SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અતિચારી ગુરુનું સિંહ રાશિમાં મહાપરિવર્તન: કોને થશે ધનલાભ, કોને મળશે સફળતા અને કોણે રાખવી પડશે સાવધાની?

સિંહ રાશિમાં ગુરુનું મહાગોચર જાણો દેશ, બજાર અને તમારી રાશિ પર કેવી રહેશે અસર? જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર જ્યોતિષ જગતમાં ગ્રહોના પરિવર્તનની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. ગ્રહો માટે વિશાળ અને મોટા હોવાને કારણે તેમનું નામ ગુરુ છે તે અત્યંત શુભગ્રહ માનવામાં આવે છે તેની અસર પણ ગાઢ હોય છે.

Edited By Viral Raval
Published: Oct 30, 2026, 12:13 PM IST | Updated: Oct 30, 2026, 12:44 PM IST
Image Credit: AI Generated Image
Join


જ્યોતિષી ચેતન પટેલ: ગુરુ ગ્રહ બૃહસ્પતિ કે જેઓ જ્ઞાન, સંપત્તિ, બુદ્ધિ અને સૌભાગ્યના કારક છે, તેઓ આગામી 31 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 12:01 કલાકે તેમની વર્તમાન ઉચ્ચ રાશિ કર્ક માંથી નીકળીને પોતાના પરમ મિત્ર સૂર્યની રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.

આ વખતે ગુરુ ગ્રહ 'અતિચારી' (સામાન્ય કરતાં વધુ ઝડપી) અવસ્થામાં ગોચર કરી રહ્યા છે. સામાન્ય રીતે ગુરુ એક રાશિમાં 12 થી 13 મહિના વિતાવે છે, પરંતુ આ અતિચારી ચાલને કારણે તેઓ 31 ઓક્ટોબરથી 25 જાન્યુઆરી 2027 સુધી જ સિંહ રાશિમાં રહેશે અને ત્યારબાદ વક્રી થઈને પુનઃ કર્ક રાશિમાં પ્રવેશ કરશે તેથી આ સમયમાં ગાઢ અસર કરશે.

લક્ષ્મીજીના આગમનની તૈયારી : રવિ પુષ્ય નક્ષત્રે સોના-ચાંદી ઝવેરાત અને ચોપડા ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત

12 રાશિઓ પર ગુરુ ગોચરની કેવી રહેશે અસર?

  1. મેષ : પંચમ ભાવમાં ગુરુનું ગોચર સંતાન સુખ, ઉચ્ચ શિક્ષણમાં સફળતા અને આકસ્મિક ધનલાભના દ્વાર ખોલશે.
  2. વૃષભ : ચતુર્થ ભાવમાં ગોચર હોવાથી જમીન, મકાન કે વાહન ખરીદવાના યોગ બનશે. પારિવારિક સુખમાં વધારો થશે.
  3. મિથુન : પરાક્રમ ભાવમાં ગુરુ આવતા તમારી સંચાર શક્તિ અને નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે. નાની યાત્રાઓ લાભદાયી રહેશે.
  4. કર્ક : ધન ભાવમાં ગુરુ આવતા અટકેલું નાણું પરત મળશે. વાણીનો પ્રભાવ વધશે અને પરિવારમાં શુભ  થશે માન સન્માન વધશે .
  5. સિંહ : તમારી જ રાશિમાં ગુરુનું ભ્રમણ આત્મવિશ્વાસમાં બૂસ્ટર સાબિત થશે. માન-સન્માન, નવી રોજગારી અને સામાજિક પ્રતિષ્ઠામાં અપ્રતિમ વધારો થશે.
  6. કન્યા : વ્યય ભાવમાં ગુરુ ખર્ચમાં વધારો કરાવી શકે છે. જો કે, ધાર્મિક કાર્યો કે વિદેશ પ્રવાસ પાછળ ધન ખર્ચ થવાના શુભ સંકેતો છે.
  7. તુલા : લાભ ભાવમાં ગુરુ આવતા આવકના નવા સ્ત્રોત ખુલશે. લાંબા સમયની ઈચ્છાઓ પૂર્ણ થશે અને મિત્રોનો સહકાર મળશે.
  8. વૃશ્ચિક : દશમ (કર્મ) ભાવમાં ગુરુ આવતા કરિયરમાં 'સફળતાનો શંખનાદ' ફૂંકાશે. પ્રમોશન, નવી જવાબદારી અને વેપારમાં મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે.
  9. ધનુ : ભાગ્ય ભાવમાં ગુરુનું ગોચર અટકેલા કાર્યોને ગતિ આપશે. પિતા અને ગુરુજનોના આશીર્વાદથી મોટી મુશ્કેલીઓ સરળતાથી હલ થશે.
  10. મકર : અષ્ટમ ભાવમાં ગુરુ હોવાથી સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી. સંશોધન અને ગૂઢ વિદ્યાઓ તરફ રુચિ વધશે, પણ આર્થિક લેવડદેવડમાં ધ્યાન રાખવું.
  11. કુંભ : સપ્તમ ભાવમાં ગુરુ આવતા દામ્પત્ય જીવન મધુર બનશે. અવિવાહિતો માટે લગ્નના ઉત્તમ પ્રસ્તાવ આવશે અને ભાગીદારીના ધંધામાં નફો થશે.
  12. મીન : છઠા ભાવમાં ગુરુ કોર્ટ-કચેરી કે જૂના વિવાદોમાંથી રાહત અપાવશે. જો કે, લોન કે કરજ લેવાનું ટાળવું અને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું.  

દેશ દુનિયા અને બજાર પર તેની અસરો

આજથી આ 3 રાશિઓ પૈસામાં આળોટશે! અત્યંત શુભ એવો લક્ષ્મી નારાયણ યોગ થઈ ગયો છે એક્ટિવ

બજાર અને અર્થતંત્ર: સોના અને શેરબજારમાં ભારે હલચલ

વિશેષ ગુરુ ઉપાય:

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES