દક્ષિણ ગુજરાતના તાપીના સોનગઢમાં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે. એવો પણ દાવો છે કે વિધર્મીઓએ પોલીસની હાજરીમાં હિન્દુ યુવકના ઘરે પથ્થરમારો કર્યો. આ અંગે કડક કાર્યવાહી કરવાની વિશ્વ હિન્દુ પરિષદે માંગણી કરી છે. જો આરોપીઓ નહીં પકડાય તો આજે સોનગઢ બંધ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સોનગઢમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાન પોલીસ અલર્ટ મોડ પર છે. DySPએ લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.