• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /અમદાવાદમાં ફિલ્મી ઢબે ફાયરિંગ! 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપીના પગમાં વાગી ગોળી

અમદાવાદમાં ફિલ્મી ઢબે ફાયરિંગ! 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપીના પગમાં વાગી ગોળી

Ahmedabad : સમય સાંજના આશરે સાડા ચાર વાગ્યાનો, સ્થળ અમદાવાદનો સૌથી વ્યસ્ત ગણાતો સાબરમતી રિવરફ્રન્ટ રોડ, રોજની જેમ વાહનોની અવરજવર ચાલુ હતી, ત્યાં જ અચાનક મુખ્ય રસ્તા પર એક સરકારી ગાડી ઊભી રહે છે. ઝપાઝપી થાય છે અને અચાનક હવામાં ગોળીઓનો અવાજ ગુંજી ઉઠે છે. ત્યારે આ લેખમાં જાણીશું, શું છે સમગ્ર ઘટના.

Written ByDilip Chaudhary
Published: Oct 26, 2026, 07:16 PM IST|Updated: Oct 26, 2026, 07:23 PM IST
joinshare
અમદાવાદમાં ફિલ્મી ઢબે ફાયરિંગ! 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપીના પગમાં વાગી ગોળી

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
DA Hike: કેન્દ્રીય કર્મચારીઓને જોવી પડશે વધુ રાહ, 3% વધી શકે છે મોંઘવારી ભથ્થું

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓને જોવી પડશે વધુ રાહ, 3% વધી શકે છે મોંઘવારી ભથ્થું

2

1 નવેમ્બરથી બદલાઈ જશે આ મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર!

3

ભારતની બોર્ડરથી અંદર આવ્યા ચીની વાહનો? સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોથી ભારે હોબાળો, સરકારે કરી સ્પષ્ટતા, જાણો

4

સની દેઓલની આવનારી ફિલ્મ 'સૂર્યા'ની આવી હશે કહાની, ક્લાઇમેક્સ કરી શકે છે હેરાન

5

અમદાવાદમાં ફિલ્મી ઢબે ફાયરિંગ! 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપીના પગમાં વાગી ગોળી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ahmedabad : 25 કરોડ રૂપિયાના હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સનસનાટીભર્યા દ્રશ્યો સર્જાયા કાયદાની સરેઆમ ધજ્જિયાં ઉડાવીને નાસી છૂટવાનો પ્રયાસ કરનાર ડ્રગ્સ માફિયાને ક્રાઈમ બ્રાન્ચે દિનદહાડે જ ભોંયભેગો કરી દીધો છે. ક્રાઈમ બ્રાન્ચની આ સિંઘમ સ્ટાઈલ એક્શનથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

આરોપીની ભાગવાની ચાલ નિષ્ફળ

વાત એમ છે કે 25 કરોડના ડ્રગ્સ પ્રકરણના મુખ્ય આરોપી કફીલ અહમદને પોલીસ પ્રોટેક્શન હેઠળ રૂટીન હોસ્પિટલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસની ગાડી જ્યારે સાંજે આશરે સાડા ચાર વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે શાતિર આરોપી કફિલે નાસી છૂટવાનો એક મોટો અને જોખમી પ્લાન બનાવ્યો હતો.

અમદાવાદના સોલામાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં મોટી દુર્ઘટના, બે શ્રમિકોના મોત

ચાલુ ગાડીએ અચાનક જવાનો પર હુમલો

પોલીસ પકડમાંથી મુક્ત થવા માટે કફીલે ચાલુ ગાડીએ અચાનક જવાનો પર હુમલો કરી દીધો. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને આરોપી વચ્ચે ભારે ઝપાઝપી અને ઘર્ષણ થયું હતું. સ્થિતિ કાબૂ બહાર જતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી કફીલ એહમદ ઉર્ફે જાવેદ અન્સારીના પગમાં ફાયરિંગ કર્યું. ગોળી વાગતા જ લોહીલુહાણ થયેલો ડ્રગ્સ માફિયા રસ્તા પર જ ઢળી પડ્યો.

આ ઓપરેશને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં ગુનેગારો ગમે તેટલા શાતિર કેમ ન હોય, પણ કાયદાના લાંબા હાથ અને ક્રાઈમ બ્રાન્ચના સચોટ નિશાનાથી તેઓ ક્યારેય બચી શકશે નહીં.

20 ઓક્ટોબરે પોલીસે કરી હતી ધરપકડ

ઉલ્લેખનીય છે કે 20 ઓક્ટોબરે એક્સપ્રેસ હાઈવે પરથી એક કાળા કલરની ગાડીમાંથી ડ્રગ્સના જથ્થા સાથે કફીલ સહિતના ત્રણ આરોપીની ધરપકડ કરાઈ હતી અને તેમની પાસેથી કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો જપ્ત થયો હતો. આ એ જ 25 કરોડના ડ્રગ્સ કેસનો કિંગપિન કફીલ છે, જેણે રિવરફ્રન્ટ પર પોલીસ પર હુમલો કરીને ભાગવાનું સાહસ કર્યું અને અંતે પગમાં ગોળી ખાવાનો વારો આવ્યો.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News