• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /રામાયણનું આ દ્રશ્ય આવ્યું વિવાદમાં, શું ખરેખર માતા સીતા રાક્ષસો સામે લડ્યા હતા? શું કહે છે શાસ્ત્રો

રામાયણનું આ દ્રશ્ય આવ્યું વિવાદમાં, શું ખરેખર માતા સીતા રાક્ષસો સામે લડ્યા હતા? શું કહે છે શાસ્ત્રો

Ramayana Movie: રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ અભિનિત રામાયણ આખરે થિયેટરમાં આવી ગઈ. ફિલ્મે સારી એવી ચકચાર જગાવી છે પરંતુ સાથે સાથે એક નવો વિવાદ પણ છેડાયો છે. ફિલ્મમાં માતા સીતાને ભગવાન રામ સાથે રાક્ષસો જોડે યુદ્ધ કરતા દેખાડવામાં આવ્યા છે જે જોઈને લોકો નવાઈ પામી ગયા છે. આ સીનને લઈને સોશિયલ મીડિયા પર સવાલ ઉઠી રહ્યા છે. શું ખરેખર માતા સીતાએ રાક્ષસો સાથે યુદ્ધ છેડ્યું હતું? શું કહે છે ધર્મગ્રંથો...

Written ByViral Raval
Published: Nov 05, 2026, 04:10 PM IST|Updated: Nov 05, 2026, 04:17 PM IST
joinshare
રામાયણનું આ દ્રશ્ય આવ્યું વિવાદમાં, શું ખરેખર માતા સીતા રાક્ષસો સામે લડ્યા હતા? શું કહે છે શાસ્ત્રો
Image Credit: AI Generated Image with video grab

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
રામાયણનું આ દ્રશ્ય આવ્યું વિવાદમાં, શું ખરેખર માતા સીતા રાક્ષસો સામે લડ્યા હતા? શું કહે છે શાસ્ત્રો

રામાયણનું આ દ્રશ્ય આવ્યું વિવાદમાં, શું ખરેખર માતા સીતા રાક્ષસો સામે લડ્યા હતા? શું કહે છે શાસ્ત્રો

2

સૂર્યકુમાર યાદવનું ફરી ચમક્યું નસીબ! T20માં મળી કેપ્ટનશિપ, હવે બે ટ્રોફી પર નજર

3

IPL 2027 ઓક્શન પહેલા CSK અને SRH વચ્ચે મોટી ટ્રેડ: 4 ખેલાડીઓની અદલાબદલી

4

દુનિયાના ટોપ 10 સુરક્ષિત દેશોમાં ગુજરાતીઓને ખુબ ગમતો આ દેશ પહેલા નંબરે, અમેરિકાનું નામ યાદીમાંથી ગાયબ

5

Travel Tips: ઉદયપુર-જયપુર છોડો, દિવાળીની રજામાં એક્સપ્લોર કરો રાજસ્થાનની આ ઓફબીટ જગ્યાઓને

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

નીતિશ તિવારીની બિગ બજેટ ફિલ્મ રામાયણ આખરે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ. ફિલ્મની કહાની અને કલાકારોના અભિનયના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે. પરંતુ એક સીન એવો છે જે વિવાદમાં આવ્યો છે. આ સીનમાં માતા સીતા (સાઈ પલ્લવી) ભગવાન રામ (રણબીર કપૂર) સાથે જંગલમાં રાક્ષસો સાથે લડી રહ્યા છે. અનેક લોકોનું એવું માનવું છે કે આ તથ્યો સાથે છેડછાડ છે. કારણ કે તેમના જણાવ્યાં મુજબ માતા સીતાએ ક્યારેય ભગવાન રામ સાથે મળીને કોઈ યુદ્ધ લડ્યું જ નથી.

ફિલ્મના આ સીન પર એક યૂઝરે રિએક્ટ કરતા લખ્યું કે, રામાયણથી વધુ એક દગો, એમ કહો કે સ્કૈમયાના (કૌભાંડ-રામાયણ). અહીં અમે માતા સીતાને લડતા અને ખર દૂષણની 14000 રાક્ષસોની સેના વિરુદ્ધ શ્રી રામની મદદ કરતા જોઈ રહ્યા છીએ. જ્યારે શાસ્ત્રો મુજબ શ્રી રામે લક્ષ્મણ અને માતા સીતાને દૂર મોકલીને એકલા હાથે તમામ સાથે લડાઈ લડી હતી.

Ramayana Review: દમદાર છે રામાયણ ફિલ્મ, રૂંવાડા ઊભા કરી દેશે જટાયુ-રાવણ યુદ્ધ સીન લોકોએ આપ્યું રિએકશન

સીતા માતાનું આ રૂપ જોઈને લોકો ભડક્યા

એક યૂઝરે લખ્યું કે "અરે ભગવાન રામે એકલા જ આખી સેના સામે લડાઈ લડી હતી...રામાયણમાં આ લડાઈનું વર્ણન ખુબ જ ભીષણ છે. તેઓ તે રાક્ષસોના લોહીથી ખરડાયેલા હતા. માતા સીતા અત્યંત કોમળ હતા અને ભગવાન રામ તેમને ક્યારેય યુદ્ધના મેદાનમાં આવવા દેતા નહતા."

અન્ય એક યૂઝરે લખ્યું કે ભગવાન રામે શૂર્પણખાના ભાઈ ખર દ્વારા બદલો લેા માટે મોકલેલા 14000 રાક્ષસોને હરાવ્યા હતા. રામે એકલા હાથે રાક્ષસોની આખી સેનાને હરાવી હતી. રામાયણના આ તથ્યને તોડી મરોડીને રજૂ કરાયા છે. જેમાં દેખાડવામાં આવ્યું છે કે સીતા પણ રામ સાથે મળીને લડતા હતા. આખરે આ લોકો પોતાની મરજીથી કઈ પણ કેવી રીતે  દેખાડી શકે છે?

શું કહે છે શાસ્ત્રો

હવે આવામાં સ્વાભાવિક રીતે સવાલ ઉઠે કે શું માતા સીતાએ ક્યારેય કોઈ યુદ્ધ લડ્યું છે ખરું? ગ્રંથો શું કહે છે. વાલ્મિકી રામાયણ મુજ 14 વર્ષના વનવાસ દરમિયાન રાક્ષસો સામે થયેલા કોઈ પણ યુદ્ધમાં સીતાએ રામ સાથે મળીને ક્યારેય યદ્ધ લડ્યું નથી. શૂર્પણખાને લક્ષ્મણે હરાવી હતી. રામ અને લક્ષ્મણે રાક્ષસ વિરાધ સાથે લડાઈ લડી હતી. જ્યારે રામે એકલા હાથે ખર અને દૂષણને તેમની આખી સેના સાથે હરાવ્યા હતા.

બીજી બાજુ અદભૂત રામાયણમાં સીતામાતાને દૈવી શક્તિના એક શક્તિશાળી સ્વરૂપમાં દેખાડવામાં આવ્યા છે. આ ગ્રંથ મુજબ જ્યારે રામે હજારો માથાવાળાવાળા રાવણ (સહસ્ત્ર રાવણ) સામે હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે સીતામાતા મહાકાળીનું રૂપ ધારણ કરે છે અને ખુદ પોતે રાક્ષસ સામે યુદ્ધ કરે છે. જો કે અદભૂત રામાયણમાં સીતાનું એક ઉગ્ર રૂપ જોવા મળે છે, પરંતુ તેમાં ઘટનાઓનો ક્રમ કઈંક અલગ છે.

Ramayana First Review: રણબીર અને યશની દમદાર એક્ટિંગ, જટાયુ-રાવણનું યુદ્ધ જોઈ આંસુ આવી ગયા, અભિનેતાએ કહ્યું: નાની-નાની ખામીઓ છે

રામાયણમાં સીતાને યોદ્ધા તરીકે દેખાડ્યા, શું કહે છે નીતિશ તિવારી

ફિલ્મના લોસ એન્જલસ પ્રીમિયરમાં વૈશ્વિક મીડિયા સાથે વાત કરતા નીતિશ તિવારીએ કહ્યું કે તો..એમના ભાગમાં પણ એક્શન છે. અમે એ વાત અંગે ખુબ સ્પષ્ટ છીએ કે કેટલીક ચીજો અને કેટલાક પાત્રો એવા છે કે જ્યાં અમે થોડી છૂટછાટ લઈ શકીએ છીએ. પરંતુ કેટલાક પાત્રો એવા છે જ્યાં આપણે બિલકુલ છૂટ લેવી જોઈએ નહીં. જેમ કે ભગવાન રામ આપણા દેશમાં તેમના જેટલા પણ સંસ્કરણ રહેલા છે તે બધામાં તેઓ ભગવાન રામ જ છે.

તેમણે વધુમાં કહ્યું કે, "જેવો કે તમે ઉલ્લેખ કર્યો, માતા સીતાનું પણ એક યોદ્ધાવાળું સ્વરૂપ છે. અદભૂત રામાયણમાં તેમને એક યોદ્ધા રાજકુમારી તરીકે દેખાડવામાં  આવ્યા છે. અમે અહીંથી જ આ પહેલું લીધો છે, જે તેમના ચરિત્રમાં એક ઉત્તમ આયામ જોડે છે."

આજે રિલીઝ થઈ રામાયણ

આજે રિલીઝ થયેલી રામાયણ વિશે એકવાત કહી શકાય કે નીતિશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ ખુબ ભવ્ય   છે. ફિલ્મના કલાકારોને પોતાની લય પકડવામાં વાર લાગે છે પરંતુ એકવાર જ્યારે લયમાં આવે છે ત્યારબાદ આખી ફિલ્મ સુંદર રીતે આગળ વધે છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિકમાં હંસ જીમર અને એ આર રહેમાનની જોડીએ કમાલ કર્યો છે. ફિલ્મમાં ભરપૂર જાદુટોણા, રોમાંચ અને એડવેન્ચર છે. જે ભરપૂર મનોરંજન કરે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news