• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /KYC અપડેટ નહીં કરાવ્યું તો શું બેંક ફ્રીઝ કરી શકે છે તમારું એકાઉન્ટ? જાણો RBI ના નિયમો

KYC અપડેટ નહીં કરાવ્યું તો શું બેંક ફ્રીઝ કરી શકે છે તમારું એકાઉન્ટ? જાણો RBI ના નિયમો

શું તમે સમય પર KYC અપડેટ નથી કરાવ્યું તો બેંક તમારા ખાતામાંથી ટ્રાન્ઝેક્શન રોકી શકે છે, આવો જાણીએ આ વિશે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો શું નિયમ છે.

Written ByGokani Dhaval
Published: Nov 05, 2026, 05:18 PM IST|Updated: Nov 05, 2026, 05:20 PM IST
joinshare
KYC અપડેટ નહીં કરાવ્યું તો શું બેંક ફ્રીઝ કરી શકે છે તમારું એકાઉન્ટ? જાણો RBI ના નિયમો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
KYC અપડેટ નહીં કરાવ્યું તો શું બેંક ફ્રીઝ કરી શકે છે તમારું એકાઉન્ટ? જાણો RBI ના નિયમો

KYC અપડેટ નહીં કરાવ્યું તો શું બેંક ફ્રીઝ કરી શકે છે તમારું એકાઉન્ટ? જાણો RBI ના નિયમો

2

રોનાલ્ડોએ અચાનક લીધી નિવૃત્તિ, હવે પોર્ટુગલ માટે નહીં રમે, 23 વર્ષ લાંબી કારકિર્દીનો આવ્યો અંત

3

તહેવાર ટાણે સામાન્ય જનતાના ખિસ્સા પર પ્રહાર: ઘી, બટર અને સીએનજી સહિત અનેક વસ્તુના ભાવમાં વધારો

4

રામાયણનું આ દ્રશ્ય આવ્યું વિવાદમાં, શું ખરેખર માતા સીતા રાક્ષસો સામે લડ્યા હતા? શું કહે છે શાસ્ત્રો

5

સૂર્યકુમાર યાદવનું ફરી ચમક્યું નસીબ! T20માં મળી કેપ્ટનશિપ, હવે બે ટ્રોફી પર નજર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધવાની સાથે બેન્કિંગ ફ્રોડની ઘટના પણ વધી છે. તેને જોતા બેંક દ્વારા ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ખાતાધારકોને જાગૃત કરવા માટે બેંક તરફથી મેસેજ અને કોલ દ્વારા જાણકારી આપવામાં આવે છે. ઘણીવાર બેંક તરફથી KYC અપેડેટ કરાવવાના પણ મેસેજ આવે છે. તેવામાં ઘણા લોકોનાં મનમાં સવાલ થાય છે કે અમે KYC અપડેટ ન કરાવ્યું તો શું બેંક અમારૂ ખાતું ફ્રીઝ કરી દેશે. જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યાં છો તો આ વિશે અમે તમને જણાવીશું કે રિઝર્વ બેંકનો નિયમ શું કહે છે?

KYC શું છે?

ભારતીય રિઝર્વ બેંક અનુસાર KYC એક એવી પ્રક્રિયા છે, જેના દ્વારા કોઈ રેગુલેટેડ એન્ટિટી (RE)  જેમાં બેંક પણ સામેલ છે- પોતાના ગ્રાહકની ઓળખ, સરનામું, તેના વ્યવસાયની પ્રકૃતિ અને નાણાકીય સ્થિતિ વિશે જાણકારી હાસિલ કરી શકે છે અને તેની પુષ્ટિ (વેરિફિકેશન) કરે છે. તેનાથી તે ખાતરી થાય છે કે સંસ્થા પોતાના ગ્રાહકને જાણે છે અને સાથે આ મની લોન્ડ્રિંગ, આતંકવાદને ફન્ડિંગ આપવા કે હથિયારોના પ્રસાર જેવી ગતિવિધિઓ માટે સેવાઓનો દુરૂપયોગ થઈ શકે છે.

KYC પર RBI ના નિયમ શું કહે છે?

નિયમો અનુસાર ભારતમાં KYC એક ફરજીયાત જરૂરિયાત છે. સામાન્ય રીતે બેંક અને અન્ય રેગુલેટેડ એન્ટિટીને કોઈપણ ખાતું ખોલવા સમયે KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે.

આ પણ વાંચોઃ Gold Rate Today: ધનતેરસ પહેલા બંપર તેજી, ગણતરીના કલાકોમાં સોનામાં 6000

આ ત્યારે પણ જરૂરી છે જ્યારે કોઈ એવી વ્યક્તિ (જેનું બેંકમાં કોઈ ખાતું નથી) 50,000 રૂપિયા કે તેનાથી વધુનો વહીવટ કરે છે. આંતરરાષ્ટ્રીય મની ટ્રાન્સફર માટે પણ KYC ની જરૂર પડે છે. જો ગ્રાહકની જાણકારીને લઈને કોઈ શંકા હોય તો પણ KYC ની માગ કરી શકાય છે. આ સિવાય આરબીઆઈના નિયમો અનુસાર જ્યારે બેંક કોઈ નાણાકીય પ્રોડક્ટ વેચે છે કે 50,000 રૂપિયાથી વધુની ક્રેડિટ કાર્ડની ચુકવણીની પ્રોસેસ કરે છે, ત્યારે પણ KYC લાગૂ થાય છે.

જો KYC પૂર્ણ ન કરવામાં આવે તો બેંક ગ્રાહકને તે માટે રિમાઇન્ડર મોકલી શકે છે. વારંવાર રિમાઇન્ડર મોકલવા છતાં KYC અપડેટ ન કરવામાં આવે તો 'મની-લોન્ડરિંગ અટકાયત (રેકોર્ડની જાળવણી) નિયમો, ૨૦૦૫' હેઠળ આરબીઆઈના નિયમ બેંકોને યોગ્ય નોટિસ આપ્યા બાદ ખાતું બંધ કરવાની મંજૂરી આપે છે.

નિયમો અનુસાર જો કોઈ ખાતામાં બે વર્ષ સુધી ગ્રાહક તરફથી કોઈ લેતી-દેતી (customer-induced transaction)  ન થાય તો તેને નિષ્ક્રિય ખાતું માની લેવામાં આવે છે.

RBI એ પોતાની વેબસાઇટ પર જણાવ્યું છે કે નિષ્ક્રિય ખાતાને ફરી ચાલૂ કરવા માટે ગ્રાહક RE (રેગુલેટેડ એન્ટિટી) ની પોતાની હોમ બ્રાન્ચ કે કોઈ અન્ય બ્રાન્ચમાં જઈ પોતાની  KYC જાણકારી/ડેટા અપડેટ કરી શકે છે. બેંક આ નિષ્ક્રિય ખાતાને ત્યારે સક્રિય કરશે, જ્યારે તે  KYC પર માસ્ટર ડાયરેક્શનમાં આપવામાં આવેલા  KYC દિશાનિર્દેશોનું પાલન કરશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News