• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા

અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા

Ahmedabad News: ગુજરાતમાં હજારો લિફ્ટ લાયસન્સ રિન્યૂ વિના ચાલુ હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ હજારો લિફ્ટ લાયસન્સ વિના કાર્યરત હોવાનું કહેવાય છે. સોસાયટીઓ અને કોમર્શિયલ બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે. રાજ્યમાં અંદાજે 90 ટકા એસ્કેલેટરના લાયસન્સ રિન્યૂ ન થયાનો દાવો કરાયો છે. AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે આને લઈને સવાલ ઉઠ્યા છે. માત્ર નોટિસો આપીને સંતોષ માનવામાં આવતો હોવાના આક્ષેપ કરાયો છે. જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો મોટી દુર્ઘટનાનો ખતરો છે.

Written ByViral Raval
Published: Oct 21, 2026, 11:34 AM IST|Updated: Oct 21, 2026, 11:37 AM IST
joinshare
અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા
Image Credit: AI Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા

અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા

2

મોબાઈલ નંબરથી લઈને સરનામા સુધી લીક: દેશની સૌથી મોટી બેંક SBI ના ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાની આશંકા

3

શું ન્યૂઝીલેન્ડ સામે પણ નહીં મળે તક? વૈભવ સૂર્યવંશીને લઈને શ્રેયસ અય્યરના નિવેદને મચાવી હલચલ

4

તાપી: સોનગઢમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ, 'સર તન સે જુદા'ના નારા લાગ્યા હોવાનો દાવો, હિન્દુ યુવકના ઘરે પથ્થરમારો

5

પેશાબમાં લોહીથી લઈને ભૂખ ન લાગવા સુધી: કિડની કેન્સરમાં જોવા મળે છે આ લક્ષણો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

અવારનવાર લિફ્ટ સંબંધિત ઘટનાઓ સામે આવતી રહી છે. ક્યાંય લિફ્ટ બંધ થઈ ગઈ અને લોકો ફસાઈ ગયા તો ક્યાંક લિફ્ટમાં કોઈ આવી ગયું અને જીવ મુશ્કેલીમાં મૂકાયો કે જીવ ગયો. એક ચોંકાવનારી માહિતી સામે આવી છે જે ખુબ જ આઘાતનજક છે. રાજ્યમાં હજારો લિફ્ટ લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર ચાલુ છે, જેમાં માત્ર અમદાવાદમાં જ હજારો લિફ્ટ લાયસન્સ વગર ચાલી રહી છે. આવા મામલે ફક્ત નોટિસો આપીને સંતોષ મનાઈ રહ્યો છે પરંતુ કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?

90 ટકા એસ્કેલેટરના લાયસન્સ રિન્યુ નથી

આ મામલે ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા સોસાયટીઓ અને કોમર્શિયલ બિલ્ડિંગોને નોટિસો ફટકારવામાં આવી છે, છતાં વહીવટી બેદરકારી યથાવત જોવા મળી રહી છે. 
માત્ર લિફ્ટ જ નહીં, પરંતુ રાજ્યમાં અંદાજે 90 ટકા એસ્કેલેટરના લાયસન્સ પણ રીન્યુ થયા નથી. 
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા કાગળ પર નોટિસો અપાય છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કે દંડ કરવામાં આવતો નથી.   
મેન્ટેનન્સના અભાવે અને સમયસર લાયસન્સ રીન્યુ ન થવાને કારણે સામાન્ય જનતાનો જીવ જોખમમાં મુકાયો છે.  

તાપી: સોનગઢમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ, 'સર તન સે જુદા'ના નારા લાગ્યા હોવાનો દાવો, હિન્દુ યુવકના ઘરે પથ્થરમારો

મોટી દુર્ઘટનાનું જોખમ

આવા કેસોમાં જો સમયસર કડક પગલાં નહીં ભરાય, તો આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તેથી જવાબદાર તંત્ર અને બિલ્ડિંગ માલિકોએ વહેલી તકે સુરક્ષાના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.

સુરતમાં લિફ્ટમાં ફસાયાના બે બનાવો

  • આ બધા વચ્ચે સુરતમાં બે અલગ અલગ બનાવોમાં કેટલાક લોકો લિફ્ટમાં ફસાયાની માહિતી પણ સામે આવી છે. 
  • કોસાડ દેવમ પાર્ક ઈન્ડસ્ટ્રીઝના કારખાનાની ઘટના. 
  • ચોથા માળે 13 લોકો બેસી લિફ્ટમાં ગયા હતા. 
  • ઓવરલોડ ના કારણે લિફ્ટ વચ્ચે જ અટકી પડી હતી. 
  • અડધો કલાક સુધી લિફ્ટ માં ફસાયેલા લોકોએ નીકળવાનો પ્રયાસ કર્યો હતો. 
  • અડધો કલાક બાદ ફાયર ને જાણ કરી.
  • ફાયરની ટીમે લોખડ ની ગ્રીલ તોડી તમામને બહાર કાઢ્યા. 
  • અન્ય બનાવમાં મોટા વરાછા પાસેની બિલ્ડિંગની ઘટના
  • જેમાં ચોથા માળે 7 લોકો એક કલાક સુધી લિફ્ટમાં ફસાઈ રહ્યા હતા. 
  • ફાયરની ટીમે લિફ્ટનો દરવાજો તોડી તમામ લોકોને બહાર કાઢ્યા
  • એક મહિલા સહિત 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News