• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /હેલ્થ
  • /Shamonda Virus: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ માણસમાં શમોંડા વાયરસની પુષ્ટિ કરી, ફ્રાંસના વ્યક્તિનું વાયરસના કારણે મોત

Shamonda Virus: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ માણસમાં શમોંડા વાયરસની પુષ્ટિ કરી, ફ્રાંસના વ્યક્તિનું વાયરસના કારણે મોત

Shamonda Virus: ફ્રાંસમાં 60 વર્ષીય વ્યક્તિનું મોત શમોંડા વાયરસના કારણે થયું હોવાની પુષ્ટિ થઈ છે. આ સાથે જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ માણસમાં શમોંડા વાયરસ ફેલાવાની પુષ્ટિ કરી છે. ચિંતાની વાત એ છે કે પહેલા આ વાયરસ પ્રાણીઓમાં જ જોવા મળતો હતો.

Written ByKrupa Shah
Published: Oct 24, 2026, 11:05 AM IST|Updated: Oct 24, 2026, 11:08 AM IST
joinshare
Shamonda Virus: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ માણસમાં શમોંડા વાયરસની પુષ્ટિ કરી, ફ્રાંસના વ્યક્તિનું વાયરસના કારણે મોત

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ગુજરાતમાં વીજ ગ્રાહકો પર ફરી મોંઘવારીનો માર: FPPAS ચાર્જમાં તોતિંગ ભાવ વધારો, કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર

ગુજરાતમાં વીજ ગ્રાહકો પર ફરી મોંઘવારીનો માર: FPPAS ચાર્જમાં તોતિંગ ભાવ વધારો, કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર

2

બ્રિટાનિયા કંપનીની ઘઉંની બ્રેડ ખાતા લોકો સાવધાન, કંપનીને ઘઉંની બ્રેડ મામલે ફટકારાયો 1 લાખનો દંડ, કંપનીએ કરી ભેળસેળ

3

ટાઈગર શ્રોફના આ 6 શબ્દોથી ભડકી હતી લોરેન્સ ગેંગ? સલમાનના વખાણ કરતા ફાયરિંગ કર્યું હોવાનો શૂટરનો ખુલાસો

4

દમણમાં તંત્રનો સપાટો: 'સુકન' બ્રાન્ડનું 8.2 ટન નકલી ઘી જપ્ત, 20 વર્ષથી ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ!

5

Drishyam 3 On OTT: દ્રશ્યમ 3 ઓટીટી રિલીઝ માટે રેડી, જાણો કયારે અને ક્યાં થશે રિલીઝ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Shamonda Virus: શમોંડા વાયરસ એ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચિંતા વધારી છે. અગાઉ આ વાયરસ ફક્ત પ્રાણીઓમાં જોવા મળતો હતો. પરંતુ ફ્રાંસના પહેલા કેસ સાથે આ વાયરસની માણસમાં ફેલાયાની પુષ્ટિ થઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આ કેસની પુષ્ટિ કરી છે. ફ્રાંસના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 60 વર્ષીય શમોંડા વાયરસ સંક્રમિત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત પણ થયું છે.

શું કહ્યું WHO એ શમોંડા વાયરસ વિશે ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર સંક્રમિત વ્યક્તિ એ વિસ્તારમાંથી હતો જ્યાં પશુઓમાં શું કહ્યું ફેલાયેલો હતો. તે જગ્યાએ એવી પ્રજાતિની માખી પણ હતી જે સંક્રમણનું કારણ બની શકે છે. હાલ આ મામલે વધુ જાણકારી મેળવાઈ રહી છે.

આ પણ વાંચો: Home Remedies: દવા વિના શરદી-ઉધરસ મટાડવા છે ? આ રહ્યો સૌથી અસરકારક ઘરેલુ નુસખો

શમોંડા વાયરસ

શમોંડા વાયરસ શ્યાલેનબર્ગ વાયરસ પરિવારનો છે. આ વાયરસ પશુઓમાં પ્રજનન સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. શમોંડા વાયરસના કારણે પશુઓમાં ગર્ભપાત, સ્ટિલ બર્થ અને વિકૃતિવાળા બચ્ચાંના જન્મ જેવી સમસ્યાઓ થાય છે. શમોંડા વાયરસના કારણે પશુઓમાં દૂધ ઉત્પાદન અચાનક ઘટી જાય તેવા લક્ષણો જોવા મળે છે.  

શમોંડા વાયરસના કારણે 1 વ્યક્તિનું મોત

શમોંડા વાયરસ સામાન્ય રીતે ઘેટાં, બકરાં, ઘોડા સહિતના પ્રાણીઓને પ્રભાવિત કરતો હતો. હવે આ વાયરસ માણસને પણ સંક્રમિત કરી રહ્યો છે. શમોંડા વાયરસનો પહેલો કેસ ફ્રાંસમાં નોંધાયો હતો. 60 વર્ષના એક વ્યક્તિમાં શમોંડા વાયરસના લક્ષણો જણાતા તેની સારવાર શરુ કરવામાં આવી હતી. જે વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ વ્યક્તિ શમોંડા વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.

આ પણ વાંચો: Liver Health: લીવરમાં જમા ફેટ ઓગાળી બહાર કાઢી નાખે તેવા 4 દેશી પીણાં, લીવર થઈ જશે ડિટોક્સ

શમોંડા વાયરસના માણસમાં દેખાતા લક્ષણો

શમોંડા વાયરસ સંક્રમિત વ્યક્તિમાં દેખાતા લક્ષણોની વાત કરીએ તો અત્યાર સુધીમાં ફ્રાંસમાં 1 જ કેસ આ વાયરસનો નોંધાયો છે. એટલે આ વાયરસના લક્ષણો કેવા હોય તેની વિસ્તૃત જાણકારી હજુ સુધી સામે આવી નથી. આ વાયરસ પ્રાણીઓથી માણસ સુધી માખી કે અન્ય જીવાતના કારણે પહોંચી શકે તેવું અનુમાન છે. હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ વાયરસનો ચેપ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને લાગે છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News