સુરતના મોટા વરાછાના એક કાપડના વેપારીએ પોતાના કર્મચારીઓને ધનતેરસના દિવસે અનોખી દિવાળી ભેટ આપી છે. પોતાના 20 જેટલા કર્મચારીઓને વ્યક્તિદીઠ એક લાખ રૂપિયા રોકડ બોનસ આપ્યું. વેપારી રામસ્વરૂપ મુંડેએ કર્મચારીઓને કહ્યું કે તમે મારું કેટલું ધ્યાન રાખો છો. તમારો પ્રેમ એટલો છે કે આ બધુ કાગળના ટુકડાં છે. હું બધાના માટે કામ કરું છું. પૈસાનો શોખ પણ નથી. તમારી મહેનત છે. જોબ બધા મજબૂરીમાં કરે છે. શોખની નથી કરતા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.