ઉત્તર પ્રદેશના કાનપુરમાં સજેતી પોલીસ મથક હદના એક ગામડામાં એવી ઘટના ઘટી કે લોકો સ્તબ્ધ થઈ ગયા. વાત જાણે એમ હતી કે શુક્રવારે સાંજે ગામમાં એક મહિલા એટલી નારાજ હતી કે તેણે તેના દિયરના પ્રાઈવેટ પાર્ટને બચકું ભરીને ઘાયલ કરી નાખ્યો. ગંભીર સ્થિતિમાં યુવકને ઘાટમપુર સીએચસી લાવવામાં આવ્યો જો કે ત્યાંથી પછી તેને કાનપુર રેફર કરાયો હતો. પરિજનો તેને લઈને ઉર્સલા પહોંચ્યા જ્યાંથી હૈલટ મોકલવામાં આવ્યો અને હાલ આ યુવકની સ્થિતિ સ્થર છે.
ઘાયલ યુવકનો મોટો ભાઈ અમદાવાદમાં પ્રાઈવેટ નોકરી કરે છે. જ્યારે તેનો પરિવાર બધા સાથે યુપીમાં રહે છે. 37 વર્ષનો નાનો ભાઈ પરિવાર સાથે ગામડામાં રહે છે. જેના ચાર બાળકો છે. વાત જાણે એમ બની કે શુક્રવારે સાંજે દિયર અને ભાભી વચ્ચે બરાબર ઝઘડો થયો. એવો આરોપ છે કે દિયરે તેના ભાઈના છોકરાને કોઈ કારણસર ખુબ માર્યો હતો. જેને લઈને ભાભીએ દિયર અને સસરા સાથે ઝઘડો કર્યો હતો.
એવો પણ આરોપ છે કે આ ઘમાસાણ વચ્ચે ભાભીએ દિયરના કપડાં ઉતરાવ્યા અને તેના પ્રાઈવેટ પાર્ટ પર બચકું ભરી લીધુ. સ્થાનિકોના જણાવ્યાં મુજબ ઝઘડા બાદ ભાભીએ દેવરને ઉશ્કેર્યો અને ત્યારબાદ પછી તેના પ્રાઈવેટ પાર્ટે બચકું ભર્યુ હતું.
મહિલાએ બચકું ભરી લેતા ઘાયલ અવસ્થામાં કણસતો યુવક લોહીથી લથપથ હતો અને તે લોકોને મદદ માટે બૂમો પાડતો હતો. પિતા પડોશીઓની મદદતી નાના દીકરાને લઈને ઘાટમપુર સીએચસી પહોંચ્યા. અહીંથી કાનપુર જિલ્લા હોસ્પિટલ રેફર કરાયો. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અનુજ ભારતીએ જણાવ્યું કે ઘાયલની સારવાર ચાલુ છે. એવું પણ જાણવા મળ્યું છે કે મહિલાની માનસિક સ્થિતિ સારી નથી. જો કે હજુ સુધી આ મામલે કોઈએ ફરિયાદ નોંધાવી નથી.
આજપાલ દેશમાં પતિ અને પત્ની વચ્ચેના ઝઘડા અને તે ઝઘડા ગંભીર સ્વરૂપ ધારણ કરી લે એવા મામલા તો બહુ સામે આવ્યા છે પરંતુ આવું ભાગ્યે જોવા મળે કે છોકરાને મારવાના મામલે કોઈ ભાભી દીયરનો પ્રાઈવેટ પાર્ટ કરડી ખાય. યુપીના આઝમગઢમાં એક આવો જ અબીજોગરીબ કેસ સામે આવ્યો હતો જેમાં ગંભીરપુર પોલીસ મથકના રાનીપુર રજમો સિધારીગંજ ગામમાં સાસરે આવેલા યુવકના પ્રાઈવેટ પાર્ટ પર પત્નીએ તેજાબ રેડી દીધો હતો. પીડિત પતિની ફરિયાદ પર પોલીસે રિપોર્ટ નોંધીને તપાસ હાથ ધરી હતી. જ્યારે પોલીસે બીજા દિવસે આરોપી પત્નીની ધરપકડ