બોલીવુડ એક્ટર સની દેઓલ હવે સૂર્ય નામની ફિલ્મમાં જોવા મળશે. સૂર્યા ફિલ્મનું એક ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર પરથી લાગે છે કે આ ફિલ્મ મેડિકલ ક્ષેત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સંબંધિત છે. ફિલ્મની સ્ટોરી એક એવા વ્યક્તિની આસપાસ ફરે છે જે તેના એક અંગત વ્યક્તિને ગુમાવે છે. ત્યાર પછી તેની સામે હોસ્પિટલોમાં ચાલતા ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવે છે. ફિલ્મના ટીઝરમાં સની દેઓલ હોસ્પિટલના સ્ટાફ પર હિંસક હુમલો કરતા પણ જોવા મળે છે. જેને લઇને જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ વિરોધ વ્યક્ત કર્યો છે.
સુર્યા ફિલ્મને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ પોતાનો વિરોધ નોંધાયો છે. એસોસિએશનનું કહેવું છે કે સૂર્યા ફિલ્મના ટીઝરમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલ કર્મચારીઓ પર હુમલો થતો દેખાડવામાં આવે છે. એસોસિએશનનું કહેવું છે કે જો ફિલ્મમાં ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પર હુમલો કરનાર વ્યક્તિને હીરો તરીકે દેખાડવામાં આવે અને તેણે ડોક્ટર્સ પર કરેલા હુમલાને યોગ્ય ગણાવવામાં આવે તો તેનાથી દેશભરમાં સ્વાસ્થ્ય કર્મીઓ વિરુદ્ધ હિંસાની ઘટના વધી શકે છે. એસોસીએશનનું કહેવું છે કે પહેલાથી જ આપણા દેશમાં ડોક્ટર અને મેડિકલ કર્મચારીઓ સુરક્ષા સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યા છે તેવામાં ફિલ્મમાં દેખાડવામાં આવતી ઘટનાઓ મેડિકલ સ્ટાફની સુરક્ષા ને અસર કરી શકે છે. કારણ કે ફિલ્મમાં સ્વાસ્થ્ય કર્મીઓ ઉપર હુમલો કરવાની વાતને યોગ્ય દેખાડવામાં આવે છે.
સની દેઓલ ની ફિલ્મ સૂર્યાને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ સૂચના એવં પ્રસારણ મંત્રાલયને લેખિત રજૂઆત પણ કરી છે.. મંત્રાલય સામે તમામને નિષ્પક્ષ સમીક્ષા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ એસોસિએશનને ફિલ્મ નિર્માતા ને પણ ફિલ્મમાં જરૂરી ફેરફાર કરવાની માંગ કરી છે જેથી ફિલ્મમાં દેખાડવામાં આવેલી હિંસાની અસર સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષા પર ન થાય. ઇન્ડિયન મેસેજ મેડિકલ એસોસિએશન એવું પણ કહ્યું છે કે યોગ્ય જણાય તો ફિલ્મો પર પ્રતિબંધ લગાવવાની વાત પર પણ વિચાર કરવામાં આવે.
સૂર્યા ફિલ્મ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના વિવાદ વચ્ચે સેન્સર બોર્ડની સ્પષ્ટતા પણ આવી ગઈ છે. સેન્સર બોર્ડ તરફથી કહેવામાં આવ્યું છે કે સુર્યા ફિલ્મ હજુ સુધી સર્ટિફિકેટ માટે બોર્ડ પાસે જમા થઈ નથી તેનો અર્થ છે કે સૂર્ય ફિલ્મને લઈને સેન્સર બોર્ડ તરફથી અંતિમ નિર્ણય લેવાયો નથી.
મહત્વપૂર્ણ છે કે સની દેઓલ ની ફિલ્મ સુર્યા મેડિકલ ક્ષેત્રમાં ચાલતા ભ્રષ્ટાચારની ઘટનાઓને ઉજાગર કરતી ફિલ્મ છે. આ ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત રવિ કિશન, પ્રજ્ઞા જયસ્વાલ, તનુશ્રી ચક્રવર્તી, અનુપ ત્રિવેદી, રોહિત તિવારી સહિતના કલાકારો જોવા મળશે.