• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ટાઈગર શ્રોફ નહીં, અસલી ટાર્ગેટ સલમાન ખાન હતો: ઘરની રેકી કરી, પછી બદલ્યો પ્લાન

ટાઈગર શ્રોફ નહીં, અસલી ટાર્ગેટ સલમાન ખાન હતો: ઘરની રેકી કરી, પછી બદલ્યો પ્લાન

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરનાર શૂટર્સને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. સામે આવ્યું છે કે શૂટર્સનો અસલી ટાર્ગેટ સલમાન ખાન હતો. આરોપીઓએ સલમાન ખાનના ઘરની રેકી પણ કરી હતી.

Written ByGokani Dhaval
Published: Oct 21, 2026, 09:31 AM IST|Updated: Oct 21, 2026, 09:34 AM IST
joinshare
ટાઈગર શ્રોફ નહીં, અસલી ટાર્ગેટ સલમાન ખાન હતો: ઘરની રેકી કરી, પછી બદલ્યો પ્લાન

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
શું ન્યૂઝીલેન્ડ સામે પણ નહીં મળે તક? વૈભવ સૂર્યવંશીને લઈને શ્રેયસ અય્યરના નિવેદને મચાવી હલચલ

શું ન્યૂઝીલેન્ડ સામે પણ નહીં મળે તક? વૈભવ સૂર્યવંશીને લઈને શ્રેયસ અય્યરના નિવેદને મચાવી હલચલ

2

તાપી: સોનગઢમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ, 'સર તન સે જુદા'ના નારા લાગ્યા હોવાનો દાવો, હિન્દુ યુવકના ઘરે પથ્થરમારો

3

પેશાબમાં લોહીથી લઈને ભૂખ ન લાગવા સુધી: કિડની કેન્સરમાં જોવા મળે છે આ લક્ષણો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે

4

ટાઈગર શ્રોફ નહીં, અસલી ટાર્ગેટ સલમાન ખાન હતો: ઘરની રેકી કરી, પછી બદલ્યો પ્લાન

5

Deepika Padukone: પહેલા દુઆ હવે દેવી... દીપિકા-રણવીર એ દેખાડ્યો નાની દીકરીનો ચહેરો, દશેરા પર જાહેર કર્યું નામ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ગત રવિવારે ટાઇગર શ્રોફ પર જીવલેણ હુમલો થયો હતો. આ ફાયરિંગની ઘટનામાં પોલીસે રાજસ્થાનના કોટાથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તો હવે કહેવામાં આવી રહ્યું છે કે ટાઇગર શ્રોફ નહીં પરંતુ સલમાન ખાન શૂટર્સનો અસલી ટાર્ગેટ હતો.

સલમાન ખાન હતો નિશાને

હકીકતમાં હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે સૂત્રોએ જણાવ્યું કે રવિવારે જુહૂમાં ગોળીબારીની ઘટનામાં, લોરેન્સ બિશ્નોઈ ગેંગનો અસલી ટાર્ગેટ બોલીવુડ સ્ટાર સલમાન ખાન હતો. અભિનેતા ટાઇગર શ્રોફ તેનો બીજો વિકલ્પ હતો, જે તેના માટે સરળ ટાર્ગેટ હતો.

રિપોર્ટ પ્રમાણે સૂત્રોએ જણાવ્યું કે રવિવારે સાંજે ટાઇગર શ્રોફની કાર પર ગોળી ચલાવનાર બંને શૂટર્સે હકીકતમાં બાંદ્રા (વેસ્ટ) ના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં સલમાન ખાનના ઘરની રેકી કરી હતી, પરંતુ ત્યાં રહેલી કડક સુરક્ષાને કારણે તે પોતાના હુમલાને અંજામ ન આપી શક્યા. ત્યારબાદ ગેંગ દ્વારા પોતાની યોજના બદલવામાં આવી અને કોઈ સરળ ટાર્ગેટને નિશાને લેવાનું શરૂ થયું. પોલીસ સૂત્રો પ્રમાણે તેમણે ટાઇગર શ્રોફને પોતાનો નિશાન બનાવ્યો, કારણ કે તેને પોલીસ સુરક્ષા મળી નથી.

સોશિયલ મીડિયામાંથી ટાઇગર વિશે મળી હતી જાણકારી

પોલીસ સૂત્રો પ્રમાણે ગેંગને અભિનેતાના ફેન્સની સોશિયલ મીડિયા પોસ્ટથી ખબર પડી હતી કે ટાઇગર દર રવિવારે ફુટબોલ રમે છે અને તે કોઈ સુરક્ષા વગર, તે એક સરળ નિશાન બની શકે છે. જ્યારે શૂટર્સને બિશ્નોઈ ગેંગના સહયોગી અનિલ પંડિત, જેણે આ હુમલાનો આદેશ આપ્યો હતો, તેને જણાવ્યું કે ખાનને નિશાન બનાવવો શક્ય નથી. ત્યારબાદ શૂટર્સે ટાઇગર શ્રોફ પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ આ દેશના દુશ્મનો છે: PM મોદીએ કોને હરાવવા માટે કહ્યું ? જાણો

આરોપીઓના ઉદ્દેશ્યનો ખુલાસો નહીં

પોલીસે જણાવ્યું કે ટાઇગર શ્રોફ બચી ગયો. તેમ લાગે છે કે આ લોકો બે શૂટર અને એક સાથે જે ભાગવા માટે બાઇક લઈ રાહ જોઈ રહ્યો હતો તેનો ઈરાદો અભિનેતા પર ગોળી ચલાવવાનો હતો. રિપોર્ટ પ્રમાણે એક પોલીસ અધિકારીએ કહ્યું- અમને માહિતી મળી છે કે આરોપીઓએ સલમાન ખાનના ઘરની રેકી કરી હતી, પરંતુ તેનો ઈરાદો સ્પષ્ટ નથી. અમે તેના ફોનની તપાસ કરીશું, કારણ કે તે પોતાના હેન્ડલરને મોકલવા માટે તસવીરો લેતા હતા.

કોણ હતા હુમલાખોરો?

ટાઇગર શ્રોફ ફાયરિંગ મામલામાં કોટા પોલીસે ત્રણ શૂટરની ધરપકડ કરી, જેમાં બે હરિયાણા અને એક બિહારનો રહેવાસી છે. ત્યારબાદ ત્રણેયને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. આ ત્રણેય શૂટરને લઈને પોલીસની ટીમ મુંબઈ પહોંચી છે.

બિશ્નોઈ ગેંગનો દાવો અને ધમકીઓ

બિશ્નોઈ ગેંગનું નામ ત્યારે સામે આવ્યું જ્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ. આ પોસ્ટ કથિત રીતે અનિલ પંડિત તરફથી હતી, જેણે બિશ્નોઈ ગેંગના એક અન્ય સભ્ય હરમન સંધૂ સાથે મળી રવિવારની ઘટનાની જવાબદારી લીધી. પોસ્ટમાં લખ્યું 'આજે ટાઇગર શ્રોફની સાથે જે થયું, તેની જવાબદારી અનિલ પંડિત અને હરમન સંધૂ લે છે. અમે તેને ફોન પર સમજાવ્યો હતો, પરંતુ તે ન સમજ્યો, તેથી આજે તેને પાઠ ભણાવી દેવામાં આવ્યો. મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રી જે અમારી વાત નહીં માને કે સલમાન ખાનની સાથે કામ કરશે, આગામી નંબર તેનો હશે. પ્રતીક્ષા કરો અને જુઓ.'

સલમાન ખાન અને બિશ્નોઈ ગેંગનો જૂનો વિવાદ

સલમાન ખાન લાંબા સમયથી બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. અભિનેતા અને બિશ્નોઈ સમાજ વચ્ચે વિવાદનું મૂળ 1998મા જોધપુરમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાન દ્વારા કથિત રીતે એક કાળા હરણનો શિકાર કરવાનું છે. રાજસ્થાનના બિશ્નોઈ સમુદાય માટે આ ઘટના ખુબ અપમાનજનક અને પવિત્રતા વિરુદ્ધ હતી, કારણ કે તે કાળા હરણને પવિત્ર માને છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News