• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /જન્મદિવસ પર ગર્લફ્રેન્ડે ખોલ્યું મોટું રહસ્ય, 19 વર્ષની ઉંમર સુધી હાર્દિક પંડ્યા ફક્ત...

જન્મદિવસ પર ગર્લફ્રેન્ડે ખોલ્યું મોટું રહસ્ય, 19 વર્ષની ઉંમર સુધી હાર્દિક પંડ્યા ફક્ત...

Hardik Pandya Birthday: હાર્દિક પંડ્યાના જન્મદિવસના ખાસ અવસર પર તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ તેના ઓલરાઉન્ડર બનવાની સફરની વાત કરી છે, જે લગભગ કોઈ જાણતું નહોતું. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Written ByDilip Chaudhary
Published: Oct 11, 2026, 03:01 PM IST|Updated: Oct 11, 2026, 03:06 PM IST
joinshare
જન્મદિવસ પર ગર્લફ્રેન્ડે ખોલ્યું મોટું રહસ્ય, 19 વર્ષની ઉંમર સુધી હાર્દિક પંડ્યા ફક્ત...

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

ઇન્દોરમાં ભારતનો દબદબો! રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 14 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની મેળવી લીડ

2

દીપકેએ કહ્યું: દાદીના મૃત્યુ પછી, તેમને તેમના પરિવાર સાથે વાત કરવા દેવામાં આવી નહીં, દિલ્હી પોલીસે વીડિયો જાહેર કરીને કર્યો પર્દાફાશ

3

નાયરા બાદ વધુ એક કંપનીએ વધાર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, લોકોને તહેવારમાં વધુ એક મોંઘવારીનો માર !

4

અભિષેક શર્માનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, સૂર્યાને પછાડી T20માં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

5

સમુદ્રમાં લક્ઝરીનું નવું ડેસ્ટિનેશન! કોર્ડેલિયા સ્કાયનું ભવ્ય લોન્ચિંગ, 1500 ડ્રોન્સ દ્વારા કરાયું સ્વાગત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Hardik Pandya Birthday: આજે, 11 ઓક્ટોબરે હાર્દિક પંડ્યા 33 વર્ષનો થયો છે. આ ખાસ અવસર પર તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી છે જે હાલમાં વાયરલ થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર હાર્દિકના ફોટા પોસ્ટ કરીને, માહિકાએ તેના ઓલ-રાઉન્ડર બનવા પાછળની કહાની શેર કરી હતી.

માહિકાએ જણાવ્યું હતું કે 19 વર્ષની ઉંમર સુધી પંડ્યા ટીમમાં માત્ર બેટ્સમેન તરીકે રમતો હતો. તે ફિનિશરને નહીં, પરંતુ ચોથા ક્રમે બેટિંગ કરતો હતો. જોકે, રમત પ્રત્યેના તેના જુસ્સાએ તેને ઓલરાઉન્ડર બનવા માટે પ્રેરિત કર્યો. એક એવો બદલાવ જેણે તેનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું અને તેને સ્ટારડમ સુધી પહોંચાડ્યો. હાર્દિક પંડ્યા ICC T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર 1નું સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય છે.

IPL 2027 પહેલા CSKનો મોટો નિર્ણય, વધુ એક ધુરંધર ટીમમાંથી બહાર, હવે કોની થશે એન્ટ્રી?

માહિકા શર્માએ ખોલ્યું રહસ્ય

માહિકા શર્માએ પોસ્ટમાં લખ્યું છે કે, હાર્દિક પંડ્યા 19 વર્ષની ઉંમર સુધી વડોદરામાં મુખ્યત્વે નંબર-4 બેટ્સમેન તરીકે ઓળખાતો હતો. તે ખૂબ જ ઊર્જાવાન અને એથ્લેટિક હતો. ક્રિકેટ તેની ઊર્જાને યોગ્ય દિશામાં વાળવાનું માધ્યમ બન્યું હતું. જોકે, વર્ષો સુધી બેટિંગમાં સારું પ્રદર્શન કરવા છતાં ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની કોઈ ખાતરી નહોતી.

માહિકાએ પોસ્ટમાં જણાવ્યું કે હાર્દિકને સામાજિક અને અન્ય પરિબળોને કારણે પોતાની ક્ષમતા પ્રમાણે તક મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં તેણે ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ ક્યારેય ઓછો થવા દીધો નહોતો.

સાથી ખેલાડીઓ માટે પણ કરતો હતો બોલિંગ

માહિકા શર્માએ હાર્દિકની મહેનત વિશે એક ખાસ વાત જણાવી હતી. અન્ય બેટ્સમેન પોતાની બેટિંગ પ્રેક્ટિસ પૂરી કરીને જતા રહેતા હતા, ત્યારે હાર્દિક પોતાના બોલર સાથી ખેલાડીઓને બેટિંગની પ્રેક્ટિસ કરાવવા માટે બોલિંગ કરવા રોકાઈ જતો હતો. આ રીતે તે પોતાની પ્રેક્ટિસની સાથે સાથી ખેલાડીઓને પણ મદદ કરતો હતો.

માહિકાએ એ પણ જણાવ્યું કે હાર્દિકે અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો. તેના માટે ક્રિકેટ માત્ર રમત નહોતી, પરંતુ જીવનમાં પોતાની ઓળખ બનાવવાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ હતું.

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પહેલી મેચમાં બોલિંગ કરી અને પાંચ વિકેટ ઝડપી

હાર્દિક પંડ્યાનું શરૂઆતમાં બોલર કે ઓલરાઉન્ડર બનવાનું લક્ષ્ય નહોતું. તે મુખ્યત્વે બેટ્સમેન તરીકે જ રમતો હતો. જોકે, એક સિનિયર કોચે તેને બોલિંગ કરતા જોયા અને તેની ક્ષમતા તરફ ધ્યાન આપ્યું. ત્યારબાદ હાર્દિકે ઓલરાઉન્ડર તરીકે રમવાની શરૂઆત કરી.

માહિકાની પોસ્ટ અનુસાર, હાર્દિકે એક મેચમાં પ્રથમ વખત બોલિંગ કરી અને પાંચ વિકેટ ઝડપી હતી. આ સમય દરમિયાન તેની પાસે બોલિંગ માટેનાં શૂઝ પણ નહોતો. તેમ છતાં તેણે પોતાની મહેનત અને પ્રતિભાના આધારે આગળ વધવાનું ચાલુ રાખ્યું.

IPLથી ભારતીય ટીમ સુધીની સફર

માહિકા શર્માએ પોસ્ટમાં જણાવ્યું કે લગભગ બે વર્ષ બાદ હાર્દિકને તેની મનપસંદ IPL ટીમ દ્વારા પસંદ કરવામાં આવ્યા અને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે તક મળી. ત્યારબાદ છ મહિનામાં જ તેણે ભારતીય ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કર્યું.

આજે હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટના જાણીતા ઓલરાઉન્ડર્સમાં સ્થાન ધરાવે છે. માહિકાએ પોતાની પોસ્ટના અંતમાં હાર્દિકની સફરને પ્રેરણાદાયક ગણાવી હતી. તેના મતે હાર્દિકની સફળતાની પાછળ સતત મહેનત, સંઘર્ષ અને ક્રિકેટ પ્રત્યેનો તેનો લગાવ મહત્ત્વપૂર્ણ રહ્યો છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News