્વની બેઠક. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સાથે બેઠક. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સરકાર સાથે બેઠક.
પાટણના રાધનપુરમાં ફૂડ પોઈઝિંગની ઘટના આવી સામે. ભેળ ખાધા બાદ ફૂડ પોઈઝિંગની ઘટના. બંધવડ ગામના એકજ પરિવારના 12 લોકોને ફૂડ પોઈઝિંગની અસર. તમામ અસર ગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હિમજા ક્લિનિક 8 લોકોને અપાઈ સારવાર 4 અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ. ઝાડા ઉલટી અને તાવ જેવી બીમારી થઈ. એકજ પરિવાર ના લોકોએ ભેળ પાર્સલ કરાવીને પરિવાર સાથે ખાધી હતી. ભેળ ખાધા બાદ લોકોની તબિયત લથડી. ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નગર પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થવા પામ્યા. ફૂડ પોઈઝિંગ ઘટના બાદ પણ ઊંઘી રહ્યું છે તંત્ર. ખાધ પ્રદાથોની ગુણવતા અને સ્વચ્છતાની તપાસ થશે કે કેમ તેવા સવાલો ઉભા થવા પામ્યા.
અમદાવાદમાં BRTS કોરિડોર હટાવવાની વિચારણા! નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલની રજુઆત બાદ સર્વે. દિલ્હી દરવાજાથી પારસનગર સુધી BRTS કોરિડોર હટાવવાનો સર્વે. BRTS કોરિડોરના કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધતી હોવાની ધારાસભ્યની રજૂઆત. BRTS કોરિડોરના કારણે મુખ્ય રસ્તાઓ સાંકડા થતાં ટ્રાફિકની સમસ્યા. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તંત્રની કવાયત.
પાટણના સમીના તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત થયું છે. સમી ગામના તળાવમાં નાહવા પડેલા આધેડનું ડૂબી જતાં મોત. મૃતકની ઓળખ સમીના શ્રીમાળી મનુભાઈ મગનભાઈ તરીકે થઈ. આધેડ તળાવમાં ડૂબતાં આસપાસના લોકોના ટોળેટોળાં ઉમટ્યા. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે દોડી આવી. સમી ડિઝાસ્ટર ટીમ, મામલતદાર, તલાટી અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આધેડનો મૃતદેહ બહાર કઢાયો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સમી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો. સમી પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી.
સુરતના અલથાણમાં દુઃખદ ઘટના. પાણીની ડોલમાં ડૂબતાં 11 મહિનાની બાળકીનું મોત. સુરતના અલથાણ વિસ્તારમાં લક્ષ્મી હોમ્સમાં બની દુઃખદ ઘટના. ઘરમાં રમતી 11 મહિનાની બાળકી પાણીની ડોલમાં પડી. પરિવારજનો બાળકીને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ દોડી ગયા. ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકી પ્રિયાંશીનું મોત. ફર્નિચરના વેપારી મનોહર સિંહના પરિવારમાં શોકનો માહોલ.
મનના માણિગર સાથે લગ્ન કરવા નવસારીની યુવતી ઓનલાઈન જ્યોતિષના ચક્રવ્યૂહમાં ફસાઈ. મધ્યપ્રદેશના ઈશા શર્મા નામના જ્યોતિષની ઈન્સ્ટાગ્રામ રીલ જોઈ ગણદેવીના વણગામની યુવતી લાખોમાં ઠગાઈ. યુવતીની પસંદના યુવાન સાથે લગ્ન કરાવવા જ્યોતિષે શરૂઆતમાં પૂજા વિધિના નામે પડાવ્યા રૂપિયા. કોઈ ફાયદો થતો ન હોવાથી યુવતીએ હાથ ખંખેર્યા, તો જ્યોતિષ ઈશા શર્માએ યુવતી અને તેના મનગમતા યુવાનનો ફોટો વાયરલ કરી, પરિવારને જણાવી દેવાની ધમકી આપી શરૂ કર્યું બ્લેક મેઈલ. આરોપી જ્યોતિષે અલગ અલગ 29 બેંક એકાઉન્ટમાં યુવતી પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવી 28.43 લાખ ઉસેટી લીધા. જ્યોતિષના ચક્રવ્યૂહમાં ફસાયેલી વણગામની યુવતીએ હિંમત કરી બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી
રાજકોટમાં ભાજપે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને ભાજપે વળતો પ્રહાર કરતાં અનેક સવાલો ઉઠાવ્યા છે. રાજકોટમાં ભાજપના પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેએ પત્રકાર પરિષદને સંબોધી કોંગ્રેસને નર્મદાના પાણીથી લઈને લોકતંત્ર સુધીના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણીની વ્યવસ્થાને લઈને ભાજપે સરકારની કામગીરીને બિરદાવી હતી અને કોંગ્રેસના શાસનકાળની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...