Baloch Liberation Army: વિશ્વભરમાં દેશોની સ્થિતિ ખરાબ થઈ રહી હોય તેવું લાગે છે. અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ફ્રાન્સમાં હિંસા ભડકી છે અને હવે બલોચ લિબરેશન આર્મી એ એવો દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાન પર 20 ઓક્ટોબર સુધીમાં 34 ઓપરેશન કર્યા. બલોચ લિબરેશન આર્મી એ એવો પણ દાવો કર્યો છે કે 20 ઓક્ટોબર સુધીમાં તેમને 23 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા છે. જેમાંથી 14 સૈનિક હતા અને નવ મિલેટ્રી ઇન્ટેલિજન્સના ડેથ સ્કોડના સભ્યો હતા. આ હુમલામાં બીએલએ ના છ સભ્યોના પણ મોત થયા છે.
બલોચ લિબરેશન આર્મી ના દાવા અનુસાર 9 ઓક્ટોબરે તેમના લડાકુ એ નસીરાબાદમાં પાકિસ્તાની સેના અને ડેથ સ્કોડના સભ્યો પર હુમલો કર્યો જેમાં ડેથ સ્કોડનો એક સભ્ય ઘટના સ્થળ પર જ માર્યો ગયો. ત્યાર પછી 13 ઓક્ટોબરે હુમલો કરવામાં આવ્યો જેમાં બીએલએ નો દાવો છે શહરગ વિસ્તારમાં વિસ્ફોટ કરીને પાકિસ્તાની સેનાનું એક વાહન નિશાન બનાવવામાં આવ્યું હતું. જેમાં ત્રણ જવાનોના મોત થયા જ્યારે ચારને ગંભીર ઈજાઓ થઈ હતી. બી.એલ.એ એવો દાવો પણ કર્યો છે કે સૈન્ય વાહન સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું હતું.
ત્યારબાદ 14 ઓક્ટોબરે બીએલએ પાકિસ્તાની સેના પર અચાનક હુમલો કર્યો જેમાં બે જવાના મોત થયા. ત્યારબાદ 15 ઓક્ટોબરે પણ બીએલએ એ દાવો કર્યો છે કે તેમને પાકિસ્તાની સૈનિકો પર હુમલો કર્યો હતો જેમાં એક જવાનનું મોત થયું અને બીજો ઘાયલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે સંગઠન એ બે લોકોને મોતની સજા સંભળાવવાની વાત પણ કરી હતી. બીએલએનો આરોપ હતો કે જે લોકોને મોતની સજા ફટકારવામાં આવી તે બંને ડેથ સ્કોડ સાથે જોડાયેલા હતા અને સૈન્ય અભિયાનમાં પાકિસ્તાનની મદદ કરી રહ્યા હતા.