• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /લોરેન્સ બિશ્નોઈની કાળી કહાની! સાબરમતીમાં આસપાસની 49 કોટડીઓ છે ખાલી, આ રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન

લોરેન્સ બિશ્નોઈની કાળી કહાની! સાબરમતીમાં આસપાસની 49 કોટડીઓ છે ખાલી, આ રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન

Lawrence Bishnoi : એક એવો કેદી. જે જેલની કાળકોટડીમાં બંધ છે, છતાં આખું અંડરવર્લ્ડ તેના એક ઈશારા પર નાચે છે! અમદાવાદની સાબરમતી જેલની '200 ખોલી'ના હાઈ-સિક્યુરિટી બેરેકમાં કેદ એક એવું નામ. જે સાંભળતા જ માયાનગરી મુંબઈથી લઈને દેશભરની પોલીસના શ્વાસ અધ્ધર થઈ જાય છે! હા, અમે વાત કરી રહ્યા છીએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની!. કોલેજની દાદાગીરીથી લઈને ઇન્ટરનેશનલ સિન્ડિકેટ સુધી અને સલમાન ખાન સાથેની દુશ્મનીથી લઈને FBIના ઓપરેશન સુધી. જુઓ લોરેન્સ બિશ્નોઈની કાળી કહાનીનો રિપોર્ટ..

Written ByKaran Rajput
Published: Oct 27, 2026, 01:13 PM IST|Updated: Oct 27, 2026, 01:26 PM IST
joinshare
લોરેન્સ બિશ્નોઈની કાળી કહાની! સાબરમતીમાં આસપાસની 49 કોટડીઓ છે ખાલી, આ રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
જોરદાર વેચાઈ રહી છે આ CNG ગાડીઓ, Maruti-Tataનો જલવો, જુઓ ટોપ 10 લિસ્ટ

જોરદાર વેચાઈ રહી છે આ CNG ગાડીઓ, Maruti-Tataનો જલવો, જુઓ ટોપ 10 લિસ્ટ

2

Gold Rate Today: દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.92 લાખ, જાણો સોનાનો લેટેસ્ટ રેટ

3

વડોદરામાં PNG ગેસ કનેક્શન માટે ‘મહામારી’; 6થી 8 મહિનાનું વેઇટિંગ, હજારો અરજીઓ વચ્ચે લાગી લાંબો કતારો!

4

લોરેન્સ બિશ્નોઈની કાળી કહાની! સાબરમતીમાં આસપાસની 49 કોટડીઓ છે ખાલી, આ રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન

5

એક ક્લિકે 9મા માળે પહોંચશે દૂધ! બનાસ ડેરીનું વેરહાઉસ દેશમાં બન્યું હાઇટેક, રોબોટ સંભાળશે 11 હજાર પેલેટનો સંગ્રહ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

200 Kholi, Gangster News : વર્ષ 2008...ચંદીગઢની પંજાબ યુનિવર્સિટી. હાથમાં પુસ્તકો પકડવાની ઉંમરે આ છોકરાએ હથિયાર ઉઠાવી લીધા. કોલેજ પોલિટિક્સના નામે શરૂ થયેલી નાની-મોટી હિંસા ક્યારે લોહિયાળ ખેલમાં બદલાઈ ગઈ, કોઈને ખબર ન પડી. વર્ષ 2014માં જ્યારે એક હત્યાના કેસમાં પોલીસે પીછો કર્યો, ત્યારે લોરેન્સ પંજાબ છોડીને રાજસ્થાન ભાગી ગયો. અહીં તેની મુલાકાત થઈ ગેરકાયદે દારૂના માફિયાઓ સાથે અને વિદ્યાર્થી નેતામાંથી બંદૂકો અને મોતના સોદાગરોની દુનિયાનો મોટો ખેલાડી બની ગયો!.

  • કોલેજની દાદાગીરીથી અંડરવર્લ્ડ સુધી...
  • લોરેન્સની ગુનાખોરીનો આખો ઈતિહાસ...
  • સલમાન ખાન જ કેમ બન્યા નિશાન
  • લોરેન્સની દુનિયાનું સૌથી મોટું રહસ્ય!

જ્યારે લોરેન્સના ખાસ સાથી અમનદીપની હત્યા થઈ, ત્યારે ગેંગસ્ટરની અંદરનો રાક્ષસ જાગી ગયો. બદલાની આગમાં લોરેન્સે વિરોધીઓને સરાજાહેર વીણી-વીણીને મોતને ઘાટ ઉતાર્યા. દિલ્હીની તિહાડ જેલથી લઈને અમદાવાદની સાબરમતી જેલ સુધી. લોરેન્સને જ્યાં પણ રાખવામાં આવ્યો, ત્યાં સુરક્ષા એજન્સીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા. આજે તે સાબરમતી જેલની '200 ખોલી'ના હાઈ-સિક્યુરિટી બ્લોકમાં બંધ છે, જ્યાં તેની આસપાસની 49 કોટડીઓ ખાલી રખાઈ છે. કડક સુરક્ષા છે, પણ લોરેન્સનું આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ આજેય જેલની બહાર અકબંધ છે!.

 

શા માટે દેશનો આટલો મોટો સુપરસ્ટાર લોરેન્સ બિશ્નોઈના રડાર પર છે? આ કહાની જોડાયેલી છે. વર્ષ 1998ના જોધપુર કાળિયાર શિકાર કેસ સાથે. બિશ્નોઈ સમાજ જે જીવને ભગવાન માને છે, તેના શિકારનો બદલો લેવા વર્ષ 2018માં લોરેન્સે જોધપુર કોર્ટની બહારથી ખુલ્લેઆમ ગર્જના કરી હતી કે—'સલમાનને જોધપુરમાં જ મારીશું!'  આ માત્ર ધમકી નહોતી. મુંબઈના અંડરવર્લ્ડ પર રાજ કરવાની અને ડી-ગેંગ બાદ બોલિવૂડમાં પોતાનો એકહથ્થુ ખૌફ જમાવવાનો આ લોરેન્સનો સૌથી ઘાતક માસ્ટરપ્લાન હતો. સલમાનના ઘર પર ફાયરિંગથી લઈને બાબા સિદ્દીકી, સિદ્ધુ મુસેવાલા અને જુહુમાં ટાઈગર શ્રોફ પર થયેલા હુમલા તેના પુરાવા છે.

સાબરમતી જેલમાં લોરેન્સ પર '200 ખોલી' વાળો પહેરો: 7.5x11ની કાલકોઠડીમાં પુરાયો ગૅંગસ્ટર, જેલમાં બંધ છતાં કેવી રીતે ચાલે છે નેટવર્ક?

  • કોલેજથી અંડરવર્લ્ડ સુધીની સફર
  • લોરેન્સની ક્રાઈમ કુંડળી...
  • સલમાન જ કેમ નિશાન પર?
  • જેલમાં કેદ, ગેંગ બહાર સક્રિય?
  • 49 ખોલીઓ ખાલી, લોરેન્સ એકલો!
  • સાબરમતીથી વિદેશ સુધી ગેંગનું નેટવર્ક
બિશ્નોઈ છેલ્લા દોઢ વર્ષથી 200 ખોલી બેરેકમાં, 50 કેદીઓની ક્ષમતાના બેરેકમાં ફક્ત લોરેન્સને રખાયો...સુરક્ષાના કારણોસર લોરેન્સને એકલો રાખવામાં આવે છે, બેરેકની આસપાસની 49 ખોલીઓ ખાલી રાખવામાં આવી....
અન્ય બેરેકમાં બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને રખાયા છે. લોરેન્સની સુરક્ષા માટે બે સ્તરીય બંદોબસ્ત....જેલ તંત્ર અને અમદાવાદ પોલીસ રાખે છે સતત દેખરેખ. એક PSI સહિત 4 હથિયારધારી પોલીસકર્મીઓ 24 કલાક તૈનાત....
રિપોર્ટ મુજબ, લોરેન્સ બિશ્નોઈ જેલની કોટડીમાં શિસ્તબદ્ધ અને સંયમિત દિનચર્યાનું પાલન કરે છે. તેની દિનચર્યામાં આ પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે.ધ્યાન: તે સવારે ધ્યાન કરે છે. હનુમાન ચાલીસા: તે નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. વ્રત: તે ઉપવાસ પણ રાખે છે. ખાનપાન: તેનો આહાર શાકાહારી હોવાનું જણાવાયું છે.
રિપોર્ટ અનુસાર, સાબરમતી જેલમાં કડક દેખરેખ અને એકાંતમાં રાખવામાં આવ્યા હોવા છતાં લોરેન્સ બિશ્નોઈનું સિન્ડિકેટ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય છે.ગેંગના ટોચના સાથીદારોનું એક જૂથ વિદેશમાં સુરક્ષિત ઠેકાણાં પરથી રોજિંદા કામકાજ સંભાળે છે. રિપોર્ટમાં આ જૂથને ‘શેડો કેબિનેટ’ નામ આપવામાં આવ્યું છે.
ગેંગના અનેક મુખ્ય સભ્યો, જેમાં ગોલ્ડી બરાડ અને રોહિત ગોદારા પણ સામેલ છે, FBIના ‘ઓપરેશન હાર્ડબોલ’ બાદથી ભૂગર્ભમાં જતા રહ્યા છે.દરેક ભાગમાં 50 કેદીઓ રાખવામાં આવ્યા છે.  લોરેન્સની સેલનું કદ આશરે 7.5 × 11 ફૂટ છે.  લોરેન્સ આ જેલમાં 10 મે, 2023થી બંધ છે.
લોરેન્સના નેટવર્ક પર અંકુશ લગાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, છેલ્લાં બે વર્ષથી લોરેન્સનો કોઈ સીધો સંપર્ક સામે આવ્યો નથી.
અગાઉ લોરેન્સ જેલના ‘દસ ખોલી’ બ્લૉકમાં હતો. લોરેન્સને આ પહેલાં સાબરમતી જેલના જ ‘10 ખોલી’ નામના હાઈ-સિક્યુરિટી બ્લૉકમાં રાખવામાં આવ્યો હતો.આ પહેલાં તે દિલ્હીની તિહાર જેલ અને પંજાબની અલગ-અલગ જેલોમાં પણ બંધ રહી ચૂક્યો છે.
2023-24 પહેલાં લોરેન્સ પર જેલમાંથી ફોન દ્વારા ખંડણી માગવા અને ધમકીઓ આપવાના આરોપો લાગ્યા હતા.જેલમાં રહીને આપેલા તેના ઇન્ટરવ્યૂ અને ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી સાથેની કથિત વાતચીતનાં રેકોર્ડિંગ્સ પણ ચર્ચામાં રહ્યાં હતાં.
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, છેલ્લાં બે વર્ષમાં તેની તરફથી કોઈ સીધો ફોનકૉલ કે સંપર્ક સામે આવ્યો નથી.હવે તેના બહારના સંપર્કો અને ડિજિટલ પહોંચને મર્યાદિત કરીને તેના પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
હકીકતમાં, જેલમાં બંધ હોવા છતાં લોરેન્સની ગેંગ વિદેશમાંથી સંચાલિત થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.ગેંગના મુખ્ય સભ્યો ભરતી, કામની જવાબદારીઓ સોંપવા અને લોજિસ્ટિક્સ સંબંધિત બાબતોમાં સંકલન કરે છે.

પણ... લોરેન્સ બિશ્નોઈની દુનિયાનું સૌથી મોટું રહસ્ય શું છે? તપાસ એજન્સીઓ પણ ચકરાવે ચડી છે કે જેલમાં લોરેન્સ પાસે કોઈ ફોન નથી, કોઈ કનેક્શન નથી. જેલની અંદર તે સવારે ધ્યાન ધરે છે, નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરે છે, કડક વ્રત રાખે છે અને માત્ર શાકાહારી ભોજન લે છે! એક તરફ જેલની અંદર આ સંત જેવી દિનચર્યા અને બીજી તરફ જેલની બહાર કેનેડા અને વિદેશમાં બેઠેલી તેની 'શેડો કેબિનેટ' ગણતરીની મિનિટોમાં સોપારી લઈને મુંબઈને ધ્રુજાવી દે છે!. આ જ લોરેન્સની દુનિયાનું સૌથી મોટું અને વણઉકેલાયેલું રહસ્ય છે!.

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું સોગંદનામું, કહ્યું- SIR અંગેના નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા

  • સલમાન સાથેની દુશ્મનીનું રહસ્ય
  • જેલની અંદર સાધના, બહાર સિન્ડિકેટ?
  • લોરેન્સની 'શેડો કેબિનેટ'નો ખેલ
  • લોરેન્સના સામ્રાજ્યનો અંત ક્યારે?
  • બોલિવૂડમાં ભય, FBIનું 'ઓપરેશન હાર્ડબોલ'!
  • લોરેન્સનો ખૌફ, દેશભરમાં ચર્ચા!
  • FBIના રડાર પર બિશ્નોઈ ગેંગ!

એક કેદી જે સળિયા પાછળ છે, પણ ગુનાખોરીનું આખું સામ્રાજ્ય તેના એક ઈશારા પર સરહદો પાર ઓપરેટ થઈ રહ્યું છે. સલમાન ખાન સાથેની આ દુશ્મની હવે કયું નવું સ્વરૂપ લેશે અને કાયદાના રક્ષકો આ ઈન્ટરનેશનલ સિન્ડિકેટને કેવી રીતે નેસ્તનાબૂદ કરશે, તે જોવું રહ્યું..

ભારતની બોર્ડરથી અંદર આવ્યા ચીની વાહનો? સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોથી ભારે હોબાળો, સરકારે કરી સ્પષ્ટતા, જાણો


લોરેન્સના આ આતંકે આજે આખા બોલિવૂડમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે! માયાનગરી મુંબઈના મોટા-મોટા સિતારાઓ આજે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે પણ હવે આ ખેલ માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી રહ્યો. લોરેન્સના નેટવર્ક પર દુનિયાની સૌથી મોટી તપાસ એજન્સી FBIની બાઝ નજર મંડાઈ છે!

લોરેન્સ ગેંગની ઊંઘ હરામ

 ગેંગસ્ટર ગોલ્ડી બરાડ અને રોહિત ગોદારાને ઝડપવા માટે FBIએ 'ઓપરેશન હાર્ડબોલ' શરૂ કરીને લોરેન્સ ગેંગની ઊંઘ હરામ કરી દીધી છે. એક તરફ બોલિવૂડમાં સન્નાટો છે, તો બીજી તરફ ગ્લોબલ એજન્સીઓનો સકંજો! હવે જોવાનું એ રહેશે કે જેલના સળિયા પાછળથી આખી દુનિયાને ધ્રુજાવનારા લોરેન્સના આ સામ્રાજ્યનો અંત ક્યારે અને કેવી રીતે આવે છે!.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News