• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /હેલ્થ
  • /પેશાબમાં લોહીથી લઈને ભૂખ ન લાગવા સુધી: કિડની કેન્સરમાં જોવા મળે છે આ લક્ષણો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે

પેશાબમાં લોહીથી લઈને ભૂખ ન લાગવા સુધી: કિડની કેન્સરમાં જોવા મળે છે આ લક્ષણો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે

Stage 1 Kidney Cancer: કિડનીમાં પણ કેન્સર થઈ શકે છે. જ્યારે કિડનીમાં કોઈ સમસ્યા હોય તો તેના કેટલાક લક્ષણ જોવા મળે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન, યુએસ અનુસાર કિડની કેન્સર અને કિડનીની બીમારીના શું લક્ષણ છે જાણો અહીં. આ રીતે કિડનીની બીમારીની સમય રહેતા માહિતી મેળવી શકાય છે.

Written ByGokani Dhaval
Published: Oct 21, 2026, 10:14 AM IST|Updated: Oct 21, 2026, 10:16 AM IST
joinshare
પેશાબમાં લોહીથી લઈને ભૂખ ન લાગવા સુધી: કિડની કેન્સરમાં જોવા મળે છે આ લક્ષણો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા

અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા

2

મોબાઈલ નંબરથી લઈને સરનામા સુધી લીક: દેશની સૌથી મોટી બેંક SBI ના ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાની આશંકા

3

શું ન્યૂઝીલેન્ડ સામે પણ નહીં મળે તક? વૈભવ સૂર્યવંશીને લઈને શ્રેયસ અય્યરના નિવેદને મચાવી હલચલ

4

તાપી: સોનગઢમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ, 'સર તન સે જુદા'ના નારા લાગ્યા હોવાનો દાવો, હિન્દુ યુવકના ઘરે પથ્થરમારો

5

પેશાબમાં લોહીથી લઈને ભૂખ ન લાગવા સુધી: કિડની કેન્સરમાં જોવા મળે છે આ લક્ષણો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kidney Cancer Ke lakshan: કિડની કે રેનલ પેલ્વિસ કેન્સર એવી બીમારી છે, જેમાં કિડનીના સેલ્સ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે. તેને રીલન સેલ કેન્સર પણ કહેવાય છે. શરીરમાં 2 કિડની હોય છે, જે શરીરની બંને તરફ હોય છે. તે પેટ અને લિવરની પાછળ હોય છે, જે પેશાબ દ્વારા શરીરનો કચરો બહાર કાઢે છે. કિડની બ્લડ પ્રેશરને કંટ્રોલ અને રેડ બ્લડ સેલ્સ બનાવવા માટે બોન મેરોને સ્ટિમ્યૂલેટ પણ કરે છે. તેવામાં જો કિડનીનું કેન્સર થઈ જાય તો કિડનીની કામ કરવાની ક્ષમતા ઓછી થવા લાગે છે અને કિડની ફેલિયરનો ખતરો વધી જાય છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો, યુએસના ડેટા અનુસાર કિડનીનું કેન્સર થવા પર શરીરમાં કેટલાક લક્ષણ જોવા મળે છે, જેને નજરઅંદાજ ન કરવા જોઈએ અને ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

કિડની કેન્સર થવા પર કેવા લક્ષણ જોવા મળે છે

કિડનીનું કેન્સર થવા પર દર્દીના શરીરમાં એકથી વધુ લક્ષણ જોવા મળી શકે છે. આ લક્ષણ કોઈ સામાન્ય સમસ્યાને કારણે પણ હોઈ શકે છે, તેથી અટકળો લગાવવાની જગ્યાએ ડોક્ટરનો સંપર્ક કરી તપાસ કરાવવી જરૂરી છે.

  • પેશાબમાં લોહી જોવા મળવું
  • હંમેશા થાકનો અનુભવ થવો
  • કિડની કે પેટની આસપાસના ભાગમાં સોજા અને દુખાવો રહેવો
  • સતત તાવની અવરજવર
  • કોઈ કારણ વગર વજન ઘટી જવું
  • આંતરડામાં કંઈક અટકે તેવો અનુભવ
  • સ્વાસ્થ્ય ખરાબ લાગવું.

આ પણ વાંચોઃ દાંતમાં દેખાતા આ લક્ષણ હોઈ શકે છે કેન્સરનો સંકેત, ન કરો નજરઅંદાજ

ક્યા લોકોમાં કિડનીના કેન્સરનો ખતરો વધુ હોય છે

કિડની અને રીનલ પેલ્વિસ કેન્સરનો ખતરો તે લોકોમાં વધુ હોય છે, જે ઓવરવેટ હોય છે, મેદસ્વિતાથી પરેશાન હોય છે, ધૂમ્રપાન કરે છે, જેનું બ્લડ પ્રેશર હાઈ હોય છે કે પછી હાઈ બ્લડ પ્રેશરની દવાથી ાવું થાય છે કારણ કે કારણ સ્પષ્ટ નથી, કેટલીક દવાઓને લાંબા સમય સુધી લેવી, હેપેટાઇટિસ સીનું લાંબા સમયથી સંક્રમણ રહેવું અને લાંબા સમયથી પથરીની સમસ્યા રહેવી.

કિડની કેન્સરથી કઈ રીતે બચી શકાય છે

કિડની કેન્સરનો ખતરો ઓછો કરવા માટે હેલ્ધી વેટ મેનેજ કરવું જરૂરી છે, સારૂ ડાયટ અને શારીરિક રીતે સક્રિય રહી કિડનીની સમસ્યાથી બચી શકાય છે. આ સાથે ધૂમ્રપાન ન કરવું જરૂરી છે. કામ દરમિયાન ઉપયોગ થનાર કેમિકલ્સથી બચીને રહેવા પર ધ્યાન આપવું જરૂરી છે.

કિડનીની બીજી બીમારીઓ કઈ છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કિડનીની બીમારીઓને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે, એક અક્યૂટ કિડની રોગ અને બીજું ક્રોનિક કિડની રોગ. આ કિડનીની બીમારીઓમાં હંમેશા લક્ષણ બાદના સ્ટેજમાં જોવા મળે છે, તેથી નિયમિત તપાસ જરૂરી છે. એડવાન્સ કે ગંભીર કિડનીની બીમારીમાં થાક, શ્વાસ ચઢવો, શરીર પર ખંજવાળ આવવી, પગમાં સોજા, સ્નાયુઓની જકડન, ઉલટી થવી કે ઉબકા આવવા જેવા લક્ષણો સામેલ છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News