SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

Abhishek Sharma World Record : અભિષેક શર્માએ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તે T20 ઈન્ટરનેશનલમાં 2,000 રન પૂરા કરનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. આ સાથે તેણે સાથી ભારતીય ખેલાડી સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો છે.

Written By Dilip Chaudhary
Published: Oct 11, 2026, 09:44 PM IST | Updated: Oct 11, 2026, 09:52 PM IST
Join

Abhishek Sharma World Record : ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર અભિષેક શર્માએ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2,000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો છે. આ સાથે તેણે સાથી ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો છે. સૂર્યાએ આ આંકડા સુધી પહોંચવા માટે 1,164 બોલનો સામનો કર્યો હતો, તો અભિષેક શર્માએ માત્ર 1,024 બોલમાં 2,000 રનનો આંકડો પાર કર્યો. અભિષેકના નામે સૌથી ઓછા બોલમાં 1,000 T20 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ છે.

જન્મદિવસ પર ગર્લફ્રેન્ડે ખોલ્યું મોટું રહસ્ય, 19 વર્ષની ઉંમર સુધી હાર્દિક પંડ્યા ફક્ત...

અભિષેક શર્માએ ઈન્દોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચ દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી હતી. કેરેબિયન બોલરો પર વર્ચસ્વ જમાવતા તેણે માત્ર 18 બોલમાં 50 રનનો આંકડો પાર કર્યો હતો. અભિષેકે T20માં પાવરપ્લે દરમિયાન સાત વખત અડધી સદી ફટકારી છે. જે એક એવો રેકોર્ડ છે જેની બરાબરી અન્ય કોઈ કરી શક્યું નથી. રોહિત શર્મા અને ઈશાન કિશને આ સિદ્ધિ બે-બે વખત હાંસલ કરી છે.

અભિષેક શર્માનો નવો વર્લ્ડ રેકોર્ડ

અભિષેક શર્માએ T20 ઈન્ટરનેશનલમાં 2,000 રન બનાવવા માટે 1,024 બોલ લીધા છે. આ સિદ્ધિ સુધી પહોંચવા માટે તેણે સૂર્યા કરતા 140 બોલ ઓછા રમ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ઓપનર એરોન ફિન્ચ આ વિશિષ્ટ યાદીમાં ત્રીજા સ્થાને છે, જેણે 1,283 બોલમાં 2,000 રનનો આંકડો પાર કર્યો હતો.

સૌથી ઝડપથી 2000 T20 રન બનાવનાર ખેલાડીઓ:

30 બોલમાં 69 રન બનાવીને આઉટ

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20Iમાં અભિષેક શર્મા 30 બોલમાં 69 રનની ધમાકેદાર ઈનિંગ રમ્યા બાદ આઉટ થયો હતો. તેને શમાર સ્પ્રિંગરે આઉટ કર્યો હતો. અભિષેકે 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. તે વેસ્ટ ઈન્ડિઝ સામે અડધી સદી ફટકારનાર સંયુક્ત રીતે ત્રીજા સૌથી ઝડપી ખેલાડી બન્યો છે. ક્વિન્ટન ડી કોક આ યાદીમાં મોખરે છે, જેણે 2023માં 15 બોલમાં સદી ફટકારી હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી ઝડપી T20 અડધી સદી

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES