• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /Gold Price Explainer: હાઈથી સોનું 34000 અને ચાંદી 1.91 લાખ સસ્તા થઈ ચૂક્યા છે, શું 1 લાખથી પણ નીચે જશે સોનાનો ભાવ?

Gold Price Explainer: હાઈથી સોનું 34000 અને ચાંદી 1.91 લાખ સસ્તા થઈ ચૂક્યા છે, શું 1 લાખથી પણ નીચે જશે સોનાનો ભાવ?

Gold Rate Today: સોના અને ચાંદીમાં આ અઠવાડિયે ભારે ઉથલપાથલ જોવા મળી છે. 10 ગ્રામ 24 કેરેટ સોનામાં 4776 રૂપિયા જેટલો જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 15,052 રૂપિયા જેટલો ભાવ તૂટ્યો છે. આ અઠવાડિયે જ નહીં પરંતુ ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ કિંમતી ધાતુઓમાં જબરદસ્ત ઉતાર ચડાવ જોવા મળ્યો છે. એમા પણ બેંક ઓફ અમેરિકાએ કરેલા અનુમાન મુજબ સોનાના ભાવ એક લાખ રૂપિયાથી પણ નીચે જઈ શકે છે.

Written ByViral Raval
Published: Oct 24, 2026, 01:54 PM IST|Updated: Oct 24, 2026, 02:01 PM IST
joinshare
Gold Price Explainer: હાઈથી સોનું 34000 અને ચાંદી 1.91 લાખ સસ્તા થઈ ચૂક્યા છે, શું 1 લાખથી પણ નીચે જશે સોનાનો ભાવ?
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયસની મોટી જાહેરાત, આ દિગ્ગજને સોંપી હેડ કોચની જવાબદારી

IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયસની મોટી જાહેરાત, આ દિગ્ગજને સોંપી હેડ કોચની જવાબદારી

2

Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતિ રાવ હૈદરીની જામી જોડી, આ ઓટીટી પર રિલીઝ થશે રોમ-કોમ મુવી

3

દિવાળી પહેલા શું ખરેખર ગુજરાતમાં છે મોટો ખતરો! બંગાળની ખાડીમાં 'અર્નબ' મચાવશે તબાહી! તાઈવાનમાં 'ચાંપી' એ વેર્યો વિનાશ

4

Gold Price Explainer: હાઈથી સોનું 34000 અને ચાંદી 1.91 લાખ સસ્તા થઈ ચૂક્યા છે, શું 1 લાખથી પણ નીચે જશે સોનાનો ભાવ?

5

Navel Oiling: સ્કિનની કઈ સમસ્યા માટે નાભિમાં કયું તેલ લગાડવું જાણો, ફાટેલા હોઠથી લઈ ખીલની તકલીફ મટી જશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આ વર્ષની શરૂઆત થઈ ત્યારે જાન્યુઆરીના અંતમાં કિંમતી ધાતુઓ તેમના ઓલટાઈમ હાઈ રેટ પર પહોંચી હતી જેમાં IBJAની વાત કરીએ તો સોનું 1.76 આસપાસ પહોંચ્યું હતું અને ચાંદી 3.85 લાખ આસપાસ પહોંચી ગઈ હતી. પરંતુ ત્યારબાદ જે ઉતાર ચડાવ જોવા મળ્યા છે તેના કારણે ભાવ હાલ સોનું 1.41 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1.94 લાખ પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઈ છે. આ અઠવાડિયાની તો ઠીક પરંતુ જો ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો ઓક્ટોબર મહિનાની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 7057 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે જ્યારે ચાંદી ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં 27539 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે. એમાં પણ પાછી બેંક ઓફ અમેરિકાએ તો હજું  ભાવ ઘટવાનું અનુમાન કરેલું છે. તો આગળ શું સ્થિતિ રહેશે?

સોનાનો ઓલટાઈમ ભાવ

  • IBJAના ડેટા જોઈએ તો 24 કેરેટ સોનાનો 10 ગ્રામ લેખે ઓલટાઈમ હાઈ રેટ જાન્યુઆરીના અંતમાં 176121 પર પહોંચ્યો હતો. જે હવે ગગડીને 141630 રૂપિયા પર પહોંચી ગયો છે.  
  • જ્યારે ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીનો ઓલટાઈમ હાઈ રેટ જાન્યુઆરીમાં 385933 રૂપિયા પર પહોંચ્યો હતો જે હવે છેલ્લા બંધ ભાવ પ્રમાણે 194415 રૂપિયા પ્રતિ કિલો છે.

ઓલટાઈમ હાઈથી કેટલા સસ્તા સોના ચાંદી?

ઉપર દર્શાવેલા ભાવને જો સરખાવીએ તો હાલ ઓલટાઈમ હાઈથી સોનું 34,491 રૂપિયા અને ચાંદી 191518 રૂપિયા જેટલા સસ્તા થઈ ગયા છે.

ઓક્ટોબર મહિનામાં શું રહી સોનાની સ્થિતિ?

  • નવો મહિનો ઓક્ટોબર શરૂ થયો ત્યારે 24 કેરેટ સોનાનો ખુલતો ભાવ (IBJA) 148687 રૂપિયા હતો. જ્યારે અત્યાર સુધીના છેલ્લા કારોબારી દિવસ એટલે કે 23 ઓક્ટોબર 2026ના રોજ સોનાનો બંધ ભાવ 141630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
  • જ્યારે ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીનો 1 ઓક્ટોબર 2026ના રોજ ખુલતો ભાવ 221954 રૂપિયા હતો જ્યારે 23 ઓક્ટોબરના રોજ ચાંદીનો બંધ ભાવ 194415 રૂપિયા પ્રતિ કિલો હતો.

ઓક્ટોબરમાં કેટલા સસ્તા થયા સોના-ચાંદી?

એ રીતે જોઈએ તો હજુ ઓક્ટોબર મહિનાનું એક અઠવાડિયા જેટલો સમય બાકી છે પરંતુ અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 7057 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 27539 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે.

સોના અને ચાંદીનો લેટેસ્ટ ભાવ (કેરેટ પ્રમાણે)

  • 24 કેરેટ સોનાનો 1 ગ્રામ પ્રમાણે ભાવ- 14163 રૂપિયા
  • 22 કેરેટ સોનાનો 1 ગ્રામ પ્રમાણે ભાવ- 13823 રૂપિયા
  • 20 કેરેટ સોનાનો 1 ગ્રામ પ્રમાણે ભાવ- 12605 રૂપિયા
  • 18 કેરેટ સોનાનો 1 ગ્રામ પ્રમાણે ભાવ- 11472 રૂપિયા
  • 14 કેરેટ સોનાનો 1 ગ્રામ પ્રમાણે ભાવ- 9135 રૂપિયા
  • એક કિલો ચાંદીનો ભાવ- 194415 રૂપિયા
    (સ્ત્રોત- IBJA)

ભાવ હજુ નીચે જવાની ભવિષ્યવાણી!

  • વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીના ભાવ જોઈએ તો કોમેક્સ ગોલ્ડ 4010 રૂપિયા પ્રતિ ઔંસ જોવા મળ્યું. જ્યારે કોમેક્સ સિલ્વર 53.960 રૂપિયા પ્રતિ ઔંસ છેલ્લે જોવા મળી હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે સોનાના ભાવ હજું દબાણ હેઠળ રહી શકે છે. વાત જાણે એમ છે કે બેંક ઓફ અમેરિકા (BoFA)ના એક અનુમાન મુજબ સોનું 3700 ડોલર પ્રતિ ઔંસ સુધી ગગડી શકે છે. ભારતીય કરન્સીમાં આ કિંમત 1.12 લાખ પ્રતિ 10 ગ્રામ આસપાસ થઈ શકે છે. 
  • બેંકનું એવું માનવું છે કે છેલ્લા અનેક વર્ષોની તેજી બાદ હવે સોનાના ભાવને સાચવવા માટે હજુ વધુ સમય કે મોટા કડાકાની જરૂર પડી શકે છે. જો કે, જો સોનું આ વર્ષના નીચલા સ્તરને જાળવી રાખે તો તેજી પાછી ફરવાનો રસ્તો પણ ખુલી શકે છે. 
  • બેંક ઓફ અમેરિકાના એક રિપોર્ટ મુજબ જાન્યુઆરી 2026માં લગભગ 5595 ડોલર પ્રતિ ઔંસનો રેકોર્ડ બનાવ્યા બાદ સોનામાં કડાકો શરૂ થયો. બેંક તેને લાંબી તેજી બાદ ચાલતા કરેક્શનનો ભાગ માને છે. 
  • 16 જુલાઈ 2026ના પોતાના એક રિપોર્ટમાં પણ બેંકે કહ્યું હતું કે સોનાને પાછલી તેજીની અસરમાંથી બહાર નીકળવા માટે વધુ સમય કે ભાવમાં કડાકાની જરૂર પડી શકે છે. 
  • હવે આ  કરેક્શનને લગભગ 38 અઠવાડિયા થઈ ચૂક્યા છે પરંતુ બેંકના જણાવ્યાં મુજબ ગત તેજીની સરખામણીમાં આ સમયગાળો હજુ પણ નાનો છે. આથી સોનામાં કડાકાનો દોર આગળ પણ ચાલુ રહી શકે છે.

(Disclaimer: સોનામાં ભાવ ઘટવાની સંભાવના અંગેની માહિતી ફક્ત ઓપિનિયન આધારિત  છે. Z 24 કલાક કોઈ દાવો કે પુષ્ટિ કરતું નથી)

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gold