• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /'મને દરેક ભારતીય બોલરથી નફરત છે'... પાકિસ્તાની બેટ્સમેન હસન નવાઝનો વીડિયો આવ્યો સામે

'મને દરેક ભારતીય બોલરથી નફરત છે'... પાકિસ્તાની બેટ્સમેન હસન નવાઝનો વીડિયો આવ્યો સામે

Hasan Nawaz : શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઈનલમાં પાકિસ્તાન તરફથી હસન નવાઝે 96 રનની ઇનિંગ્સ રમી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. હવે તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Written ByDilip Chaudhary
Published: Oct 05, 2026, 04:32 PM IST|Updated: Oct 05, 2026, 04:39 PM IST
joinshare
'મને દરેક ભારતીય બોલરથી નફરત છે'... પાકિસ્તાની બેટ્સમેન હસન નવાઝનો વીડિયો આવ્યો સામે

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત, લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર

મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત, લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર

2

ટ્રમ્પનું 'મિશન હોર્મુઝ' ફેલ? ખાડી દેશોમાંથી અમેરિકી નેવી ગાયબ! શું અમેરિકાના ડરથી હોર્મુઝ અને બ્રિટન છોડીને ભાગ્યા B-2 બોમ્બર્સ?

3

'મને દરેક ભારતીય બોલરથી નફરત છે'... પાકિસ્તાની બેટ્સમેન હસન નવાઝનો વીડિયો આવ્યો સામે

4

અસંભવ... વાઈડ બોલ પર સિક્સર! છતાં ટીમને મળ્યા માત્ર 5 રન, અમ્પાયરનો આશ્ચર્યજનક નિર્ણય

5

UP રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે 8 ઉમેદવારોના નામ કર્યા જાહેર, આ કેન્દ્રીય મંત્રીનું પત્તું કપાયું!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Hasan Nawaz : પાકિસ્તાની બેટ્સમેન હસન નવાઝનું એક જૂનું ઈન્ટરવ્યુ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયોમાં તેણે ભારતીય બોલરો વિશે એવી કોમેન્ટ કરી હતી કે હવે ભારતીય ચાહકોમાં રોષ ફેલાયો છે. હસન નવાઝે તાજેતરમાં એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારત સામે 96 રનની ઇનિંગ રમી હતી. આ પ્રદર્શન બાદ તેનું જૂનું નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે.

થોડા સમય પહેલા પાકિસ્તાની પત્રકાર કાદિર ખ્વાજા સાથેના એક ઈન્ટરવ્યુમાં નવાઝને પૂછવામાં આવ્યું હતું કે તે વિશ્વના કયા બોલરની ધુલાઈ કરવા માંગે છે. આ ઈન્ટરવ્યુ એશિયન ગેમ્સની મેચ પહેલા લેવામાં આવ્યો હતો.

ભારતીય બોલરોને નિશાન બનાવ્યા

કોઈ ચોક્કસ બોલરનું નામ લેવાને બદલે નવાઝે સમગ્ર ભારતીય ટીમ પર નિશાન સાધ્યું. તેણે કહ્યું હતું કે, તે ભારતીય ટીમના દરેક બોલરની ઓવરમાં રન ઝૂડવા માંગે છે. મને તેમના દરેક બોલર પ્રત્યે નફરત છે.

ફાઇનલમાં 96 રનની ઇનિંગ રમી

જ્યારે એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારતનો સામનો કરવાનો સમય આવ્યો, ત્યારે હસન નવાઝે 96 રનની તોફાની ઇનિંગ રમીને એકલા હાથે ભારતીય બોલિંગ આક્રમણનો સામનો કર્યો. નવાઝ સિવાય પાકિસ્તાનનો અન્ય કોઈ બેટ્સમેન ખુલીને રમી શક્યો નહીં. નવાઝ સિવાય ટીમના અન્ય ખેલાડીઓનો સર્વોચ્ચ સ્કોર માત્ર 29 રન હતો.

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પાકિસ્તાનની હાર

જોકે, તેની વિસ્ફોટક ઇનિંગ પણ પાકિસ્તાનને જીત અપાવી શકી નહીં. ભારતે શાનદાર પ્રદર્શન કર્યું, 19 રનથી મેચ જીતી લીધી અને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો.

મેચ પૂરી થતાં જ ચાહકોએ તે જૂનો ઈન્ટરવ્યુ શોધી કાઢ્યો અને સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવાનું શરૂ કર્યું, જેમાં તેણે અગાઉ ભારતીય બોલરો વિશે કહેલા કઠોર શબ્દોને હાઈલાઈટ કરવામાં આવ્યા. હવે સોશિયલ મીડિયા પર લોકો કટાક્ષ કરી રહ્યા છે કે મોટી-મોટી વાતો કરવા છતાં અંતે ટીમને હારનો સામનો કરવો પડ્યો.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News