• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /મોબાઈલ નંબરથી લઈને સરનામા સુધી લીક: દેશની સૌથી મોટી બેંક SBI ના ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાની આશંકા

મોબાઈલ નંબરથી લઈને સરનામા સુધી લીક: દેશની સૌથી મોટી બેંક SBI ના ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાની આશંકા

દેશનડી સૌથી મોટી બેંક એસબીઆઈના ગ્રાહકોનો મહત્વનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાની આશંકા છે. સીઈઆરટી-ઇન પાસેથી એલર્ટ મળ્યા બાદ હડકંપ મચી ગયો છે. મામલાની ગંભીરતા જોતા સ્વતંત્ર તપાસ શરૂ કરવામાં આવી છે.

Written ByGokani Dhaval
Published: Oct 21, 2026, 11:15 AM IST|Updated: Oct 21, 2026, 11:53 AM IST
joinshare
મોબાઈલ નંબરથી લઈને સરનામા સુધી લીક: દેશની સૌથી મોટી બેંક SBI ના ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાની આશંકા

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા

અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા

2

મોબાઈલ નંબરથી લઈને સરનામા સુધી લીક: દેશની સૌથી મોટી બેંક SBI ના ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાની આશંકા

3

શું ન્યૂઝીલેન્ડ સામે પણ નહીં મળે તક? વૈભવ સૂર્યવંશીને લઈને શ્રેયસ અય્યરના નિવેદને મચાવી હલચલ

4

તાપી: સોનગઢમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ, 'સર તન સે જુદા'ના નારા લાગ્યા હોવાનો દાવો, હિન્દુ યુવકના ઘરે પથ્થરમારો

5

પેશાબમાં લોહીથી લઈને ભૂખ ન લાગવા સુધી: કિડની કેન્સરમાં જોવા મળે છે આ લક્ષણો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે જોડાયેલા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એસબીઆઈના ગ્રાહકોનો મહત્વનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બેંક દ્વારા 21 ઓક્ટોબરે શેર બજારને આ મામલાની જાણ કરવામાં આવી છે. આ સમાચાર સામે આવ્યા બાદ બેન્કિંગ સેક્ટરમાં હલચલ વધી ગઈ છે. પરંતુ બેંકએ મામલાની ગંભીરતા સમજતા તત્કાલ તપાસ શરૂ કરી છે. સાયબર સુરક્ષા મજબૂત કરવા માટે બેંક તરફથી તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

તપાસમાં સામે આવી ડેટા લીકની વાત

એસબીઆઈને આ સંભવિત ડેટા લીક વિશે 16 ઓક્ટોબર 2026ના સૌથી પહેલા જાણકારી મળી હતી. બેંકને પોતાની થ્રેટ ઈન્ટેલિજન્સ સેવા પ્રદાતા, રક્ષા સાયબર એજન્સીની સાથે-સાથે સીઈઆરટી-ઇન (CERT-In) પાસેથી આ સંબંધમાં ખાસ એલર્ટ મળ્યા હતા. આ એલર્ટ મળ્યા બાદ બેંકે તત્કાલ પોતાની શરૂઆતી તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં બેંક ટીમે લગભગ 3.75 લાખ રેકોર્ડની તપાસ કરી. આ સઘન વિશ્લેષણમાં એક પરેશાન કરનારી વાત સામે આવી. તપાસમાં જાણવા મળ્યું કે 3879 ગ્રાહકોના રેકોર્ડમાં વ્યક્તિગત ઓળખ સંબંધિત જાણકારી ઉપલબ્ધ હતી. આ તે અંગત જાણકારી હોય છે, જેનાથી કોઈપણ વ્યક્તિની ઓળખ સરળતાથી ઉજાગર થઈ શકે છે.

આ પણ વાંચોઃ આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓને 30 દિવસનું બોનસ, કેવી રીતે આપી રહી છે સરકાર, સમજો ગણિત

ખતરામાં ગ્રાહકોની અંગત માહિતી

આ સંભવિત લીક ડેટામાં ગ્રાહકોના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર, જન્મતારીખ, નામ, જેન્ડર, ઈમેલ આઈડીથી લઈને તેના ઘરનું સરનામું પણ સામેલ છે. વાત માત્ર અહીં નથી અટકતી. આ સિવાય બેંકની બ્રાન્ચનું નામ, સીઆઈએફ ઓળખ નંબરની સાથે લોન રેકોર્ડનો મેટાડેટા પણ ડાર્ક વેબ પર ઉપલબ્ધ છે. જ્યારે કોઈ વ્યક્તિની આટલી જાણકારી એક સાથે ઈન્ટરનેટના ડાર્ક વિભાગમાં પહોંચી જાય છે, તો તેની સાથે કોઈ પ્રકારની સાયબર છેતરપિંડી કે ફિશિંગ હુમલાનો ખતરો ખુબ વધી જાય છે.

આ પણ વાંચોઃ રોકાણ કરતા પહેલા જાણી લો બધું જ: Jio IPO ની પ્રાઈસ બેન્ડ, લોટ સાઈઝ અને કમાણીની પૂરી વિગત

સુરક્ષા માટે આ પગલાં ભર્યા

ડેટા લીકનું એલર્ટ મળતા બેંકે વિલંબ કર્યાં વગર કાર્યવાહી કરી છે. એસબીઆઈએ સાયબર ઘટનાનો સામનો કરવા તમામ મહત્વના પ્રોટોકોલ એક્ટિવ કરી દીધા છે. આ મામલાની નિષ્પક્ષ તપાસ માટે એક સ્વતંત્ર સાયબર સુરક્ષા એજન્સીની નિમણૂંક કરવામાં આવી છે. આ એજન્સી સીઈઆરટી-િનની સત્તાવાર પેનલમાં સામેલ છે. આ વિસ્તૃત તપાસનો ઉદ્દેશ્ય તે જાણવાનો છે કે જે ડેટા ડાર્ક વેબ પર ઉજાગર થયો છે, તે કેટલો સાચો અને પ્રામાણિક છે. આ સાથે તપાસ ટીમ તે પણ જાણી રહી છે કે આ ડેટા ક્યાંથી લીક થયો છે, તેનો અસલી સ્ત્રોત શું છે. બેંક સંપૂર્ણ રીતે તે ખાતરી કરવા ઈચ્છે છે કે ગ્રાહકોની સામે ભવિષ્યમાં કોઈ જોખમ પેદા ન થાય.

બેન્કિંગ સેવાઓ પર અસર નહીં

આ સમાચાર સામે આવ્યા બાદ ગ્રાહકોના મનમાં ડર પેદા થઈ શકે છે કે શું તેના પૈસા સુરક્ષિત છે. એસબીઆઈએ પોતાના સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાથી બેંકના મુખ્ય કારોબારી કામકાજ પર કોઈ ખરાબ અસર પડી નથી. બેંકનું નાણાકીય પ્રદર્શન કે તેની વ્યાવસાયિક ગતિવિધિઓ સામાન્ય રીતે ચાલી રહી છે. સામાન્ય ગ્રાહકોએ પરેશાન થવાની જરૂર નથી, કારણ કે બેન્કિંગ સેવાઓ કોઈ સમસ્યા વગર યથાવત છે. બેંક દ્વારા ગ્રાહકોને ભરોસો આપવામાં આવ્યો કે તે સ્થિતિ પર નજર રાખી રહી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News