વિક્રમ સંવત 2083 Rashifal: મેષ, વૃષભ અને મિથુન રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ? વાંચો તમારૂ વાર્ષિક રાશિફળ
Vikram Samvat 2083 Rashifal: વિક્રમ સંવત 2083 શરૂ થવાનું છે. નવું વર્ષ દરેક રાશિના જાતકો માટે નવી આશા અને ઉત્સાહ લાવવાનું છે. આ વર્ષે કેટલીક રાશિના જાતકોનો ભાગ્યોદય થશે તો કોઈ રાશિએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. આવો જાણીએ વિક્રમ સંવત 2083 મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવું રહેશે.
જાણીતા જ્યોતિષી ચેતન પટેલ અનુસાર વિક્રમ સંવત 2083 મેષ રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે. વર્ષ દરમિયાન બદલાતી ગ્રહોની અસર આ રાશિના જાતકો પર જોવા મળશે. તો વૃષભ રાશિના જાતકો માટે પ્રગતિ, પરિવર્તન અને નવી સફળતાનું વર્ષ બની શકે છે. તો મિષુન રાશિના જાતકો માટે પણ આ વર્ષ નવી આશા અને પ્રગતિ લઈને આવી રહ્યું છે.
મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે વિક્રમ સંવત 2083
નોકરી અને કારકિર્દી: વર્ષની શરૂઆત સામાન્ય રહેશે, પરંતુ જૂન પછી પ્રમોશન, પગારવધારો કે નવી તકો મળવાના યોગ છે. લાંબા સમયથી નોકરી બદલવા ઇચ્છતાઓને સફળતા મળશે.
વેપાર અને વ્યવસાય: નવી યોજનાઓ અને વિસ્તરણ માટે અનુકૂળ સમય છે. ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન મોટા રોકાણમાં સાવચેતી રાખવી. વર્ષના ઉત્તરાધ્ધમાં વેપાર સુધરશે.
આર્થિક સ્થિતિ: આવક વધવા સાથે ખર્ચ પણ વધશે. શેરબજાર અને જમીન-મકાનના સોદામાં સમજદારી રાખવી. બચત પર ધ્યાન આપવું જરૂરી છે.
ભાગ્ય અને સફળતા: જૂન પછી ભાગ્ય સાથ આપશે. અટકેલાં કાર્યો પૂરા થશે અને ઓક્ટોબર પછી માન-સન્માન વધશે.
કૌટુંબિક અને દાંપત્યજીવન: પારિવારિક બાબતો મિશ્ર રહેશે. પરિવારમાં વાણીનો સંયમ રાખવો અને વડીલોના સ્વાસ્થ્યની કાળજી લેવી. વર્ષના અંતે શુભ પ્રસંગ કે ધાર્મિક કાર્ય થઈ શકે છે.
પ્રેમસંબંધો: શરૂઆતમાં ગેરસમજ કે મતભેદ થઈ શકે છે, પરંતુ ઓક્ટોબર પછી સંબંધોમાં મધુરતા આવશે. લગ્ન ઇચ્છુકો માટે ઉત્તરાધ્ધ અનુકૂળ છે.
મહિલાઓ માટે: આત્મવિશ્વાસ અને પ્રગતિનું વર્ષ રહેશે. નોકરી કરતી મહિલાઓને પ્રમોશન મળી શકે છે. સ્વરોજગાર ઇચ્છતી મહિલાઓને અનુકૂળ તક મળશે.
વિદ્યાર્થીઓ માટે: અભ્યાસમાં મહેનત વધારવી પડશે. સપ્ટેમ્બર પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે વિદેશ અભ્યાસમાં સારા પરિણામ મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્ય: માનસિક તણાવ કે નાની-મોટી તકલીફ રહી શકે છે. નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર પર ધ્યાન આપવું.
વર્ષનું વિશેષ ફળ: વિક્રમ સંવત ૨૦૮૩ મેષ રાશિ માટે શરૂઆતમાં પડકારો અને બાદમાં પ્રગતિ લાવનારું રહેશે. નોકરી-વ્યવસાયમાં પ્રગતિ થશે, પરંતુ આર્થિક અને પારિવારિક બાબતોમાં ધીરજ રાખવી.
આ પણ વાંચોઃ વિક્રમ સંવત 2083 મેષ રાશિ માટે કેવું રહેશે? જાણો નોકરી, વેપાર, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્યનું સંપૂર્ણ રાશિફળ
વૃષભ રાશિના જાતકો માટે કેવું રહેશે વિક્રમ સંવત 2083
નોકરી અને કારકિર્દી: વર્ષની શરૂઆતમાં જવાબદારીઓ વધશે. જૂન પછી પ્રમોશન, પગારવધારો કે ઉચ્ચ હોદ્દો મળવાની સંભાવના છે અને ઓક્ટોબર ૨૦૨૭ સુધીમાં નોકરી બદલવાની સારી તક મળશે.
વેપાર અને વ્યવસાય: વ્યવસાયના વિકાસ અને વિસ્તરણની તકો મળશે. નવા પ્રોજેક્ટ અને આધુનિક ટેક્નોલોજીથી લાભ થશે, પરંતુ મોટા રોકાણમાં પૂરતી ચકાસણી કરવી.
આર્થિક સ્થિતિ: આવકનાં નવા સાધનો ઊભાં થશે અને અટકેલા નાણાં પરત મળશે. જમીન-મકાન અને લાંબા ગાળાના રોકાણમાં અનુકૂળતા રહેશે, જ્યારે જોખમી રોકાણમાં ઉતાવળ ટાળવી.
ભાગ્ય અને સફળતા: વર્ષના મધ્યભાગ પછી ભાગ્યનો સાથ વધશે. અટકેલાં કાર્યો પૂર્ણ થશે અને સમાજમાં માન-સન્માન વધશે.
કૌટુંબિક અને દાંપત્યજીવન: પરિવારમાં સુખ-શાંતિ જળવાશે. વડીલોના સ્વાસ્થ્યની કાળજી લેવી. વર્ષના અંતે ઘરમાં માંગલિક પ્રસંગ કે લગ્નના યોગ મજબૂત બનશે.
પ્રેમસંબંધો: સંબંધોમાં વિશ્વાસ અને મધુરતા વધશે. લગ્ન ઇચ્છતા યુગલો માટે વર્ષનો ઉત્તરાધ્ધ શુભ રહેશે.
મહિલાઓ માટે: પ્રગતિ અને આત્મવિશ્વાસ વધશે. નોકરી કરતી મહિલાઓને પ્રમોશન અને ગૃહિણીઓનું માન-સન્માન વધશે.
વિદ્યાર્થીઓ માટે: મહેનત માંગનારું વર્ષ છે. મેડિકલ, એન્જિનિયરિંગ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળવાની સારી સંભાવના છે.
સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ પાચનતંત્ર, એસિડિટી કે માનસિક થાક જેવી તકલીફથી બચવા સંતુલિત આહાર અને વ્યાયામ જરૂરી છે.
વર્ષનું વિશેષ ફળ: વિક્રમ સંવત ૨૦૮૩ વૃષભ રાશિ માટે સ્થિરતા, આર્થિક વિકાસ અને કારકિર્દીમાં ઉન્નતિ લાવનારું રહેશે.
મિથુન રાશિના જાતકો માટે કેવું રહેશે વિક્રમ સંવત 2083
નોકરી અને કારકિર્દી: નવી જવાબદારીઓ અને પરિવર્તનના સંકેત છે. જૂન પછી પ્રમોશન કે પગારવધારો મળી શકે છે અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં નોકરી બદલવાની સારી તક મળશે. વિવાદોથી દૂર રહેવું.
વેપાર અને વ્યવસાય: ઓનલાઈન બિઝનેસ, માર્કેટિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશેષ લાભ થશે. ઉત્તરાર્ધમાં નવા કરારો થઈ શકે છે, પરંતુ દસ્તાવેજોની પૂરતી ચકાસણી કરવી.
આર્થિક સ્થિતિ: આવકનાં નવા સાધનો ઊભી થશે, પરંતુ વર્ષના મધ્યભાગમાં ખર્ચ વધી શકે છે. શેરબજાર અને જોખમી રોકાણમાં ઉતાવળ ટાળવી.
ભાગ્ય અને સફળતા: જૂન પછી અટકેલાં કાર્યોમાં ગતિ આવશે અને માન-સન્માન વધશે. ઉતાવળા નિર્ણયોથી બચવું.
કૌટુંબિક અને દાંપત્યજીવન: પારિવારિક જીવન મિશ્ર રહેશે. ભાઈ-બહેનો સાથે વાણીનો સંયમ રાખવો. વર્ષના અંતે સંબંધો સુધરશે અને લગ્નના યોગ બનશે.
પ્રેમસંબંધો: ગેરસમજ દૂર કરવા યોગ્ય સંવાદ જરૂરી છે. ઉત્તરાર્ધ લગ્નેચ્છુક યુગલો માટે અનુકૂળ રહેશે.
મહિલાઓ માટે: નોકરી કરતી મહિલાઓ અને ગૃહિણીઓ માટે પ્રગતિનું વર્ષ છે. કલા-સાહિત્ય કે કમ્યુનિકેશન ક્ષેત્રે જોડાયેલી મહિલાઓને ઓક્ટોબર પછી સારો સમય મળશે.
વિદ્યાર્થીઓ માટે: મહેનત માંગનારું વર્ષ છે. સપ્ટેમ્બર પછી અભ્યાસમાં સુધારો થશે અને આઈ.ટી. કે ટેક્નિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને સફળતા મળશે.
સ્વાસ્થ્ય: માનસિક તણાવ, અનિદ્રા કે પાચનતંત્રની તકલીફ થઈ શકે છે. નિયમિત જીવનશૈલી અને પૂરતી ઊંઘ જાળવવી.
વર્ષનું વિશેષ ફળ: વિક્રમ સંવત ૨૦૮૩ મિથુન રાશિ માટે પરિવર્તનો અને નવી તકો લાવનારું રહેશે. શરૂઆતમાં પડકારો છતાં જૂન પછી પ્રગતિ અને સફળતા મળશે.