• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /આજથી આ 3 રાશિઓ પૈસામાં આળોટશે! અત્યંત શુભ એવો લક્ષ્મી નારાયણ યોગ થઈ ગયો છે એક્ટિવ

આજથી આ 3 રાશિઓ પૈસામાં આળોટશે! અત્યંત શુભ એવો લક્ષ્મી નારાયણ યોગ થઈ ગયો છે એક્ટિવ

Written ByViral Raval
Published: Oct 29, 2026, 08:58 AM IST|Updated: Oct 29, 2026, 09:08 AM IST
joinshare
દેશના અનેક ભાગોમાં આજે ખાસ કરીને સૌભાગ્યવતી મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય, સુખી લગ્નજીવન માટે કરવા ચોથનું વ્રત રાખી રહી છે. જો કે આ વખતે કરવા ચોથ એ જ્યોતિષની દ્રષ્ટિથી પણ ખુબ ખાસ છે. 29 ઓક્ટોબર 2026નો આજનો દિવસ ગ્રહોને લઈને ખુબ ખાસ છે. ગ્રહોની સ્થિતિને પગલે અત્યંત શુભ એવો લક્ષ્મી નારાયણ યોગ બન્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ યોગ આર્થિક ખુશહાલી અને સુખ સુવિધાઓમાં વધારો કરનારો યોગ છે. જાણો કોને ફાયદો થઈ શકે છે.

હાલ તુલા રાશિમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બન્યો છે. કરવા ચોથના અવસરે ગ્રહોનો આ સંયોગ આર્થિક અને કાર્યક્ષેત્રની રીતે ખુબ લાભદાયક બને છે. એવી માન્યતા છે કે ગ્રહોની સ્થિતિથી અટકેલા કામો પાર પડી શકે છે અને કમામીના નવા રસ્તા ખુલવાની પણ સંભાવના રહે છે. 

લક્ષ્મી નારાયણ યોગ1/4

લક્ષ્મી નારાયણ યોગ

વૈદિક જ્યોતિષમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ બને એવું કહેવાય છે. બુધ જ્યાં ગ્રહોના રાજકુમાર ગણાય છે અને બુદ્ધિ, વાણી તથા વેપાર અને નિર્ણય લેવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે જ્યારે શુક્ર સુખ સુવિધાઓ, ધન સંપત્તિના કારક છે. જ્યારે આ બે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે લક્ષ્મી નારાયણ યોગ બને છે. જ્યોતિષ માન્યતાઓ મુજબ આ યોગ એક્ટિવ થાય ત્યારે વેપારમાં નવી તકો, આર્થિક મોરચે બંપર લાભની તકો ઊભી થાય છે. જો કે વાસ્તવિક સ્થિતિ તો વ્યક્તિની જન્મકુંડળી અને ગ્રહોની સ્થિતિ પર નિર્ભર કરતી હોય છે માત્ર યોગ બનવાથી લાભની ગેરંટી હોતી નથી. જાણો આ યોગ કોને લાભ કરાવી શકે છે.
કન્યા રાશિ2/4

કન્યા રાશિ

કન્યા રાશિવાળા માટે આ સમય આર્થિક રીતે ખુબ ફાયદાકારક બની શકે છે. આવક અને બચત પર ધ્યાન આપશો તો સારા પરિણામ મળી શકે છે. નોકરીયાતોને નવી જવાબદારી કે કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. વેપાર કરતા જાતકોને નવી ડીલ અને ગ્રાહકો કે કામકાજ સંબંધિત સકારાત્મક સંકેત મળી શકે છે. ખર્ચા પર કાબૂ રાખવો અને ભવિષ્ય માટે યોજના બનાવવાથી ફાયદો થશે.
મેષ રાશિ3/4

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે પણ લક્ષ્મી નારાયણ રાજયોગ નવી તકો સર્જી શકે છે. નોકરીયાતોને પોતાની કાબેલિયત દેખાડવાની તક મળી શકે છે, જવાબદારીઓ વધશે. જે કામ લાંબા સમયથી પેન્ડિંગ હશે તે પાર પડશે. આગળ વધવાની તકો મળી શકે છે. વેપારમાં સમજી વિચારીને ઘડેલી યોજનાઓ ફાયદો કરાવી શકે છે. આર્થિક મામલે ઉતાવળથી બચવું.
તુલા રાશિ4/4

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને પણ આ યોગ લાભકારી રહી શકે છે. નોકરીમાં પ્રગતિ, નવી તકો, આવકમાં સુધારાના સંકેત મળી શકે છે. વેપારીઓનેનવા સંપર્કોથી ફાયદો થઈ શકે છે. જે લોકો કોઈ આર્થિક યોજના પર કામ કરતા હશે તેમણે સમજી વિચારીને નિર્ણય લેવા હિતકારી રહેશે. કૌટુંબિક સંબંધોમાં આપસી તાલમેળથી પરિસ્થિતિઓ સારી રહી શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
ગુજરાતના 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતા રાજકોટ જિલ્લાના ખેડૂતો જીદે ચઢ્યા! શરૂ કર્યું આ અભિયાન, ખેડૂતોની ઉગ્ર માંગ

ગુજરાતના 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતા રાજકોટ જિલ્લાના ખેડૂતો જીદે ચઢ્યા! શરૂ કર્યું આ અભિયાન, ખેડૂતોની ઉગ્ર માંગ

2

Mosquito Net Cleaning: મચ્છર જાળી સાફ કરવાની સરળ રીત, ઝીણામાં ઝીણી જાળી પણ એકવારમાં ક્લીન થઈ જશે

3

બેલેટ પેપરવાળી ચૂંટણીમાં આખરે કોંગ્રેસને મળી 1 સીટ, ભાજપને તેના જ ગઢમાં આપી માત

4

PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, બનાસકાંઠાથી લઈને કેવડિયા સુધી વિકાસકાર્યોની ભેટ, જાણો કયા કયા કાર્યક્રમોમાં લેશે ભાગ?

5

Crack Heel Remedy: ફટાફટ મટવા લાગશે એડીમાં પડેલા ચીરા, આ ઘરેલુ ઈલાજ છે પગના વાઢિયાનો રામબાણ ઈલાજ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.