SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ramayana Review: કેવી છે 4000 કરોડના ખર્ચે બનેલી રામાયણ ? સ્પેશિયલ શો જોયા પછી લોકોએ શું કહ્યું ફિલ્મ વિશે જાણો

Ramayana Review: રણબીર કપૂર અને સાંઈ પલ્લવીની ફિલ્મ રામાયણનો સ્પેશિય શો લોસ એન્જલસમાં રાખવામાં આવ્યો હતો. આ શો પછી ફિલ્મ જોનારા લોકોએ એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી જણાવ્યું છે કે રામાયણ ફિલ્મનો પહેલો પાર્ટ કેવો છે.

Written By Krupa Shah
Published: Oct 28, 2026, 01:34 PM IST | Updated: Oct 28, 2026, 01:37 PM IST
Join

Ramayana Review: રણબીર કપૂર સ્ટારર નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ જોવા માટે ભારતમાં દર્શકો તલ પાપડ છે. ભારતમાં આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ જોરશોરથી થઈ રહ્યું છે. તેવામાં રામાયણ ફિલ્મ જોવાનો ઉત્સાહ બમણો થઈ જાય તેવી જાણકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ 27 ઓક્ટોબરે લોસ એન્જલસમાં રામાયણ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં જેટલા લોકોએ રામાયણ ફિલ્મ જોઈ હતી તેઓ સોશિયલ મીડિયા પર ફિલ્મનો રીવ્યુ શેર કરી રહ્યા છે. તો ચાલો તમને પણ જણાવીએ કે રામાયણ ફિલ્મ જોનારા દર્શકોનો અનુભવ કેવો રહ્યો અને તેમના મતે ફિલ્મ કેવી છે.

આ પણ વાંચો: Ramayana: રામાયણ ફિલ્મનો ક્રેઝ વધ્યો, એડવાન્સ બુકિંગમાં હાઉસ ફુલ થઈ રહ્યા છે શો, એડવાન્સ બુકિંગથી થઈ કરોડોની કમાણી

રામાયણ ફિલ્મને લઈને ભારતમાં બઝ ક્રિએટ થયો છે. ફિલ્મનું પ્રમોશન શાનદાર રીતે કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ફિલ્મના અલગ અલગ પોસ્ટર, ટીઝર, ટ્રેલર અને ગીત રિલીઝ કરવામાં આવ્યા છે. આ બધું જ જોઈને લાગે છે કે ફિલ્મ ભવ્ય હશે. રામાયણ ફિલ્મ માટે સોશિયલ મીડિયા પર જે રિવ્યુ સામે આવી રહ્યા છે તે અનુસાર આ ફિલ્મ ખરેખર ભવ્ય છે તેવું ફિલ્મ જોનારા દર્શકોનું કહેવું છે. લોસ એન્જલસમાં યોજાયેલું સ્પેશિયલ સ્ક્રિનીંગ જોનારા દર્શકોનું કહેવું છે કે ફિલ્મની પ્રસ્તુતિ પ્રભાવિત કરે તેવી છે.

રામાયણ ફિલ્મનો રીવ્યુ

જણાવી દઈએ કે રામાયણ ફિલ્મને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સ્પેશિયલ સ્ક્રિનિંગ જોનારા કેટલાક લોકોનું કહેવું છે કે ફિલ્મમાં ભવ્ય રીતે દેખાડવામાં આવ્યા છે, એક્શન સિક્વન્સ, મ્યુઝિક, ફિલ્મના પાત્રો અને સંગીત બધું જ દમદાર છે. જોકે વખાણ કરનારા દર્શકોની સાથે કેટલાક દર્શકો એવા પણ છે જેમને ફિલ્મની લંબાઈ અને સેકન્ડ હાફને લઈને કેટલાક પ્રશ્નો પણ છે.

રણવીર અને યશનું પર્ફોર્મન્સ બેસ્ટ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રામાયણ ફિલ્મનો રીવ્યુ શેર કરતા એક યુઝરે રામ તરીકે રણબીર કપૂરની એક્ટિંગના વખાણ કર્યા છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે રામની ભૂમિકા ભચવતા એક્ટર રણવીર કપૂર માં ગજબનું ટેલેન્ટ છે. તેની એક્ટિંગ અમુક સીનમાં દર્શકોને પણ ઈમોશનલ કરી દેશે. રામાયણ ફિલ્મ જોવી અદભુત અનુભવ રહ્યો. અન્ય એક યુસરે યશના વખાણ રાવણના પાત્ર માટે કર્યા છે. તેને કહ્યું છે કે રાવણ તરીકે યશ સોલિડ અને પાવરફુલ પર્ફોર્મન્સ આપી રહ્યો છે. યુઝર્સ ફિલ્મમાં એક્શન અને વી એફ એક્સ ના વખાણ પણ કર્યા છે. રામાયણ ફિલ્મ કલાકારોને લઈને મોટાભાગના દર્શકોએ પોઝિટિવ રીવ્યુ શેર કર્યા છે.

આ પણ વાંચો: Govinda: સુનીતા આહુજાએ ડિવોર્સ અરજી શા માટે પાછી ખેંચી ? ગોવિંદાએ જણાવી દીધું કારણ, અફેર વિશે પણ ખુલાસો કર્યો

મહત્વનું છે કે રામાયણ રાઈસ ઓફ અ લેજેન્ડ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ છે. આ ફિલ્મ 4000 કરોડથી વધુના ખર્ચે બની છે. રામાયણ ફિલ્મના બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. જેમાં પહેલો પાર્ટ 5 નવેમ્બરે દુનિયાભરમાં રિલીઝ થશે. રામાયણ ફિલ્મના સ્પેશલ સ્ક્રિનીંગ પછી જે રીવ્યુ સામે આવી રહ્યા છે તેમાંથી મોટાભાગના પોઝિટિવ છે પરંતુ આ રીવ્યુ વિદેશના દર્શકોએ આપેલા છે. હવે જોવાનું રહ્યું કે રામાયણ ફિલ્મ જ્યારે ભારતમાં રિલીઝ થશે તો ભારતના દર્શકોને આ ફિલ્મ કેવી લાગે છે. રણબીર કપૂર, યશ અને સાંઈ પલ્લવી પોતાના અભિનયથી દર્શકોને રાજી કરે છે કે પછી આ ફિલ્મ પણ આદિપુરુષ ફિલ્મની જેમ દર્શકોને નિરાશ કરશે તે જોવાનું રહ્યું.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES