• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /તહેવાર ટાણે સામાન્ય જનતાના ખિસ્સા પર પ્રહાર: ઘી, બટર અને સીએનજી સહિત અનેક વસ્તુના ભાવમાં વધારો

તહેવાર ટાણે સામાન્ય જનતાના ખિસ્સા પર પ્રહાર: ઘી, બટર અને સીએનજી સહિત અનેક વસ્તુના ભાવમાં વધારો

એક તરફ લોકો દિવાળી ઉજવવાની તૈયારી કરી રહ્યાં છે, બીજીતરફ મોંઘવારી પરેશાન કરી રહી છે. અનેક જરૂરિયાત વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અમૂલ દ્વારા ઘી-માખણના ભાવમાં વધારો કરવામાં આવ્યો બીજીતરફ સીએનજીના ભાવમાં પણ વધારો થઈ ગયો છે.

Written ByGokani Dhaval
Published: Nov 05, 2026, 04:30 PM IST|Updated: Nov 05, 2026, 04:38 PM IST
joinshare
તહેવાર ટાણે સામાન્ય જનતાના ખિસ્સા પર પ્રહાર: ઘી, બટર અને સીએનજી સહિત અનેક વસ્તુના ભાવમાં વધારો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
રોનાલ્ડોએ અચાનક લીધી નિવૃત્તિ, હવે પોર્ટુગલ માટે નહીં રમે, 23 વર્ષ લાંબી કારકિર્દીનો આવ્યો અંત

રોનાલ્ડોએ અચાનક લીધી નિવૃત્તિ, હવે પોર્ટુગલ માટે નહીં રમે, 23 વર્ષ લાંબી કારકિર્દીનો આવ્યો અંત

2

તહેવાર ટાણે સામાન્ય જનતાના ખિસ્સા પર પ્રહાર: ઘી, બટર અને સીએનજી સહિત અનેક વસ્તુના ભાવમાં વધારો

3

રામાયણનું આ દ્રશ્ય આવ્યું વિવાદમાં, શું ખરેખર માતા સીતા રાક્ષસો સામે લડ્યા હતા? શું કહે છે શાસ્ત્રો

4

સૂર્યકુમાર યાદવનું ફરી ચમક્યું નસીબ! T20માં મળી કેપ્ટનશિપ, હવે બે ટ્રોફી પર નજર

5

IPL 2027 ઓક્શન પહેલા CSK અને SRH વચ્ચે મોટી ટ્રેડ: 4 ખેલાડીઓની અદલાબદલી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

દિવાળી પહેલા મોંઘવારીનો ડબલ એટેક...એક તરફ રસોડાના બજેટ પર ઘી અને બટરનો બોમ્બ...  તો બીજી તરફ રસ્તા પર દોડતા CNG વાહનચાલકોને વધુ એક ઝટકો...અમૂલ ઘી મોંઘું... અમૂલ બટર મોંઘું... અને હવે CNG પણ મોંઘો,,,તહેવાર પહેલા જ સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો સીધો પ્રહાર...કાળઝાળ મોંઘવારી વચ્ચે હવે જીવન જરૂરિયાતની વસ્તુ મોંઘી થતાં ખિસ્સા પર કેટલો પડશે ભાર?...કેટલો વધશે ગૃહિણીઓનો ખર્ચ?...જુઓ આ ખાસ અહેવાલમાં.

દિવાળી આવે... એટલે ઘરમાં ઉજવણીની તૈયારીઓ શરૂ થાય...મીઠાઈ... ફરસાણ... સ્વાદિષ્ટ વાનગીઓ બને...પણ આ વખતે દિવાળી પહેલા જ રસોડામાં મોંઘવારીની એન્ટ્રી થઈ ગઈ છે...અમૂલ ઘી મોંઘું...અને સાથે અમૂલ બટર પણ મોંઘું...ઘી પર મોંઘવારીનો ઘા...એક કિલો અમૂલ ઘી પર સીધો 50 રૂપિયાનો વધારો...નવો ભાવ થયો 680 રૂપિયા પહોંચ્યો...તો 500 ગ્રામના ઘીના પાઉચ પર પણ 20 રૂપિયાનો વધારો થયો છે...

  • એક કિલો અમૂલ ઘી પર સીધો 50 રૂપિયાનો વધારો
  • અમૂલ ઘીનો નવો ભાવ થયો 680 રૂપિયા પહોંચ્યો
  • 500 ગ્રામના ઘીના પાઉચ પર પણ 20 રૂપિયાનો વધારો

એટલું જ નહીં...અમૂલ બટર પર પણ મોંઘવારીનો માર પડ્યો છે...100 ગ્રામના પેકેટ પર 3 રૂપિયાનો વધારો થયો છે...અને 500 ગ્રામના પેક પર 15 રૂપિયા વધ્યા છે...એટલે દિવાળીની રસોઈ શરૂ થાય એ પહેલાં જ ગૃહિણીઓનું બજેટ ગરમ થયું છે...ઘી મોંઘું...  બટર મોંઘું...  અને હવે...CNG પણ મોંઘો થયો છે.

આ પણ વાંચોઃ ડુંગરીમાં પ્રેમના નામે ખેલ: સગીરાને ફસાવી 32 તોલા સોનું અને લાખો પડાવનાર હવસખોર બેવફા 

  • અમૂલ બટર 100 ગ્રામના પેકેટ પર 3 રૂપિયાનો વધારો
  • અમૂલ બટર 500 ગ્રામના પેક પર 15 રૂપિયા વધ્યા 
  • ઘી મોંઘું, બટર મોંઘું, CNG મોંઘો

અદાણી કંપનીએ CNGના ભાવમાં કર્યો વધુ એક વધારો...પ્રતિ કિલો 2 રૂપિયા 30 પૈસા CNG મોંઘો થયો છે...અગાઉનો ભાવ...98 રૂપિયા 47 પૈસા હતો...હવે નવો ભાવ...100 રૂપિયા 77 પૈસા થયો છે..અને અહીં જ વાત પૂરી થતી નથી...થોડા દિવસ પહેલા...એટલે કે 23 ઓક્ટોબરે જ 4 રૂપિયા 45 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો...અને હવે દિવાળી પહેલા ફરી ભાવવધારો થયો છે...

  • પ્રતિ કિલો 2 રૂપિયા 30 પૈસા અદાણી CNG મોંઘો થયો
  • CNGનો અગાઉનો ભાવ 98 રૂપિયા 47 પૈસા હતો
  • CNGનો નવો ભાવ 100 રૂપિયા 77 પૈસા થયો

હિસાબ એકદમ સ્પષ્ટ છે...રિક્ષા ચાલક પર વધતો બોજ...CNG કારચાલક પર વધતો ખર્ચ...અને આખરે...આ બોજનો માર સામાન્ય માણસના ખિસ્સા પર...એક તરફ દિવાળીના ખર્ચ...બીજી તરફ વધતા ખાદ્ય પદાર્થોના ભાવ...અને હવે વાહન ચલાવવાનો ખર્ચ પણ વધ્યો...

દિવાળી ખુશીઓનો તહેવાર છે...પણ આ વખતે તહેવાર પહેલા જ મોંઘવારીએ સામાન્ય માણસની ખુશીઓ પર ખર્ચનો પડછાયો નાખ્યો છે...રસોડામાં ઘી-બટર મોંઘું... રસ્તા પર CNG મોંઘો...  અને ખિસ્સા પર મોંઘવારીનો ડબલ માર...હવે સૌથી મોટો સવાલ...દિવાળી ઉજવવી... કે વધતા ખર્ચનો હિસાબ કરવો?

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News