• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /એક્ટિવ થઈ ગયો છે ખતરનાક વિષ યોગ, આ 4 રાશિના જાતકો સંભાળીને રહે, જીવન રમણભમણ થાય તેવા યોગ

એક્ટિવ થઈ ગયો છે ખતરનાક વિષ યોગ, આ 4 રાશિના જાતકો સંભાળીને રહે, જીવન રમણભમણ થાય તેવા યોગ

Written ByViral Raval
Published: Oct 24, 2026, 08:59 AM IST|Updated: Oct 24, 2026, 09:08 AM IST
joinshare
શનિ અને ચંદ્રમાની યુતિથી વિષ યોગ એક્ટિવ થઈ ગયો છે જે અશુભ સંયોગ ગણાય છે. આ યુતિથી કેટલીક રાશિઓને કરિયર, ધન, કારોબાર, પ્રેમ સહિત મોરચે ફટકો પડી શકે છે.

23 ઓક્ટોબરે ચંદ્રમાના મીન રાશિમાં ગોચરની સાથે જ શનિની ચંદ્રમા સાથે યુતિ બની. શનિદેવ હાલ મીન રાશિમાં છે. જ્યોતિષમાં શનિ અને ચંદ્રમાની યુતિ થતા વિષ યોગ બને છે. એવી માન્યતા છે કે આ યોગની અસર વ્યક્તિની લાગણીઓ, નિર્ણય લેવાની ક્ષમતા, કામકાજ અને આર્થિક મામલાઓ પર તેની અસર પડી શકે છે. આવામાં આગામી કેટલાક કલાકો અમુક રાશિઓને ભારે પડી શકે છે. 
 

શનિ અને ચંદ્રમાની યુતિ1/5

શનિ અને ચંદ્રમાની યુતિ

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવ એ કર્મ, અનુશાસન, જવાબદારીઓના કારક ગણાય છે જ્યારે ચંદ્રમા એ લાગણીઓ, માનસિક સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે. આ બંને ગ્રહોની યુતિથી અશુભ ગણાય છે ચંદ્રમા 25 ઓક્ટોબરના રોજ મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. જો કે આ યોગનો સમયગાળો ભલે ટૂંકો હોય પરંતુ અસર વધુ દિવસ સુધી રહી શકે છે. જ્યોતિષ માન્યતાઓ મુજબ શનિ અને ચંદ્રમાની યુતિ દરમિયાન લાગણીઓના આવેશમાં નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. આર્થિક લેવડદેવડમાં પારદર્શકતા રાખવી જોઈએ. ધૈર્ય જાળવો અને સંબંધોમાં વાતચીત દ્વારા ગેરસમજ દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. જાણો કઈ રાશિના જાતકોએ સાચવવું પડશે.
મેષ રાશિ2/5

મેષ રાશિ

મેષ રાશિના જાતકોએ આગામી કેટલાક સમય માટે ખર્ચા પર કાબૂ રાખવો પડશે. અચાનક કોઈ મોટો ખર્ચો સામે આવી શકે છે. જેનાથી બજેટ બગડી શકે છે. વેપાર કરતા હોવ તો ઉતાર ચડાવ જોવા મળી શકે છે.
કર્ક રાશિ3/5

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આગામી 3 દિવસ તમારે તમારા વ્યવહાર અને નિર્ણયો અંગે સચેત રહેવું પડશે. કાર્યક્ષેત્રે મતભેદ કે વેપારમાં ઉતાર ચડાવની સ્થિતિ જોવા મળી શકે છે.
ધનુ રાશિ4/5

ધનુ રાશિ

ધનુ રાશિના જાતકોએ ઘરેલુ મામલે વિશેષ સાવધાની વર્તવી પડશે. પરિવારના સભ્યો વચ્ચે કોઈ વાત અંગે તણાવ થઈ શકે છે. વેપારમાં અપેક્ષિત પરિણામ મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે.
મીન રાશિ5/5

મીન રાશિ

મીન રાશિના જાતકોએ શનિ અને ચંદ્રમાની આ યુતિથી માનસિક પળોઝણોનો સામનો કરવો પડી શકે છે. કામકાજમાં અડચણો આવી શકે છે. ઈચ્છિત પરિણામ મેળવવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. પ્રેમ સંબંધમાં તણાવ રહે તેવી સંભાવના છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
Drishyam 3 On OTT: દ્રશ્યમ 3 ઓટીટી રિલીઝ માટે રેડી, જાણો કયારે અને ક્યાં થશે રિલીઝ

Drishyam 3 On OTT: દ્રશ્યમ 3 ઓટીટી રિલીઝ માટે રેડી, જાણો કયારે અને ક્યાં થશે રિલીઝ

2

રાજકોટમાં દિવાળી પર્વ પર પોલીસ કમિશનરનું જાહેરનામું: ફટાકડા ફોડવાના સમયથી લઈને વેચાણ સુધીના નિયમો જાહેર

3

Shamonda Virus: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ માણસમાં શમોંડા વાયરસની પુષ્ટિ કરી, ફ્રાંસના વ્યક્તિનું વાયરસના કારણે મોત

4

OMG! ભાભીએ દિયરનો પ્રાઈવેટ પાર્ટ કરડી ખાધો, મોટો ભાઈ અમદાવાદમાં કરે છે નોકરી, કરતૂતનું કારણ જાણી સ્તબ્ધ થશો

5

Suryaa Movie Controversy: સની દેઓલની ફિલ્મ સૂર્યાને લઈને વિવાદ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એ પ્રતિબંધ મુકવાની કરી માંગ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.