• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /UP રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે 8 ઉમેદવારોના નામ કર્યા જાહેર, આ કેન્દ્રીય મંત્રીનું પત્તું કપાયું!

UP રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે 8 ઉમેદવારોના નામ કર્યા જાહેર, આ કેન્દ્રીય મંત્રીનું પત્તું કપાયું!

ઉત્તર પ્રદેશમાં 10 રાજ્યસભાની સીટો પર ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં 6 ઓક્ટોબરે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.

Written ByGokani Dhaval
Published: Oct 05, 2026, 03:24 PM IST|Updated: Oct 05, 2026, 03:41 PM IST
joinshare
UP રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે 8 ઉમેદવારોના નામ કર્યા જાહેર, આ કેન્દ્રીય મંત્રીનું પત્તું કપાયું!

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અસંભવ... વાઈડ બોલ પર સિક્સર! છતાં ટીમને મળ્યા માત્ર 5 રન, અમ્પાયરનો આશ્ચર્યજનક નિર્ણય

અસંભવ... વાઈડ બોલ પર સિક્સર! છતાં ટીમને મળ્યા માત્ર 5 રન, અમ્પાયરનો આશ્ચર્યજનક નિર્ણય

2

UP રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે 8 ઉમેદવારોના નામ કર્યા જાહેર, આ કેન્દ્રીય મંત્રીનું પત્તું કપાયું!

3

કર્મચારીઓના પગાર લઈને ભાગી જનારો ઈનામી શખ્સ 23 વર્ષે મોરબીથી ઝડપાયો, એક જૂના ફોટા પરથી પોલીસે દબોચ્યો

4

મુસાફરોને મોટો ઝટકો: ઇન્ડિગોએ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ પર ફ્યુઅલ ચાર્જ ફરી વધાર્યો, 6 ઓક્ટોબરથી લાગુ થશે નવા દરો!

5

હાર બાદ ટીમ ઈન્ડિયા સામે ICCની મોટી કાર્યવાહી, વેસ્ટ ઈન્ડિઝને પણ લાગ્યો ઝટકો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉત્તર પ્રદેશમાં યોજાનાર રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યાં છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉત્તર પ્રદેશથી રાજ્યસભાની 8 સીટો માટે ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવી છે. પાર્ટી તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ યાદી ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલય પ્રભાવી અને રાજ્યસભા સાંસદ તરૂણ ચુગે જારી કરી છે.

ભાજપે આ વખતે ઘણા નવા ચહેરાને તક આપી છે. તો વર્તમાન રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું નામ આ યાદીમાં નથી. ઉત્તર પ્રદેશની 10 રાજ્યોસભા સીટો માટે 16 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે.

भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने उत्तर प्रदेश में होने वाले राज्यसभा द्विवार्षिक चुनाव 2026 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। https://t.co/8TB5Bp8VGM

— BJP (@BJP4India) October 5, 2026

પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો
ધર્મપાલ સિંહ
રાધાકાંત ઓઝા
પ્રકાશ પાલ
વિદ્યાસાગર સોનકર
ગોપી કૃષ્ણ પાંડે
પ્રિયંકા સિંહ રાવત
રામ પ્રતાપ સિંહ ચૌહાણ
શ્રુતિ ગંગવાર

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તેવામાં ઉમેદવારોની પસંદગીને 2027ની રાજકીય તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. ભાજપના આ લિસ્ટમાં ઓબીસી પ્રતિનિધિત્વને ખાસ સ્થાન મળ્યું છે. 2027 પહેલા ઉત્તર પ્રદેશમાં સામાજિક સમીકરણ રાજકીય દળોની રણનીતિનો મહત્વનો હિસ્સો છે અને ભાજપની ઉમેદવારી પસંદગીમાં તેની અસર જોવા મળી રહી છે. આ સાથે બે બ્રાહ્મણોને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીને ટિકિટ ન મળી
આગામી મહિને રાજ્યસભામાં ઉત્તરપ્રદેશના ઘણા સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી પણ સામેલ છે. હરદીપ સિંહ પુરી રાજ્યસભામાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેવામાં પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં તેમને ટિકિટ આપવામાં આવી નથી. હવે સવાલ થઈ રહ્યો છે કે શું હરદીપ સિંહ પુરીની કેન્દ્રીય કેબિનેટમાંથી વિદાય થશે?

6 ઓક્ટોબરે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ
રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર છે. ભાજપના તમામ ઉમેદવાર આ દિવસે લખનૌ સ્થિત વિધાન ભવન પહોંચી ઉમેદવારી નોંધાવશે. આ દરમિયાન પાર્ટીનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળી શકે છે. ઉમેદવારી દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પંકજ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત અન્ય લોકો હાજર રહી શકે છે.

10 ઓક્ટોબરે 10 સીટો પર મતદાન
રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 7 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 9 ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાના પરત લઈ શકશે.

ઉત્તરપ્રદેશમાં રાજ્યસભાની 10 સીટો માટે 16 ઓક્ટોબરે સવારે 9 કલાકથી સાંજે 4 કલાક સુધી મતદાન થશે. મતદાન બાદ તે દિવસે સાંજે 5 કલાકે ગણતરી શરૂ થશે.




 

Add Zee News as a Preferred Source
TAGS:
India News