• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /રોકાણ કરતા પહેલા જાણી લો બધું જ: Jio IPO ની પ્રાઈસ બેન્ડ, લોટ સાઈઝ અને કમાણીની પૂરી વિગત

રોકાણ કરતા પહેલા જાણી લો બધું જ: Jio IPO ની પ્રાઈસ બેન્ડ, લોટ સાઈઝ અને કમાણીની પૂરી વિગત

ભારતના ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ બનવા જઈ રહેલો જિયો પ્લેયફોર્મનો IPO આજથી ખુલી રહ્યો છે. શું તમે પણ જિયોના આઈપીઓમાં દાવ લગાવવા ઈચ્છો છો તો અમે તમને તેની AtoZ માહિતી આપીશું.

Written ByGokani Dhaval
Published: Oct 21, 2026, 08:49 AM IST|Updated: Oct 21, 2026, 08:53 AM IST
joinshare
રોકાણ કરતા પહેલા જાણી લો બધું જ: Jio IPO ની પ્રાઈસ બેન્ડ, લોટ સાઈઝ અને કમાણીની પૂરી વિગત

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ટાઈગર શ્રોફ નહીં, અસલી ટાર્ગેટ સલમાન ખાન હતો: ઘરની રેકી કરી, પછી બદલ્યો પ્લાન

ટાઈગર શ્રોફ નહીં, અસલી ટાર્ગેટ સલમાન ખાન હતો: ઘરની રેકી કરી, પછી બદલ્યો પ્લાન

2

Deepika Padukone: પહેલા દુઆ હવે દેવી... દીપિકા-રણવીર એ દેખાડ્યો નાની દીકરીનો ચહેરો, દશેરા પર જાહેર કર્યું નામ

3

રોકાણ કરતા પહેલા જાણી લો બધું જ: Jio IPO ની પ્રાઈસ બેન્ડ, લોટ સાઈઝ અને કમાણીની પૂરી વિગત

4

બલોચ લિબરેશન આર્મીએ કર્યો મોટો દાવો, 20 ઓક્ટોબર સુધીમાં 23 પાકિસ્તાની સૈનિકોને માર્યા

5

લાંબા સમયની વાટાઘાટોનો અંત? ભારત સાથે ડીલ કરવા અમેરિકા તૈયાર, ટ્રમ્પ બોલ્યા- 'હા, અમે ખૂબ નજીક છીએ'

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આજ એટલે કે 21 ઓક્ટોબરથી  Jio Platforms નો આઈપીઓ ખુલી રહ્યો છે. આશરે 30213 કરોડ રૂપિયાનો આ ઈશ્યુ ભારતના શેર બજારના ઈતિહાસનો સૌથી મોટો IPO છે. મુકેશ અંબાણીનું રિલાયન્સ ગ્રુપ આશરે 20 વર્ષ બાદ કોઈ મોટો આઈપીઓ લાવ્યું છે.

તેમાં કેટલા પૈસા લાગશે? 
કંપની કેટલી કમાણી કરે છે અને આઈપીઓમાં શું ફાયદા-નુકસાન હોય છે, અહીં સરળ ભાષામાં સમજો.

IPO શું હોય છે
IPO નો મતલબ છે Initial Public Offering. જ્યારે કોઈ કંપની પ્રથમવાર સામાન્ય લોકોને પોતાના શેર વેચે છે તો તેને આઈપીઓ કહેવામાં આવે છે. તમે શેર ખરીદો છો તો તે કંપનીમાં તમારી નાની ભાગીદારી થઈ જાય છે. આઈપીઓ બાદ કંપનીના શેર બજારમાં લિસ્ટ થાય છે અને પછી તેના શેરને ખરીદી-વેચી શકાય છે.

Jio IPO ક્યારે ખુલશે અને ક્યારે બંધ થશે
IPO 21 ઓક્ટોબરે ખુલશે અને 23 ઓક્ટોબરે બંધ થશે. શેરનું અલોટમેન્ટ 26 ઓક્ટોબરે થશે. 28 ઓક્ટોબરે શેર BSE અને NSE પર લિસ્ટ થઈ શકે છે.

આ પણ વાંચોઃ દિવાળી પહેલા સોનાના ભાવમાં ઘટાડો, શું ધનતેરસ સુધીમાં સસ્તું થશે ગોલ્ડ ? જાણો

એક લોટમાં કેટલા શેર
કંપનીએ પ્રાઇસ બેન્ડ 1065 રૂપિયાથી 1119 રૂપિયા પ્રતિ શેર રાખી છે. એક લોટમાં 12 શેર છે. તેથી રોકાણકારે 13428 રૂપિયા લગાવવા પડશે. સામાન્ય રોકાણકારો 2 લાખ રૂપિયા સુધી એટલે કે વધુમાં વધુ 14 લોટ માટે અરજી કરી શકે છે.

આ આઈપીઓ કેટલો મોટો છે
ઉપરી પ્રાઇસ બેન્ડ પર આઈપીઓની કુલ સાઇઝ 30213 કરોડ રૂપિયા છે. તેની પહેલા સૌથી મોટો IPO Hyundai Motor India નો હતો, જેણે 2024મા આશરે 27870 કરોડ રૂપિયા ભેગા કર્યાં હતા.

20 વર્ષ બાદ Reliance નો IPO કેમ ખાસ છે
Mukesh Ambani ના રિલાયન્સ ગ્રુપે કોઈ મોટા બિઝનેસનો છેલ્લો આઈપીઓ 2006મા Reliance Petroleum ના રૂપમાં આવ્યો હતો. આ ગ્રુપની શેરબજારની કહાની 1977થી શરૂ થાય છે, જ્યારે ધીરૂભાઈ અંબાણીએ Reliance Textile Industries ને પબ્લિક કરી હતી. એક્સપર્ટનું માનવું છે કે જિયોના લિસ્ટિંગ બાદ રિલાયન્સ ગ્રુપ પોતાની લિસ્ટેડ કંપનીઓની કુલ વેલ્યુ પ્રમાણે દેશનું સૌથી મોટું ગ્રુપ બની જશે.

IPO ના પૈસા ક્યાં જશે
આ આઈપીઓમાં માત્ર નવા શેર જારી થઈ રહ્યું છે. Reliance, Meta અને Google જેવા જૂના રોકાણકારો પોતાના શેર વેચી રહ્યાં નથી, તેથી બધા પૈસા સીધા કંપની પાસે જશે. તેમાંથી આશરે 27500 કરોડ રૂપિયામાંથી Reliance Jio Infocomm ની લોન સમય પહેલા ચુકવવામાં આવશે. બાકીના પૈસા કંપનીના સામાન્ય કામકાજમાં ખર્ચ થશે.

Jio ની કમાણી કેટલી છે
FY26 માં Jio Platforms નું રેવેન્યુ આશરે 1,46,885 કરોડ રૂપિયા રહ્યું. બે વર્ષ પહેલા FY24 માં તે આશરે 109558 કરોડ રૂપિયા હતું. આ દરમિયાન કંપનીનો પ્રોફિટ 21423 કરોડ રૂપિયાથી વધી આશરે 30049 કરોડ રૂપિયા થઈ ગયો. કંપની દરેક ગ્રાહક પાસેથી સરેરાશ 214 રૂપિયાની કમાણી કરે છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓને 30 દિવસનું બોનસ, કેવી રીતે આપી રહી છે સરકાર, સમજો ગણિત

કેટલા ગ્રાહક છે
માર્ચ 2026 સુધી જિયોના 52.44 કરોડ ગ્રાહક હતા. તેમાંથી આશરે 26.85 કરોડ ગ્રાહક 5G નો ઉપયોગ કરે છે. હવે કંપનીના ગ્રાહક 53 કરોડથી વધુ થઈ ગયા છે. દેશના કુલ મોબાઇલ ડેટા ટ્રાફિકનો આશરે 60 ટકા હિસ્સો જિયોના નેટવર્ક પર ચાલે છે.

કંપનીમાં કોની કેટલી ભાગીદારી છે
IPO પહેલા Jio Platforms માં સૌથી મોટો હિસ્સો Reliance Industries નો છે, જેની પાસે 66.43 ટકા શેર છે. મેટાની પાસે આશરે 9.98 ટકા અને ગૂગલની પાસે 7.73 ટકા છે. બાકી હિસ્સો KKR, Silver Lake, સાઉદી અરબના PIF અને અબૂધાબીના ફંડ ઈન્વેસ્ટરની પાસે છે, જેણે 2020મા કંપનીમાં પૈસા લગાવ્યા હતા. આઈપીઓ બાદ પણ રિલાયન્સ સૌથી મોટી શેરહોલ્ડર રહેશે.

કર્મચારીઓ માટે શું છે
કંપનીએ પોતાના કર્મચારીઓ માટે 500 કરોડ રૂપિયાના શેર અલગથી રાખ્યા છે. આ કોટામાં અરજી કરનાર કર્મચારીઓને દરેક શેર પર 54 રૂપિયાની છૂટ મળશે,

 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News