• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /Vikram Samvat 2083 Rashifal: મકર રાશિના જાતકો માટે સંઘર્ષનો અંત, સફળતાના નવા દ્વાર ખૂલશે!

Vikram Samvat 2083 Rashifal: મકર રાશિના જાતકો માટે સંઘર્ષનો અંત, સફળતાના નવા દ્વાર ખૂલશે!

વિક્રમ સંવત 2083 મકર રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. આ વર્ષે મકર રાશિના જાતકોના સંઘર્ષનો અંત આવશે અને સફળતાના નવા દ્વાર ખુલશે. નોકરીમાં પ્રમોશનની સાથે વેપારમાં પ્રગતિ અને આર્થિક સ્થિરતા પણ આ વર્ષે મળી શકે છે. નવા વર્ષે મહેનતનું ફળ મળવાથી તમારો ભાગ્યોદય થશે.

Written ByGokani Dhaval
Published: Nov 09, 2026, 08:00 AM IST|Updated: Nov 09, 2026, 08:00 AM IST
joinshare
Vikram Samvat 2083 Rashifal: મકર રાશિના જાતકો માટે સંઘર્ષનો અંત, સફળતાના નવા દ્વાર ખૂલશે!

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
આવી રહ્યો છે iPhone 18 સીરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન: iPhone 17 કરતાં સાવ અલગ હશે

આવી રહ્યો છે iPhone 18 સીરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન: iPhone 17 કરતાં સાવ અલગ હશે

2

Vikram Samvat 2083 Rashifal: કુંભ રાશિનું ભાગ્ય ક્યારે પલટાશે? શનિ-ગુરુના ગ્રહપરિવર્તનથી મળશે મોટી સફળતા!

3

UP: બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ, વીજળીના થાંભલે ભટકાઈને આગનો ગોળો બની, 6 લોકો જીવતા ભૂંજાયા

4

ભારત સામેની ODI સિરીઝમાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો: બે મોટા ખેલાડી ઈજાને કારણે બહાર

5

ચિપ બનાવતી દિગ્ગજ કંપનીના CEO ચીનના હનીટ્રેપમાં ફસાયા? લફરું સ્વીકારી કર્મચારીઓ, પત્ની-બાળકો પાસે માફી માંગી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, વિક્રમ સંવત ૨૦૮૩ મકર રાશિના જાતકો માટે રાહત, પરિવર્તન અને નવી સફળતાઓનું વર્ષ બની શકે છે. મકર રાશિના સ્વામી શનિ કર્મ, પરિશ્રમ અને શિસ્તના કારક છે. ગુરુ, શનિ તથા રાહુ-કેતુની બદલાતી ગ્રહસ્થિતિના પ્રભાવથી લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓમાં રાહત મળશે. ખાસ કરીને સતત મહેનત કરનારા જાતકોને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે પ્રગતિની નવી તકો પ્રાપ્ત થશે.

નોકરી અને કારકિર્દી

નોકરિયાત વર્ગ માટે આ વર્ષ આશાસ્પદ રહેશે. કાર્યસ્થળે લાંબા સમયથી ચાલતા વિવાદો અને અવરોધો દૂર થવાની સંભાવના છે. જૂન પછી મહેનતની કદર થશે. પ્રમોશન, પગારવધારો અથવા ઇચ્છિત જગ્યાએ બદલીના યોગ છે. ઓક્ટોબરથી માર્ચ દરમિયાન નવી નોકરીની સારી તક મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મચારીઓનો સહયોગ મળશે.

વેપાર અને વ્યવસાય

વેપારીઓ માટે વ્યવસાયના વિસ્તરણ અને નવી યોજનાઓ અમલમાં મૂકવાનો સમય રહેશે. રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, લોખંડ, ઓઇલ અને ટેક્નિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકોને લાભ થઈ શકે છે. નવા પ્રોજેક્ટ અને વ્યવસાયિક સંપર્કોથી આવક વધવાની શક્યતા છે. જોકે મોટા રોકાણ અને ભાગીદારીના નિર્ણયો લેતાં પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી.

આ પણ વાંચોઃ વિક્રમ સંવત 2083 મેષ રાશિ માટે કેવું રહેશે? જાણો નોકરી, વેપાર, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્યનું સંપૂર્ણ રાશિફળ

આર્થિક સ્થિતિ

આર્થિક દૃષ્ટિએ વર્ષ મિશ્ર પરંતુ સુધારાલક્ષી રહેશે. આવકનાં સાધનો વધશે અને અગાઉ અટકેલાં નાણાં પરત મળવાની સંભાવના છે. જૂની લોન કે દેવામાંથી રાહત મળી શકે છે. ઘર, વાહન અને પરિવારની જરૂરિયાતો પાછળ ખર્ચ વધશે. શેરબજાર અને સટ્ટાકીય રોકાણમાં સાવચેતી રાખવી. ખાસ કરીને બિનજરૂરી ખર્ચ ટાળવાથી આર્થિક સ્થિરતા જળવાશે.

ભાગ્ય અને સફળતા

શનિના પ્રભાવથી ધીરજ અને પરિશ્રમનું સારું પરિણામ મળવાના યોગ છે. જૂન પછી અટકેલાં કાર્યોમાં ગતિ આવશે. સામાજિક પ્રતિષ્ઠા અને માન-સન્માન વધશે. મહત્વપૂર્ણ વ્યક્તિઓના સંપર્કથી લાભ થશે. લાંબા સમયથી અધૂરાં રહેલાં કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે.

કૌટુંબિક અને દાંપત્યજીવન

પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાશે. જોકે કેટલીક બાબતોમાં મતભેદ કે ગેરસમજ ઊભી થઈ શકે છે. વડીલોના સ્વાસ્થ્યની કાળજી લેવી. જીવનસાથીનો સહયોગ મળશે અને સંબંધોમાં મધુરતા વધશે. વર્ષના ઉત્તરાર્ધમાં પરિવાર સાથે શુભ પ્રવાસ કે માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. અપરિણીત જાતકો માટે લગ્નના યોગ બનશે.

મહિલાઓ માટે

મકર રાશિની મહિલાઓ માટે આ વર્ષ આત્મવિશ્વાસ અને માન-સન્માન વધારનારું રહેશે. નોકરી કરતી મહિલાઓને નવી જવાબદારી અને પ્રમોશનની તક મળશે. ગૃહિણીઓની નિર્ણયશક્તિ અને કાર્યકુશળતાની પ્રશંસા થશે. વ્યવસાય કરતી મહિલાઓને પ્રગતિની નવી તકો મળશે. સંતાનની સફળતાથી આનંદ થશે. સંતાનપ્રાપ્તિની ઇચ્છા ધરાવતી મહિલાઓ માટે વર્ષનો ઉત્તરાર્ધ અનુકૂળ રહી શકે છે.

આ પણ વાંચોઃ Vikram Samvat 2083 રાશિફળઃ વૃષભ રાશિવાળા માટે ધનવર્ષાનું વર્ષ: જાણો કયા મહિનામાં થશે બમ્પર કમાણી અને ક્યાં રાખવી સાવચેતી!

વિદ્યાર્થીઓ માટે

વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મહેનત અને એકાગ્રતાની કસોટી કરનારું રહેશે. શરૂઆતમાં અભ્યાસમાં અવરોધો આવી શકે છે, પરંતુ સતત પ્રયત્નોથી સફળતા મળશે. આઇટી, કાયદો, ફાઇનાન્સ, ટેક્નિકલ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઓગસ્ટ પછી સારા પરિણામ મળવાની સંભાવના છે.

સ્વાસ્થ્ય

સ્વાસ્થ્યની બાબતમાં વિશેષ સાવચેતી રાખવી. સાંધાના દુખાવા, ઘૂંટણની તકલીફ, ગેસ-એસિડિટી અને માનસિક થાક જેવી સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપવું. અનિયમિત જીવનશૈલી અને વધુ પડતી ચિંતા ટાળવી. નિયમિત વ્યાયામ, યોગ અને પૂરતો આરામ લાભદાયક રહેશે.

વર્ષનું વિશેષ ફળ

વિક્રમ સંવત ૨૦૮૩ મકર રાશિના જાતકો માટે મહેનતનું ફળ, કારકિર્દીમાં ઉન્નતિ અને આર્થિક સુધારાનું વર્ષ બની શકે છે. જૂન પછી ભાગ્યનો સાથ વધશે. અટકેલાં કાર્યો પૂર્ણ થશે અને નવી સફળતાઓના માર્ગ ખૂલશે. ધીરજ, શિસ્ત અને યોગ્ય આયોજનથી જીવનમાં સ્થિરતા તથા સમૃદ્ધિ પ્રાપ્ત થવાના યોગ છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Diwali