• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /ટ્રમ્પનું 'મિશન હોર્મુઝ' ફેલ? ખાડી દેશોમાંથી અમેરિકી નેવી ગાયબ! શું અમેરિકાના ડરથી હોર્મુઝ અને બ્રિટન છોડીને ભાગ્યા B-2 બોમ્બર્સ?

ટ્રમ્પનું 'મિશન હોર્મુઝ' ફેલ? ખાડી દેશોમાંથી અમેરિકી નેવી ગાયબ! શું અમેરિકાના ડરથી હોર્મુઝ અને બ્રિટન છોડીને ભાગ્યા B-2 બોમ્બર્સ?

Strait of Hormuz : શું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અમેરિકાના હાથમાંથી નીકળી ચૂક્યું છે? આ સવાલ એટલા માટે મહત્વનો છે, કારણ કે યુદ્ધના 8 મહિનામાં આજ સુધી અમેરિકી નૌસેના હોર્મુઝમાં દાખલ થઈ શકી નથી, હવે ઈરાનનો દાવો છે કે અમેરિકી નેવી હોર્મુઝથી એક હજાર કિલોમીટર દૂર સુધી ક્યાંય દેખાઈ રહી નથી. ઈરાને કહ્યું છે કે અમેરિકી સેના અમારી નૌકાદળની તાકાત જોઈને ગભરાઈ ગઈ છે. આ દાવાની સાથે અમેરિકી સેનામાં દહેશતના સંકેત પણ દેખાયા. અમેરિકાએ બ્રિટનમાં પોતાના એરબેઝ પરથી તૈનાત B-2 બોમ્બર્સને હટાવી લીધા છે. આની પાછળનું કારણ બતાવવામાં આવી રહ્યું છે- ઈરાનનો સંભવિત હુમલો. તો શું ઈરાને કોઈ સીક્રેટ ફોર્સ તૈયાર કરી લીધી છે જે હોર્મુઝથી લઈને બ્રિટન સુધી ગમે ત્યાં હુમલો કરી શકે છે...?

Written ByKaran Rajput
Published: Oct 05, 2026, 04:47 PM IST|Updated: Oct 05, 2026, 04:57 PM IST
joinshare
ટ્રમ્પનું 'મિશન હોર્મુઝ' ફેલ? ખાડી દેશોમાંથી અમેરિકી નેવી ગાયબ! શું અમેરિકાના ડરથી હોર્મુઝ અને બ્રિટન છોડીને ભાગ્યા B-2 બોમ્બર્સ?
Image Credit: AI Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
બુલિયન માર્કેટમાં આજે ફરી સોનું થયું ધડામ, જાણો આજના સોના-ચાંદીના ભાવ

બુલિયન માર્કેટમાં આજે ફરી સોનું થયું ધડામ, જાણો આજના સોના-ચાંદીના ભાવ

2

મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત, લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર

3

ટ્રમ્પનું 'મિશન હોર્મુઝ' ફેલ? ખાડી દેશોમાંથી અમેરિકી નેવી ગાયબ! શું અમેરિકાના ડરથી હોર્મુઝ અને બ્રિટન છોડીને ભાગ્યા B-2 બોમ્બર્સ?

4

'મને દરેક ભારતીય બોલરથી નફરત છે'... પાકિસ્તાની બેટ્સમેન હસન નવાઝનો વીડિયો આવ્યો સામે

5

અસંભવ... વાઈડ બોલ પર સિક્સર! છતાં ટીમને મળ્યા માત્ર 5 રન, અમ્પાયરનો આશ્ચર્યજનક નિર્ણય

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

RAF Fairford Airbase : અમેરિકાના B-2 બોમ્બર્સથી દુનિયાની દરેક સેના ફફડે છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે ટ્રમ્પ પોતે જ પોતાના B-2 બોમ્બર્સને લઈને ડરમાં છે. અમેરિકાએ બ્રિટનના RAF ફેરફોર્ડ એરબેઝ પરથી પોતાના તમામ બોમ્બર વિમાનો પાછા બોલાવી લીધા છે. આ એરબેઝનો ઉપયોગ અમેરિકી સેનાએ ઈરાન પર હુમલા માટે કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાએ આ નિર્ણય બ્રિટનના આ એરબેઝ પર આતંકી હુમલાના ષડયંત્રની તપાસ વચ્ચે લીધો છે. પેન્ટાગોનના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય બાદ અમેરિકી બોમ્બર્સને પાછા અમેરિકામાં તેમના સૈન્ય ઠેકાણા પર મોકલી દેવામાં આવ્યા છે.

RAF ફેરફોર્ડ એરબેઝ લંડનથી આશરે 160 કિમી પશ્ચિમમાં છે. અમેરિકા દાયકાઓથી મિડલ ઈસ્ટના યુદ્ધોમાં આ એરબેઝનો ઉપયોગ કરતું આવ્યું છે. પરંતુ હવે અહીં એક પણ B-2 બોમ્બર નથી. તો શું ઈરાનના સંભવિત હુમલાઓથી ટ્રમ્પ ફફડી ગયા છે? ઈરાનનો દાવો તો એ પણ છે કે ટ્રમ્પ ભલે મિડલ ઈસ્ટમાં 10 હજાર સૈનિકો મોકલીને મનોવૈજ્ઞાનિક દબાણ બનાવવાના પ્રયત્ન કરતા હોય, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે.

એટલું જ નહીં ખાડીથી લઈને હિંદ મહાસાગર સુધીના 1 હજાર કિલોમીટર સુધીમાં સુધી US ફોર્સ ગાયબ હોવાનો ઈરાનનો દાવો છે.

ઈરાનના ડરથી અમેરિકીઓ ભાગી ગયા છે. 1853 પછી આ પહેલીવાર છે જ્યારે પર્સિયન ખાડીથી લઈને હોર્મુઝ, ઓમાનની ખાડી અને ઉત્તરી હિંદ મહાસાગરમાં એક હજાર કિમી સુધી અમેરિકી નૌસેનાનો કાફલો નથી. ઈરાનની નૌસૈનિક શક્તિ આગળ તેઓ પીછેહટ કરવા મજબૂર થયા.”

U.S. Claims Iran THREATENED U.K. RAF Base, But Iran's Missiles CAN'T Reach It The JOKES Write Themselves The New York Times says B-1 bombers were pulled from RAF Fairford with unusual speed over an alleged "Iran-based plot." So what exactly was the threat, and how was Iran supposedly going to carry it out?

— Ryan Rozbiani (@RyanRozbiani) October 4, 2026

ઈરાનનો દાવો છે કે અમેરિકી યુદ્ધ જહાજો રિપેરિંગ કે સૈનિકોને આરામ આપવાના બહાને ઈરાની સમુદ્રી સીમાથી દૂર જઈ ચૂક્યા છે. હવે અહીં ઈરાનની નેવીનો કબ્જો છે, જેને કોઈ તોડી શકે તેમ નથી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો ઈરાનથી બિલકુલ અલગ છે.

૨૪ કલાકમાં ખોલાવશે હોર્મુઝ?

“આ બહુ જટિલ નથી. અમે આવતીકાલ સુધીમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પૂરી રીતે ખોલી દઈશું. આ અમારા પ્લાનનો પહેલો તબક્કો છે. ટ્રમ્પ આ કેવી રીતે કરશે, આ સવાલનો જવાબ તેઓ અવારનવાર ટાળી જાય છે. ટ્રમ્પની દલીલ હોય છે કે આ રણનીતિ સાથે જોડાયેલો મામલો છે. પરંતુ આવા દાવા તેઓ ઘણા મહિનાઓથી કરી રહ્યા છે, પરંતુ હોર્મુઝમાં ઈરાનની નાકાબંધી આજ સુધી તોડી શક્યા નથી...

બીજી તરફ ઈરાનની સીક્રેટ સૈન્ય તૈયારી અલગ જ લેવલ પર ચાલી રહી છે. બે દિવસ પહેલા સી-૧૩૦ પ્લેને ટ્રાન્સપોન્ડર ઓફ કરીને ઈરાનમાં લેન્ડ કર્યું હતું, હવે વધુ એક પ્લેન ઈરાનમાં લેન્ડ કરતું જોવા મળ્યું. આ પ્લેન અંગે ઓબ્ઝર્વર્સનું માનવું છે કે આ મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેન છે, જેમાં સૈન્ય સાધન-સામગ્રી હોઈ શકે છે. પરંતુ આ પ્લેન ક્યાંથી આવ્યું અને લેન્ડ કર્યા પછી ક્યાં ગયું, એ કોઈને ખબર નથી...

અમેરિકી એજન્સીઓને સૌથી વધુ ચિંતા ચીન અને રશિયા તરફથી મળી રહેલી સીક્રેટ સૈન્ય મદદને લઈને છે. જોકે આના પર કોઈ સત્તાવાર નિવેદન નથી, પરંતુ રશિયન રાષ્ટ્રપતિ પુતિને આ આખા યુદ્ધના તણાવનો દોષ અમેરિકા પર મઢ્યો છે.

ત્રીજું વિશ્વયુદ્ધ કરાવવા પર ઉતરી આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ?
અમારી નજરમાં અમેરિકા એ સિસ્ટમની અણદેખી કરીને બહુ મોટી ભૂલ કરી રહ્યું છે, જે ૨૦૧૯ની મિસાઈલ ટ્રીટી દ્વારા બનાવવામાં આવી હતી. અમારી પાસે ચોક્કસ સમાચાર છે કે અમેરિકા પોતાના સહયોગી દેશો સાથે પોતાની ફાસ્ટ મિસાઈલ સિસ્ટમને દુનિયાના અલગ-અલગ દેશોમાં તૈનાત કરી રહ્યું છે. પોતાના સીધા નિવેદનથી પુતિને ટ્રમ્પને એલર્ટ કરી દીધા છે કે રશિયાની નજર તેમની દરેક ગતિવિધિ પર છે. જો ટ્રમ્પ ઈરાનથી લઈને યુરોપ સુધી આ જ મોડમાં રહ્યા, તો ત્રીજા વિશ્વયુદ્ધને રોકવું મુશ્કેલ બનશે.

Add Zee News as a Preferred Source
TAGS:
World News