• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /Bank Holidays November 2026: નવેમ્બરમાં 10 દિવસ બેંકો રહેશે બંધ! દિવાળી, છઠ્ઠ પૂજાથી લઈને ગુરુ નાનક જયંતિ સુધી, જુઓ રજાઓનું લિસ્ટ

Bank Holidays November 2026: નવેમ્બરમાં 10 દિવસ બેંકો રહેશે બંધ! દિવાળી, છઠ્ઠ પૂજાથી લઈને ગુરુ નાનક જયંતિ સુધી, જુઓ રજાઓનું લિસ્ટ

Bank Holidays in November 2026: જો તમારે નવેમ્બર મહિનામાં બેંકમાં કોઈ જરૂરી કામ માટે જવાનું હોય તો પહેલા રજાઓનું લિસ્ટ ચેક કરી લો. નવેમ્બરમાં દિવાળી, ગોવર્ધન પૂજા, છઠ પૂજા અને ગુરૂ નાનક જયંતી જેવા અનેક તહેવારો આવવાના છે, જેથી બેંકમાં રજાઓ રહેશે.

Written ByGokani Dhaval
Published: Oct 30, 2026, 02:25 PM IST|Updated: Oct 30, 2026, 02:28 PM IST
joinshare
Bank Holidays November 2026: નવેમ્બરમાં 10 દિવસ બેંકો રહેશે બંધ! દિવાળી, છઠ્ઠ પૂજાથી લઈને ગુરુ નાનક જયંતિ સુધી, જુઓ રજાઓનું લિસ્ટ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Mosquito Repellent Tips: મચ્છર ભગાડવા માટે કઈ વસ્તુનો ધુમાડો કરવો? આ ટ્રિકથી ફટાફટ ભાગી જશે મચ્છર

Mosquito Repellent Tips: મચ્છર ભગાડવા માટે કઈ વસ્તુનો ધુમાડો કરવો? આ ટ્રિકથી ફટાફટ ભાગી જશે મચ્છર

2

હવે દુબઈને ટક્કર મારશે આપણું અમદાવાદ! સિંધુ ભવન રોડ પર 570 કરોડના ખર્ચે બનશે 55 માળનો ઊંચો 'સિટી સ્ક્વેર'

3

બદ્રીનાથથી પરત ફરી રહેલું હેલિકોપ્ટર જોશીમઠ પાસે ક્રેશ થયું, પાયલટ સહિત 6 લોકો હતા સવાર

4

Cancer Risk in Family: ફેમિલીમાં કેન્સરનો હિસ્ટ્રી હોય તો શું બાકીના લોકોને પણ થઈ શકે આ બીમારી? જાણો

5

Bank Holidays November 2026: નવેમ્બરમાં 10 દિવસ બેંકો રહેશે બંધ! દિવાળી, છઠ્ઠ પૂજાથી લઈને ગુરુ નાનક જયંતિ સુધી, જુઓ રજાઓનું લિસ્ટ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bank Holidays in November 2026: જો તમારે નવેમ્બર મહિનામાં બેંક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ હોય તો પહેલા રજાઓનું લિસ્ટ ચેક કરી લો. નવેમ્બરમાં દિવાળી, ગોવર્ધન પૂજા, છઠ પૂજા અને ગુરૂ નાનક જયંતી જેવા તહેવારોને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંક બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેંકના રજાઓના કેલેન્ડર પ્રમાણે નવેમ્બરમાં 10 દિવસ બેંક બંધ રહેશે. પરંતુ આ બધી રજા દેશમાં એક સાથે લાગૂ થશે નહીં. તેથી બેંક જતા પહેલા તમારા રાજ્યોમાં રજાની જાણકારી જરૂર ચેક કરી લો.

નવેમ્બર 2026મા ક્યારે-ક્યારે બેંક રહેશે બંધ?

નવેમ્બરમાં તહેવારો અને સ્થાનિક ફેસ્ટિવલને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંક બંધ રહેશે. અહીં જુઓ ક્યા દિવસે બેંકમાં કામકાજ થશે નહીં.

2 નવેમ્બરઃ નોંગક્રેમ ડાન્સ  (Nongkrem Dance) ને કારણે મેઘાલયમાં બેંક બંધ રહેશે.

9- નવેમ્બર- દિવાળી, લક્ષ્મી પૂજા, ગોવર્ધન પૂજા અને વિશ્વકર્મા દિવસ પર ત્રિપુરા, મધ્ય પ્રદેશ, ચંદીગઢ, સિક્કિમ, મણિપુર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં બેંક બંધ રહેશે.

10 નવેમ્બર- ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ અને સિક્કિમમાં દિવાળી, ગોવર્ધન પૂજા, લક્ષ્મી પૂજા અને વિક્રમ સંવત નવવર્ષને કારણે બેંક બંધ રહેશે.

11 નવેમ્બરઃ લક્ષ્મી પૂજા, નિંગોલ ચક્કૌબા, ભાઈ બીજ અને ચિત્રગુપ્તજયંતી પર સિક્કિમ, મણિપુર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમાં બેંક બંધ રહેશે.

આ પણ વાંચોઃ Gold-Silver Price Today: દિવાળી પહેલા ખુબ સસ્તી થઈ ચાંદી, સોનાના ભાવ આજે ફરીથી ઘટી ગયા

13 નવેમ્બર- મેઘાલયમાં વાંગલા તહેવારને કારણે બેંકનું કામકાજ થશે નહીં.

16 નવેમ્બર- બિહાર અને ઝારખંડમાં છઠ પૂજા અને સૂર્ય ષષ્ઠીને કારણે બેંક બંધ રહેશે.

20 નવેમ્બર- ઉત્તરાખંડમાં ઇગાસ-બગ્વાલને કારણે બેંક બંધ રહેશે.

23 નવેમ્બર- મેઘાલયમાં સેંગ કુટ સ્નેમ તહેવારને કારણે બેંકમાં રજા રહેશે.

24 નવેમ્બર- ગુરૂ નાનક જયંતિ, કાર્તિક પૂર્ણિમા અને રાહસ પૂર્ણિમા પર મિઝોરમ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા, ચંદીગઢ, ઉત્તરાખંડ, તેલંગણા, અરૂણાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડમાં બેંક બંધ રહેશે.

27 નવેમ્બર- કર્ણાટકમાં કનકદાસ જયંતીને કારણે બેંક બંધ રહેશે.

નવેમ્બરમાં શનિવાર અને રવિવારે રજાઓની રજા રહેશે

તહેવારો સિવાય નવેમ્બરમાં નિયમિત સાપ્તાહિક રજાઓ પણ રહેશે. આરબીઆઈના નિયમ પ્રમાણે દેશની બધી બેંક મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે. નવેમ્બરમાં બીજો શનિવાર 14 નવેમ્બર અને ચોથો શનિવાર 28 નવેમ્બરે બેંક બંધ રહેશે. આ સિવાય રવિવારે પણ બેંકમાં રજા રહેશે.

બેંક જતા પહેલા જરૂર કરો આ કામ

જો તમારે બેંકમાં ચેક જમા કરાવવો છે, ડ્રાફ્ટ બનાવવાનો છે કે કોઈ જરૂરી કામ માટે જવાનું છે તો પહેલા રજાઓનું લિસ્ટ ચેક કરી લેજો. મહત્વનું છે કે રજાઓમાં પણ બેંકની ઓનલાઈન સેવા યથાવત રહે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News