• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /વડોદરામાં PNG ગેસ કનેક્શન માટે ‘મહામારી’; 6થી 8 મહિનાનું વેઇટિંગ, હજારો અરજીઓ વચ્ચે લાગી લાંબો કતારો!

વડોદરામાં PNG ગેસ કનેક્શન માટે ‘મહામારી’; 6થી 8 મહિનાનું વેઇટિંગ, હજારો અરજીઓ વચ્ચે લાગી લાંબો કતારો!

Vadodara Gas: વડોદરામાં ગેસ લાઇન માટે 6 થી 8 મહીનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે. નવા ગેસ કનેક્શન મેળવવા વડોદરાવાસીઓ વલખાં મારી રહ્યા છે. અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ બાદ ગેસ લાઈનની માંગ વધી. છેલ્લા એક વર્ષથી હજારો અરજીઓ હાલમાં પેન્ડિંગ છે. હાલમાં શહેરમાં 3 લાખ લોકો પાઈપલાઈનથી ગેસ મેળવી રહ્યા છે. હાલમાં વડોદરા ગેસ લિમિટેડ કંપની 10 એજન્સી દ્વારા રોજ 250 જેટલા કનેક્શન આપી રહી છે. ગ્રાહકોએ વહેલીતકે ગેસ કનેક્શન આપવા અને કામગીરી ઝડપી કરવા માંગ કરી.

Written ByKinjal Patel
Published: Oct 27, 2026, 01:18 PM IST|Updated: Oct 27, 2026, 01:29 PM IST
joinshare
વડોદરામાં PNG ગેસ કનેક્શન માટે ‘મહામારી’; 6થી 8 મહિનાનું વેઇટિંગ, હજારો અરજીઓ વચ્ચે લાગી લાંબો કતારો!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
જોરદાર વેચાઈ રહી છે આ CNG ગાડીઓ, Maruti-Tataનો જલવો, જુઓ ટોપ 10 લિસ્ટ

જોરદાર વેચાઈ રહી છે આ CNG ગાડીઓ, Maruti-Tataનો જલવો, જુઓ ટોપ 10 લિસ્ટ

2

Gold Rate Today: દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.92 લાખ, જાણો સોનાનો લેટેસ્ટ રેટ

3

વડોદરામાં PNG ગેસ કનેક્શન માટે ‘મહામારી’; 6થી 8 મહિનાનું વેઇટિંગ, હજારો અરજીઓ વચ્ચે લાગી લાંબો કતારો!

4

લોરેન્સ બિશ્નોઈની કાળી કહાની! સાબરમતીમાં આસપાસની 49 કોટડીઓ છે ખાલી, આ રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન

5

એક ક્લિકે 9મા માળે પહોંચશે દૂધ! બનાસ ડેરીનું વેરહાઉસ દેશમાં બન્યું હાઇટેક, રોબોટ સંભાળશે 11 હજાર પેલેટનો સંગ્રહ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાના દાંડિયાબજાર સ્થિત VGL ઓફિસ બહાર આજકાલ રોજ સવારે નવા કનેક્શન માટે લાંબી કતારો જોવા મળે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ અને યુદ્ધની સ્થિતિ બાદ એલપીજી સિલિન્ડરના વિકલ્પ તરીકે પાઈપલાઈન ગેસની માંગ અચાનક વધી ગઈ છે. માત્ર રહેણાંક જ નહીં, પરંતુ કોમર્શિયલ ગેસ કનેક્શનો માટે પણ પડાપડી થઈ રહી છે.

સાબરમતી જેલમાં લોરેન્સ પર '200 ખોલી' વાળો પહેરો: 7.5x11ની કાલકોઠડીમાં પુરાયો ગૅંગસ્ટર, જેલમાં બંધ છતાં કેવી રીતે ચાલે છે નેટવર્ક?

6થી 8 મહિનાનું વેઇટિંગ, હજારો અરજીઓ અટવાઈ!

હાલ વડોદરા શહેરમાં અંદાજે 3 લાખ લોકો પાઈપલાઈન દ્વારા ગેસ મેળવી રહ્યા છે. વડોદરા ગેસ લિમિટેડ કંપની દ્વારા 10 એજન્સીઓની મદદથી રોજના અંદાજે 250 નવા કનેક્શન આપવામાં આવી રહ્યા છે, જે વધતી જતી માંગ સામે ખૂબ જ ઓછા છે. છેલ્લા એક વર્ષથી હજારો અરજીઓ પેન્ડિંગ હોવાથી નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જ્યાંથી દેશમાં ગેસ લાઈન શરૂ થઈ ત્યાં જ તંગી!

ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌપ્રથમવાર વડોદરા શહેરમાં જ પાઈપલાઈનથી ગેસ કનેક્શન આપવાની શરૂઆત થઈ હતી. તેમ છતાં, વર્તમાન સમયમાં તંત્રની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરીના કારણે શહેરીજનો સમયસર ગેસ કનેક્શન મેળવી શકતા નથી. PNG ગેસના ભાવમાં વધારો થયો હોવા છતાં લોકોની ડિમાન્ડ અટકવાનું નામ નથી લઈ રહી. VGL કંપનીના અધિકારી કહી રહ્યા છે કે લોકોને ઝડપથી નવા ગેસ કનેક્શન મળી જાય તે માટે કામગીરી કરાઈ રહી છે.

અમદાવાદની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી: પોલીસ-બોમ્બ સ્ક્વોડ એલર્ટ, બાળકોને સુરક્ષિત ઘરે મોકલાયા

VGL ઓફિસ બહાર ગ્રાહકોનો ભારે રોષ

ગ્રાહકોની સ્પષ્ટ માંગ છે કે VGL કંપની દ્વારા કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવે અને વેઇટિંગ પિરિયડ ઘટાડીને વહેલી તકે કનેક્શન ફાળવવામાં આવે, જેથી સામાન્ય જનતાને પડી રહેલી હાલાકીમાંથી રાહત મળી શકે. હાલમાં હજારો નવા ગેસ કનેક્શનની અરજી પેન્ડિંગ છે ત્યારે કેટલા સમય સુધી લોકોને હજી PNG ગેસ માટે રાહ જોવી પડશે તે સવાલ ઉઠી રહ્યો છે. 

સમાચારના અંશો:-

  • VGLની ગોકળગાય ગતિથી વડોદરાવાસીઓ પરેશાન! 
  • વડોદરામાં ગેસ કનેક્શન માટે લાગી લાંબી કતારો
  • PNG ગેસના ભાવ વધ્યા છતાં માંગમાં મોટો ઉછાળો
  • VGL ઓફિસ બહાર ગ્રાહકોનો ભારે રોષ
  • LPG કરતા PNG તરફ વળ્યા વડોદરાવાસીઓ

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News