• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /દુનિયાના ટોપ 10 સુરક્ષિત દેશોમાં ગુજરાતીઓને ખુબ ગમતો આ દેશ પહેલા નંબરે, અમેરિકાનું નામ યાદીમાંથી ગાયબ

દુનિયાના ટોપ 10 સુરક્ષિત દેશોમાં ગુજરાતીઓને ખુબ ગમતો આ દેશ પહેલા નંબરે, અમેરિકાનું નામ યાદીમાંથી ગાયબ

Top 10 Safest Countries: ભારત બહાર વસવાટ કરવાનું વિચારીએ તો સૌથી પહેલું નામ તો અમેરિકા જ ધ્યાનમાં આવે પરંતુ શું તમને ખબર છે કે જયાં સૌથી સુરક્ષિત દેશોની વાત આવે તો અમેરિકાનું નામ ટોપ 10માં નથી. BHTPએ દુનિયાના સૌથી સુરક્ષિત દેશોની એક યાદી બહાર પાડી છે. અત્રે જણવવાનું કે આ યાદી અમેરિકી મુસાફરોની સુરક્ષા સંબંધિત સોચ પર કરાયેલા એક વિસ્તૃત સર્વેનો ભાગ છે અને આ રેન્કિંગ મુખ્યત્વ અમેરિકી મુસાફરોના સર્વેક્ષણ પર આધારિત છે.

Written ByViral Raval
Published: Nov 05, 2026, 02:50 PM IST|Updated: Nov 05, 2026, 02:57 PM IST
joinshare
દુનિયાના ટોપ 10 સુરક્ષિત દેશોમાં ગુજરાતીઓને ખુબ ગમતો આ દેશ પહેલા નંબરે, અમેરિકાનું નામ યાદીમાંથી ગાયબ
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
IPL 2027 ઓક્શન પહેલા CSK અને SRH વચ્ચે મોટી ટ્રેડ: 4 ખેલાડીઓની અદલાબદલી

IPL 2027 ઓક્શન પહેલા CSK અને SRH વચ્ચે મોટી ટ્રેડ: 4 ખેલાડીઓની અદલાબદલી

2

દુનિયાના ટોપ 10 સુરક્ષિત દેશોમાં ગુજરાતીઓને ખુબ ગમતો આ દેશ પહેલા નંબરે, અમેરિકાનું નામ યાદીમાંથી ગાયબ

3

Travel Tips: ઉદયપુર-જયપુર છોડો, દિવાળીની રજામાં એક્સપ્લોર કરો રાજસ્થાનની આ ઓફબીટ જગ્યાઓને

4

નશાની લતમાંથી 3 મિત્રો બન્યા ડ્રગ્સ પેડલર: અમદાવાદમાં 7 મહિનાથી ચાલતા હાઇબ્રિડ ગાંજાના કાળા કારોબારનો પર્દાફાશ

5

Gold Rate Today: ધનતેરસ પહેલા બંપર તેજી, ગણતરીના કલાકોમાં સોનામાં 6000 અને ચાંદીમાં 11000 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.


બર્કશાયર હૈથવે ટ્રાવેલ પ્રોટેક્શન (BHTP)એ દુનિયાના સૌથી સુરક્ષિત દેશોનું 2027નું રેન્કિંગ બહાર પાડ્યું છે. આ યાદીમાં ગુજરાતીઓને ખુબ ગમતું કેનેડા પહેલા નંબરે છે. જ્યારે BHTPના જ ગત વર્ષના રેન્કિંગમાં કેનેડા પાંચમા નંબરે હતું. એટલે કે માત્ર એક વર્ષમાં ટોચ પર પહોંચી ગયું. કેનેડા ઉપરાંત કયા કયા દેશો આ યાદીમાં સામેલ છે તે ખાસ જાણો.

'ઈરાન યુદ્ધ અમારી હારનું સૌથી મોટું કારણ' - જે.ડી. વેન્સનો સ્વીકાર, ટ્રમ્પના વોટર્સે છોડ્યો સાથ!

ટોપ 10 સુરક્ષિત દેશો

BHTPની 2027ની વિશ્વના ટોપના સુરક્ષિત દેશોની યાદીમાં મુસાફરો માટે જે દેશોને સામેલ કરાયા છે તે નીચે મુજબ છે.

  1. કેનેડા
  2. ન્યૂઝીલેન્ડ
  3. ઓસ્ટ્રેલિયા
  4. આઈસલેન્ડ
  5. જાપાન
  6. ઓસ્ટ્રિયા
  7. આયરલેન્ડ
  8. નેધરલેન્ડ
  9. ડેનમાર્ક
  10. પોર્ટુગલ

આ ઉપરાંત ટોપ ટેન દેશો પછી જે દેશોના નામ આવે છે તેમાં નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, ઈટાલી, સ્પેન, અને જર્મનીને સૌથી સુરક્ષિત દેશોમાં ગણવામાં આવ્યા છે. વેબસાઈટે ટોપ 15 બાદના દેશોની યાદી બહાર પાડી નથી.

રેંકિંગ આપવામાં શું  ધ્યાનમાં રાખ્યું?

BHTP સુરક્ષિત દેશોનું રેંકિંગ નક્કી કરવા માટે અનેક કેટેગરીઓને ધ્યાનમાં રાખે છે. જેમાં મહિલાઓ, LGBTQIA+ મુસાફરો, અલગ અલગ નસ્લના લોકોની સુરક્ષા, હિંસક અપરાધોથી સુરક્ષા, આતંકવાદથી સુરક્ષા, પરિવહનની સુરક્ષા, સ્વાસ્થ્ય સંબંધિત ઉપાયો, અને હિંસક અપરાધોથી સુરક્ષા જેવા માપદંડોને પોતાના સર્વેમાં પરખે છે.  

અમેરિકી ચૂંટણીમાં ભારતીય-અમેરિકનોનો દબદબો: અમી બેરા 8મી વાર સંસદ પહોંચ્યા, ઘણા ભારતીય નેતાઓનો વિજય

અત્રે નોંધનીય છે કે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યાઓનું આ રેંકિંગ મુખ્યત્વે અમેરિકી મુસાફરોના સર્વેક્ષણ પર આધારિત છે. એવા મુસાફરોને આ સર્વેમાં સામેલ કરાયા છે જે છેલ્લા પાંચ વર્ષમાં આ દેશોમાં ફર્યા છે. BHTP મુસાફરોની પ્રતિક્રિયાની સાથે બહારના સ્ત્રોતોના આંકડાને પણ સામેલ કરે છે. જેમાં ગ્લોબલ પીસ ઈન્ડેક્સ, નમબેઓ, જિયોશ્યોર ગ્લોબલ, વિશ્વ આરોગ્ય સંગંઠન, ઈક્વલડેક્સ ઈક્વેલિટી ઈન્ડેક્સ, ગ્લોબલ ટેરરીઝમ ઈન્ડેક્સ સામેલ છે.

15 દેશોના નામ જાહેર કર્યા

દુનિયાભરના દેશોના કુલ સ્કોરની ગણતરી છ સુરક્ષા સબ કેટેગરીઓની સરેરાશ અને બહારના સ્ત્રોતોના આંકડાના મેચ કરીને થાય છે. બહાર પાડવામાં આવેલા રેન્કિંગમાં ટોચના 15 દેશો જ સામેલ છે. જ્યારે BHTPના સર્વેક્ષણમાં ઓછામાં ઓછા 31 દેશોનું રેટિંગ સામેલ છે.  

BHTPના જણાવ્યાં મુજબ કેનેડા મહિલાઓ,  LGBTQIA+ મુસાફરો અને અશ્વેત સમૂહના લોકોની સુરક્ષાના મામલે મળેલા સારા સર્વે અંકોના કારણે ટોપ પર છે. આ સાથે જ તેને અક્વલડેક્સ ઈક્વેલિટી ઈન્ડેક્સ, ગ્લોબલ પીસ ઈન્ડેક્સ અને ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સમાં સારું રેટિંગ મળ્યું છે. અત્રે નોંધનીય છે કે કેનેડા એવા 8 દેશોમાં સામેલ છે જે BHTPના સેફ ટ્રાવેલ હોલ ઓફ ફેમમાં સામેલ છે. આ યાદીમાં એવા દેશો સામેલ છે જેમણે 2018થી રેન્કિંગ શરૂ  થયા બાદથી સતત ટોપ 10માં જગ્યા જાળવી રાખી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News