લીવર આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. લીવરની કાર્યક્ષમતા પ્રભાવિત થાય તો કમળા સહિતની ગંભીર બીમારી પણ થઈ શકે છે. લીવરમાં ખરાબ ન આવે તે માટે લીવરમાં ફેટ જમા ન થાય અને ગંદકી શરીરમાંથી નીકળી જાય તે વાત પર ધ્યાન આપવું જોઈએ. અને આ કામ કરવામાં તમને 4 પીણાં મદદરુપ થઈ શકે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર 4 દેશી પીણાં એવા છે જેને લેવાથી લીવરની સફાઈ થાય છે અને શરીરમાંથી એવા ટોક્સિન નીકળી જાય છે જે લીવરની કાર્યક્ષમતાને પ્રભાવિત કરતાં હોય. તો ચાલો તમને જણાવીએ આ 4 ડ્રિંક્સ કયા છે.
લીંબુમાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ ભરપુર માત્રામાં હોય છે. જ્યારે આદુ એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણથી ભરપુર હોય છે. લીંબુ અને આદુની ચા પીવાથી લીવરની કાર્યક્ષમતા સુધરે છે કારણ કે તેનાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. લીંબુ અને આદુ લીવરની સફાઈ કરવામાં મદદ કરે છે.
જો તમે લીવર ડિટોક્સ કરવાની સાથે બોડી ફેટ પણ ઓછું કરવા માંગો છો તો મેથીનું પાણી પી શકો છો. મેથી પલાળેલું પાણી ડાયાબિટીસના પેશન્ટ માટે પણ લાભકારી છે. મેથીનું પાણી સવારે ખાલી પેટ લેવાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે.
લીવરને હેલ્ધી રાખવા માટે હળદર વાળું દૂધ પી શકો છો. એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ ધરાવતી હળદર લીવરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. હળદર વાળું દૂધ પીવાથી બોડીના ટોક્સિન્સ અને બેક્ટેરિયાથી બચાવ થાય છે. હળદર વાળું દૂધ મરી ઉમેરીને પીવું જોઈએ. તેનાથી લીવર હેલ્થ સુધરે છે.
ફુદીનાની હર્બલ ચા બનાવીને પીવાથી પણ લીવર હેલ્થ સુધરી શકે છે. લીવર ફંકશનમાં સુધારો કરવા માટે પાણીમાં ફુદીનાના પાન ઉકાળી તે પાણી પીવું. આ પાણી પીવાથી શરીરમાં ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને લીવરનું ફેટ પણ ઓછું થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)