વૈશ્વિક બજારમાં આજે પણ સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો. બીજી બાજુ ઘર આંગણે વાયદા બજાર અને રિટેલ બજારમાં પણ સોનું-ચાંદી ગગડ્યા. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, મોંઘવારીની ચિંતા અને અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજ દરોને લઈને અનિશ્ચિતતાઓએ સોના અને ચાંદી પર દબાણ વધાર્યું છે. IBJA પર સોનું 628 રૂપિયા જ્યારે ચાંદી 2442 રૂપિયા જેટલી ઘટાડા સાથે જોવા મળી છે. MCX ઉપર પણ સોનું 1.42 લાખ અને ચાંદી 1.92 લાખ આસપાસ જોવા મળ્યા છે.
IBJA પર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 628 રૂપિયા તૂટીને 141082 રૂપિયાની આસપાસ જોવા મળ્યું છે જે કાલે 141710 રૂપિયા પર બંધ થયું હતું. આ ઉપરાંત ચાંદીમાં મોટું કરેક્શન છે. ભાવમાં 2442 રૂપિયા ઘટાડો થઈને આજે 192037 રૂપિયાની સપાટીએ પ્રતિ કિલો જોવા મળી છે. જે કાલે 194479 રૂપિયા પ્રતિ કિલો બંધ થઈ હતી.
આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. આ ભાવ દિવસમાં બેવાર જાહેર થાય છે. જાહેર રજાઓ અને શનિવાર તથા રવિવારે એસોસિએશન નવા ભાવ જાહેર કરતું નથી. તેના ભાવ દેશભરમાં માન્ય છે.
#indicative #Retail Selling #Rates for #Jewellery To get these rates on your phone give a missed call on - 8955664433 For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459 Follow us on Twitter : https://t.co/hRezuawiQW Follow us on Instagram : https://t.co/3vg1tjL62h Follow us on Facebook : https://t.co/smodeFXecm Follow us on Linkedin : https://t.co/dKUD95mzZR Subscribe to IBJA YouTube Channel : https://t.co/ORoJbQDEUK Visit IBJA Website : https://t.co/HT1GRh5y8C Join Whatsapp Group : : https://t.co/heYoYinukJ Join IBJA Whatsapp Channel : https://t.co/G6oCST64qw . . . #GoldRates #GoldJewellery #IBJA #BullionMarket #JewelleryRates #GoldPriceUpdate #GoldMarket #PreciousMetals #GoldTrading #JewelleryBusiness #IndianBullion #BullionIndustry #JewelleryIndustry #GoldInvestment #GoldNews #FinanceNews #MarketUpdate #InvestmentTips #GoldLovers #GoldDealer #GoldRates #GoldJewellery #BullionMarket #JewelleryBusiness #GoldPriceUpdate #GoldInvestment
— IBJA (@IBJA1919) October 27, 2026
MCX પર બપોરે એક વાગ્યાની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.43 ટકાના ઘટાડા સાથે 142456 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 1.90 ટકાના ઘટાડા સાથે 192075 રૂપિયાના ભાવે જોવા મળી છે.
કોમેક્સ પર સોનું છેલ્લે 4016.50 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 52.870 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યા છે. સોના અને ચાંદી પર આટલું દબાણ આવવાનું શું કારણ છે તેના ઉપર પણ એક નજર ફેરવો.